Thursday, August 27th, 2020

 

દે. બારિયા તાલુકામાંથી કિશોરીનું અપહરણ કરાયું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીઆના કોયડા ગામે પુજારા ફળિયા ખાતે રહેતો રાકેશભાઈ પર્વતભાઈ પટેલે ગત તા.17મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને તેના ઘરેથી લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. સગીરાની શોધખોળ બાદ પણ પરિવારનો કોઇ પત્તો મળ્યો ન હતો.આ સંબંધે સગીરાના પિતાએ આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 0


આત્મનિર્ભર ભારત અંતર્ગત બારિયામાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સરકાર દ્વારા જાહેર કરેેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકાનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા. 28ને શુક્રવારે સવારે 9.30 વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પીટીસી કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞો ખેડૂતોને ખેડૂતલક્ષી નવી યોજનાની માહિતીની સમજણ આપશે. 0


દાહોદમાં રખડતા કૂતરાથી લોકો ત્રસ્ત, ખસીકરણ દ્વારા કૂતરાઓની સંખ્યા ઓછી કરાય તેવી લોકોની માગ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લોકોની પાછળ દોડવાથી સર્જાતા અકસ્માતના દરમાં વધારો નોંધાયો શહેરના લગભગ દરેક વિસ્તારોમાં ચોમાસાના આ દિવસોમાં રખડતા કૂતરાઓ દોડવાના લીધે શહેરમાં સતત નાનામોટા અકસ્માતોની સંખ્યા વધતા દાહોદવાસીઓ ભયથી થરથરી રહ્યાં છે. મેઘલી રાતે વરસાદી માહોલ ટાણે સતત ભસી ભસીને દાહોદવાસીઓને બાનમાં લેતા આવા કૂતરાઓની સમસ્યા તંત્ર દ્વારા સત્વરે લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રખડતા કૂતરાઓ પૈકીના મોટાભાગના કૂતરાં સતત પાણીમાં રહેવાના લીધે સડી ગયાં હોઈ રાતભર કણસ્યા કરે છે. એટલે દર્દથી સતત ભસતા અને રડતા આવા કૂતરાઓથી લોકોની ઊંઘ હરામ થઇ જવા પામી છે.Read More


બોલેરોએ બાઇકને અડફેટે લેતાં પિતા-પુત્રને ઇજા, પિતા-પુત્રને ઝાલોદ ખસેડાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીના વિક્રમભાઈ હેમચંદભાઈ પરમાર તથા તેમનો પુત્ર 11 વર્ષિય નીલકંઠ ભાઈ રૂપાખેડા ગામે પોતાના સંબંધીને ત્યાં જઈ પરત ઘરે આવી રહ્યા હતા. તેવા સમયે સુખસર થી સંતરામપુર જતા હાઈવે માર્ગ ઉપર નીલ કમલ સોમીલની સામે આવતા સામેથી બોલેરો નંબર જીજે-૦૭.વાયવાય-૭૭૨૦. ના ચાલકે પોતાના કબજાની ગાડીને પૂરપાટ હંકારી લાવી વિક્રમભાઈ પરમારની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી. જેથી વિક્રમભાઈ પરમારને જમણા પગે ત્રણ જગ્યાએ ફેક્ચર થયુ હતું. પુત્ર નીલકંઠને જમણા પગે ગંભીર ઇજાઓ થઇ હતી..બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાનગી દવાખાનામાં લઇRead More


ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઇ

ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતુ અને ગરબાડા તાલુકાના ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ મંગળવારે સાંજે ઓવરફ્લો થયો હતો. આ સરોવર સતત બીજા વર્ષે પણ ઓવરફલો થતા દાહોદ શહેર અને સિંચાઈમાં આવરી લેવાયેલ ગામો માટે ખુશીના સમાચાર છે. સિંચાઇ વિભાગની યાદી પ્રમાણે પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી 170.84 મીટર પરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે નીચવાસના ગામોને સતર્ક કર્યા હતા. 0


લીમખેડામાં સાંસદના જન્મદિવસ નિમિત્તે હસ્તેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા

લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ લોકસભાના સાંસદ અને લોકલાડીલા નેતા જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ મંદિરે મહામૃત્યુંજય જાપ પૂજા આરતી તથા મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના અગ્રણી કાર્યકરો હોદ્દેદારો તથા વનવિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. 0


