Wednesday, August 26th, 2020

 

છાપરીમાં ઘર આગણામાંથી ક્રૂઝર ચોરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છાપરીના અરવિંદભાઇ ભુરીયાએ ક્રુઝર ઘર આંગણામાં મુકી હતી. ત્યાર બાદ રાત્રીના સમયે સુતા પહેલા અગિયાર વાગે જોયેલ તો ક્રુઝર ઘર આગળ હતી અને પરિવારજનો સુઇ ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ઇસમો અરવિંદભાઇ ભુરીયાની ક્રુઝરને ચોરી કરી લઇ ગયા હતા. જ્યારે રાત્રીના સુરસિંગનો ભાઇ પ્રવિણ બહાર નીકળતા તેને ક્રુઝર ગાડી જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરતા પત્તો લાગ્યો ન હતો. જેથી સુરસિંગે પોતાની 2,00,000ની કિંમતની ક્રુઝર ગાડી ચોરીની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. 0


ટેમ્પોની ટક્કરે પગપાળા જતાે યુવક ઘાયલ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધાવડીયાનો દિનેશભાઇ ભાભોર તા.12મીએ ઝાલોદ કડીયા કામ કરવા માટે જવા માટે નીકળ્યો હતો. ત્યારે સવારના મોનાડુંગર તરફથી આવતો ટેમ્પોના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી દિનેશ ભાભોરને અડફેટે લઇ ટક્કર મારી નીચે પાડી દીધો હતો. જેમાં તેને ડાબા પગે નળાના ભાગે જમણા હાથે કાંડાના ભાગે તથા ડાબા હાથે આગળીયો પર ઇજાઓ થઇ હતી. જેથી 108 દ્વારા ઝાલોદ સરકારી દવાખાનામાં અને ત્યાંથી વધુ સારવાર માટે દાહોદ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 0


દાહોદ RTOની કારનું ટાયર ફાટતાં રેંકડા સાથે અથડાઇ, 3નો બચાવ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ આરટીઓની કાર અને રેકડા વચ્ચે અકસ્માત થયો હતો. ગોધરાથી આવતી વખતે કાળીતળાઇ પાસે અકસ્માત દાહોદમાં આરટીઓ તરીકે ફરજ બજાવતા વી.કે પરમાર તેમના ચાલક સાથે ઇકો કારમાં ગોધરાથી આવી રહ્યા હતાં. ત્યારે બપોરેે કાળીતળાઇ ગામે કારનું ટાયર ફાટી ગયું હતું. બેકાબૂ બનેલી કાર એક રેંકડા સાથે અથડાઇને ત્રણ પલટી ખાઇ ગઇ હતી. આ સાથે રેંકડો પણ ઉથલી ગયો હતો. એર બેગ ખુલી જતાં આરટીઓ પરમાર અને ચાલક સામાન્ય ઇજા બાદ ઉગરી ગયા હતાં. રેંકડાના ચાલકને પણ ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતાં આરટીઓ કચેરીનો સ્ટાફRead More


દાહોદમાં ગંદકીના ઢગ સર્જાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના સનાતન મંદિર બહારના પરિસરમાં સવારે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યાં છે. ત્યારે તેની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળતા બીમારીઓ ફાટી નીકળે તેવી સંભાવનાઓ રચાઈ છે. 0


પતંગડીમાં ઘરનો દરવાજો બંધ કરવાના બહાને બોલાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જાનથી મારી નાખવાની ધમકી આપી સીંગવડ તાલુકાના પતંગડી ગામે એક ઇસમે દરવાજો બંધ કરવાના બહાને પરીણિતાને બોલાવી તેનો હાથ પકડી નીચે પાડી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે પરીણિતાએ ઇસમ વિરૂદ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પતંગડી ગામનો રમેશ રમણ પટેલ તા.23મી ઓગસ્ટની રાત્રીના 10 વાગ્યાના અરસામાં એક પરીણિતાને ઘરનો પાછળનો દરવાજો બંધ કરવાના બહાને બોલાવી હતી. ત્યારે પરીણિતા દરવાજો બંધ કરવા આવી હતી ત્યારે રમેશ પટેલે તેનો હાથ પકડી ખેંચતાણRead More


દાહોદ સહિત જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટાં

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ભાદરવા માસના દાહોદમાં મંગળવારની માફક બુધવારે પણ શ્રાવણના સરવરિયા જેવો ઝરમર વરસાદ વરસવા પામ્યો હતો. મંગળવારે ગરબાડામાં 9, લીમખેડામાં 8, દાહોદ અને દેવગઢ બારિયામાં 5 -5 અને ધાનપુરમાં 3 મીમી મળીને આખા દાહોદ જિલ્લામાં કુલ 30 મીમી જ વરસાદ નોંધાયો હતો. જ્યારે કે બાકીના તાલુકાઓમાં એક બે નાનકડા ઝાપટાં જ થવા પામ્યા હતા. તો બુધવારે પણ દિવસભર સરસ મજાના તડકા સાથે વાતાવરણમાં ઉઘાડ રહ્યો હતો. બસ, થોડાં થોડાં સમયાંતરે વરસાદના ઝરમર ઝાપટાં જ નોંધાયાં હતા. તે સિવાય આખા જિલ્લામાં વાતાવરણ ખુલ્લું રહેતા દાહોદ શહેર સહિતRead More


યુનિટીફાઉન્ડેશન નામે છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ રજૂઆત

ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક રાજસ્થાન 3 સામે કાર્યવાહી કરવા માગ દાહોદ જિલ્લા સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યુનિટી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારની વિધવા, બેરોજગાર મહિલાઓના ઉત્થાન અને આર્થિક વિકાસ માટે વિવિધ સહાય આપી રહી છે. તેમજ મહિલાઓ પણ આ સંસ્થા સાથે જોડાઈને આર્થિક મદદ વડે રોજગારી મેળવી રહી છે. ત્યારે રાજસ્થાનના ટિટા ડામોર,ગુલાબ ડામોર અને રાકેશ પારઘી નામના ઇસમો દ્વારા સંસ્થા નામે મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવીને બારોબાર છેતરપિંડી કરીને સંસ્થાને બદનામ કરતાં હોવાની લેખિત રજૂઆત દિપકસિંહ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લા પોલીસને કરવામાં આવી હતી.સાથે આવા ઇસમોની તાત્કાલિક તપાસ હાથRead More