Monday, August 24th, 2020

 

દાહોદના જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાને હરાવી પુનઃ ફરજ પર જોડાયા

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક ડો. રમેશ પહાડિયાએ 14 દિવસમાં કોરોના વાઈરસને હરાવ્યો કોરોનાના લક્ષણો વધવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા દાહોદમાં કોરોના કાળમાં આરોગ્ય વિભાગનું સુકાન સંભાળી રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા કોરોનાગ્રસ્ત થયા બાદ સઘન સારવાર અને દ્રઢ મનોબળના સહારે આ ઘાતક વાઈરસને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે. 14 દિવસની સઘન સારવાર બાદ તેઓ કોરોના વાઈરસમાંથી મુક્ત થયા બાદ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરી ફરી પોતાની ફરજમાં લાગી ગયા છે. દાહોદમાં લોકડાઉન અને એ બાદ અનલોકના તબક્કામાં સતત પાંચેક માસ સુધી તેઓ દિવસ રાતRead More


દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ વધવામાં વ્યક્તિગત નિષ્કાળજી કારણભૂત

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક તંત્ર દ્વારા ઝીણવટભર્યુ નિરીક્ષણ કરતાં વિવિધ બાબતો સામે આવી જિલ્લામાં 280 કરતાં પણ વધારે કન્ટેઇન્મેન્ટ ઝોન દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસના કેસો વધવાની બાબત ચિંતાજનક છે, સાથે તેની પાછળના કારણોમાં મહત્તમ કેસોમાં દર્દી સંક્રમિત થવા પાછળનું સૌથી મોટું કારણ વ્યક્તિગત નિષ્કાળજી સામે આવી છે. તંત્ર દ્વારા આ મામણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું કે, જિલ્લામાં છેલ્લા તબક્કામાં નોંધાયેલા કેસોને જોતા આરોગ્ય તંત્રને ધ્યાને એવી બાબત આવી છે કે, કેટલાક કિસ્સામાં એક જ પરિવારમાંથી એક કરતા વધારે કેસો નોંધાયા છે. ઘર બહાર નીકળતી વ્યક્તિનાRead More


ધાનપુરમાં દુષ્કર્મની કોશિશ કરતાં રોકતાં એકને ધારિયું માર્યુ

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક ધાનપુર તાલુકાના ઉંડાર ગામના હોળી ફળીયામાં રહેતો હરૂ ધુળીયા મોહનીયા 17મીએ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના ઘરે જઇ તેની સાથે બદકામ કરવાના ઇરાદે તેનો હાથ પકડી ખેંચતાણ કરી છેડતી કરતો હતો. આ દરમિયાન મડીયાભાઇ આવી જતાં તેને આવું નહી કરવાનું જણાવતાં હરૂ મોહનીયાએ માથાના ભાગે ધારીયાના ઘા મારી એક વ્યક્તિને ઇજા કરી હતી. છોડાવવા વચ્ચે પડતાં એક મહિલાને માથામાં લાકડીઓ મારી બિભ્તસ ગાળો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો. 0


દાહોદમાં નદી-જળાશયો તેમજ પૂર જોવા પર પ્રતિબંધ

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક 144ની ધારા લાગુ હોય કાયદેસર કાર્યવાહી કરાશે હાલ દાહોદ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે. સાથે, જળાશયોમાં પણ નવા નીર આવ્યાં છે. જોખમી રીતે વહી રહેલી નદીના પૂરને નજીકથી નિહાળવાનું કે જળાશયોમાં ન્હાવા પડવાનું દુઃસાહસ કરવાની બિલ્કુલ જરૂર નથી. કારણ કે, આવું કરનારી વ્યક્તિએ જીવથી હાથ ધોવા પડે એવું પણ બની શકે છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કેટલાક લોકો વરસાદમાં બહાર નીકળી નદીમાં આવતા પૂર જોવા નીકળી પડે છે. આ ઉપરાંત, જળાશયો ઉ૫ર પણ એકત્ર થઇને લોકો પૂર-પાણીની આવક જોતા હોય છે. આથી ક્યારેકRead More


દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 8 કેસ, કુલ એક્ટિવ કેસનો આંક 204

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક 8 પૈકી દાહોદ શહેરના 7 કેસ અનલોક- 3 વધુ છૂટછાટો સાથે દાહોદમાં હર્ડ ઇમ્યુનીટી વધવાને લઈને તજજ્ઞોના મતે દાહોદમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા જિલ્લાવાસીઓમાં રાહત વ્યાપી છે. રવિવારે માત્ર 11 કેસ બાદ સોમવારે દાહોદમાં હજુ પણ કેસમાં ઘટાડો થઈને માત્ર 8 જ કેસ નોંધવા પામ્યા હતા. રેગ્યુલર ટેસ્ટના 153 સેમ્પલો પૈકી 4 અને રેપીડ ટેસ્ટના 938 સેમ્પલો પૈકી પણ 4 કેસ મળીને કુલ 8 કેસ નોંધાયા હતા. રેગ્યુલર ટેસ્ટમાં સચિનભાઈ મોઢીયા, સાજનભાઇ કટારા, નરેશભાઈ મછાર અને અલ્કાબેન પરમાર તો રેપીડ ટેસ્ટમાં બુરહાનભાઈ મુસ્લિમ,Read More