Tuesday, August 25th, 2020

 

ઝાલોદ પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ રાજકારણના દાવપેચ

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક કોંગી પ્રમુખને વીજેતા બનાવવામાં 8 ભાજપ, 4 અપક્ષ અને 4 કોંગી સભ્યો 12 કોંગી સભ્યોમાંથી 4નું જ મતદાન, 8 સુષુપ્ત રહ્યા 24મી ઓગસ્ટ 2020ના રોજ પાલિકાની બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી નિર્ધારિત સમયમાં ઝાલોદના પ્રાંત અધિકારી એમ.ડી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને પાલિકાના ચૂંટાયેલા 28માંથી 27 સભ્યોની હાજરીમાં યોજાઇ હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ઝાલોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામના વ્હીપનું ચૂંટણી અધિકારી તરીકે વાંચન કરીને ચૂંટણી પ્રક્રિયા સમજણ હાજર સભ્યોને આપીને અવગત કર્યા હતાં. ત્યાર બાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ઉમેદવારી પત્રક રજુ કરવાની સમય આપવામાં આવતાં નિયમ નં.6 મુજબનું ફોર્મRead More


દાહોદ જિલ્લામાં મંગળવારે 17 પોઝિટિવ કેસ નોંધાયા

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક 1065 કેસ પૈકી સાજા થયેલા 805ને ડિસ્ચાર્જ કર્યા છે રેગ્યુલરમાં 6 અને રેપિડમાં 11 પોઝિટિવ કેસ આવ્યા દાહોદમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા મંગળવારે પણ 17 જ કેસ આવતા જિલ્લાવાસીઓમાં રાહત વ્યાપી છે. રેગ્યુલર ટેસ્ટના 109 સેમ્પલો પૈકી 6 અને રેપીડ ટેસ્ટના 1941 સેમ્પલો પૈકી પણ 11 કેસ મળીને કુલ 17 નવા કેસ નોંધાયા હતા. રેગ્યુલર ટેસ્ટમાં મોહંમદભાઈ કટલરીવાળા, કમલેશભાઈ શર્મા, માલતીબેન શર્મા, મેહુલભાઈ કિશોરી, રાકેશભાઈ સોની અને ગાયત્રીબેન યાદવ વગેરે 6 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના 1941 સેમ્પલો પૈકી લીલાબેન કટારા,Read More


દાહોદ જિલ્લાના પાંચ ડેમ છલોછલ ભરાયાં

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક એકધારો વરસાદ વરસતા ઉમરીયા ડેમ સીઝનમાં ઓવરફલો થવાથી આસપાસના ગામોને સાવધ કરવામાં આવ્યા પાટાડુંગરી પણ છલકાતાં 13 ગામો એલર્ટ શહેરના કસ્બા વિસ્તારના લોકોને પણ દૂધીમતીના કાંઠે ન જવા સૂચના દાહોદ જિલ્લામાં શ્રીકાર વર્ષાથી જિલ્લાના પાંચ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી 80 ટકા સુધી પહોંચી છે. આજ સવારના 6 વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા 277.80, કાળી -2 257.20, ઉમરીયા 280.20,કબુતરી 186.60 સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. 100 ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને સાવધ પણRead More


સાંસદ ભાભોરે કન્યાઓને ચાંદીના પાયલ ભેટ કર્યા

લીમખેડા35 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે પોતાના જન્મદિવસ અંતર્ગત લીમખેડાના પંચમુખી હનુમાન મંદિરે પૂજા દર્શન કરી ભેટ અર્પણ કરી હતી.આ ઉપરાંત મંદિર પરિસરમાં મહંત સૂરેશ મહારાજની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કર્યું હતું. તેમજ પાંચ ગરીબ કન્યાઓને ચાંદીની પાયલ ભેટ અર્પણ કરી હતી. 0


ગોવિંદ ગુરુ યુનિ.માં કોમર્સની પરીક્ષા યોજાઇ

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટમાં હાલ કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણના માર્ગદર્શન હેઠળ પરિક્ષાઓ ચાલી રહી છે. જેમા ડીપાર્ટમેન્ટ ઓફ કોર્મસ વિભાગની પણ પરિક્ષા યોજાઇ રહી છે. જે કોરોના અંતર્ગત સરકારની ગાઇડ લાઇન મુજબ લેવામાં આવી હતી. જેનુ નિરીક્ષણ ડીપાર્ટમેન્ટના કો.ઓર્ડીનેટર પ્રો.અજયભાઇ સોની દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને હાલ યુનિવર્સટીમાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઇ રહી છે. 0