દાહોદમાં ગૌચરમાંથી દબાણ દૂર કરવા આવેદન

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તાલુકામાં ગૌચરની જમીન ઉપર ભુમાફિયાઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે. તેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે. ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં વધારો થયે છે. આ માટે ગુજરાત માલધારી સેના દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત માલધારી સેનાના દાહોદ જિલ્લાના પ્રમુખ બીજલભાઈ ભરવાડ, દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ હસમુખભાઈ ભરવાડ અને દાહોદ તાલુકા પ્રમુખ પરેશભાઈ ભરવાડ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભરવાડ તેમજ અન્ય માલધારી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 0


દાહોદ અર્બન હોસ્પિટલના તબીબોને ભાજપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ટાણે જ્યારે શહેરની અનેક પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હતી તેવા સમયે જીવના જોખમે લોકોની આરોગ્યલક્ષી તપાસ કરનાર દાહોદની અર્બન હોસ્પિટલના તબીબોનું‌ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિને તા.22.8.20 ના રોજ દાહોદ શહેર ભાજપ દ્વારા સન્માન થયું હતું. જે અંતર્ગત અર્બન હોસ્પિટલના ડો.અમીતભાઈ શુક્લા, ડો.વિશાલભાઈ પરમાર, ડો.ચારુબેન ત્રિપાઠી, ડો.મુસ્તફાભાઈ ભાટીયા તથા ડો.શિવાનીબેન ડામોરને દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી દિપેશભાઈ લાલપુરવાલા, દાહોદ શહેર ભાજપ પ્રભારી ગોપીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ મનોજભાઇ વ્યાસ, શહેર ભાજપ મહામંત્રી સત્યેન્દ્રભાઈ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી ત્થા દાહોદ શહેર ભાજપRead More


દાહોદ ખાતે BSNL નેટવર્કના ધાંધિયા સર્જાતાં લોકો પરેશાન

દાહોદ5 મિનિટ પહેલા કૉપી લિંક અનેક વિસ્તારોના‌ મકાનોમાં નેટવર્ક પકડાતું નથી શિક્ષણ પણ ઓનલાઇન બન્યું હોઇ નેટવર્ક ન મળતાં થતી તકલીફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં તા.27.8.2020 ને ગુરુવારના રોજ ‌BSNL નેટવર્કમાં ધાંધિયા સર્જાતા લોકો હેરાન પરેશાન બન્યાં હતા. સરકારી રાહે હવે જ્યારે તમામ સુવિધાઓના ફોર્મ ઓનલાઈન બન્યા છે તો બીજી તરફ આજકાલ શિક્ષણ પણ ઓનલાઇન બન્યું છે અને ધોરણ: 12ના વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન પણ ફરજ્યાત ઓનલાઈન એડમિશન લેવું પડે છે તેવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી BSNLની સેવાઓ ખાડે ગઈ હોવાની ફરિયાદો ઉઠી છે. દેસાઈવાડ, પડાવ, ગોધરા રોડRead More


હવે રેલવે કર્મીઓને ઘરે બેઠાં મુસાફરીનો ઇ-પાસ, ઓફિસના ચક્કરથી છુટકારો મળશે

દાહોદ13 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રતલામ મંડળમાં સુવિધા શરૂ કરાઇ, અત્યાર સુધી મેન્યુઅલી પાસ અપાતા હતાં રેલવે કર્મચારીઓને ઘર બેઠે ઇ પાસ અને પ્રવિલેજ ટિકિટ ઓર્ડર (પીટીઓ) મળવાના શરૂ થઇ ગયા છે. તે માટે સેન્ટર ફોર રેલવે ઇન્ફોરમેશન સંગઠન દ્વારા બનાવેલા નામવ સંસાધન પ્રણાલીનું ઇ પાસ મોડ્યુલ બનાવ્યુ છે. તેમાં કર્મચારીઓની પુરી વિગત છે. ઇ-પાસ વાળા ઓપ્શન ઉપર જઇને જરૂરી જાણકારી ભરતા જ કર્મચારીનું ઇ-પાસ જનરેટ થઇ જશે. અત્યારસુધી પાસ મેન્યુઅલ આપવામાં આવતા હતાં. નવી સુવિધા રતલામ મંડળના 14500 સેવારત કર્મીઓ સાથે બે હજારથી વધુ સેવાનિવૃતો પણ સુવિધાRead More