Thursday, August 20th, 2020

 

કરોડીયાપૂર્વ ગામે ચપ્પુના ઘા મારતાં વ્યકિત ગંભીર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે તેરગોળા ફળિયામાં રહેતા છગનભાઈ રૂપાભાઈ બરજોડે ગત તા.18 ઓગષ્ટના રોજ પોતાના જ ફળિયામાં રહેતા લસાભાઈ નાથુભાઈ બરજોડ સાથે કોઈ બાબતે ઝઘડો તકરાર કરી ઝપાઝપી કરીને એકદમ ઉશ્કેરાઈ જઈ લસાભાઈને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા લસાભાઈને ગંભીર હાલતમાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સંબંધે કિડીયાભાઈ નાથુભાઈ બરજોડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 0


સીંગવડના રેફરલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈની પુણ્યતિથિએ સીંગવડના રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે અને લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર સહિતના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. 0


દાહોદના શિવાનીપાર્ક – કુત્બી મસ્જિદ પાસેથી બે બાઇકની ચોરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બંને મોટરસાઈકલના માલિકોની પોલીસ ફરિયાદ દાહોદ શહેરના ગોદી રોડનાં શિવાની પાર્કના સુનિલકુમાર બનવારીલાલ ગર્ગની બાઇક ગત તા.12-8-2020ના રોજ પોતાના ઘરઆંગણે લોક મારી પાર્ક કરી હતી. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી આ મોટરસાઈકલ લઈને નાસી ગયા ગતા. મોટરસાઈકલ ચોરીનો બીજો બનાવ શહેરના કુત્બુ મસ્જીદ ખાતે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના ખરેડી ડુંગરી ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ચારેલે પોતાની મોટરસાઈકલ આ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા. આ મોટરસાઈકલને પણ કોઈ ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોકRead More


જિલ્લામાં ખેડૂતની જમીન ખરીદી અંગેના નિર્ણય મામલે લોકોમાં અસમંજસની સ્થિતિ

ગોધરા2 કલાક પહેલા કૉપી લિંક ખેતીની જમીન હવે બિનખેડૂત પણ ખરીદી શકશે-સરકાર પડતર જમીન પર શૈક્ષણિક સંકુલો બની શકશે નોટિફિકેશન આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે તેવો નિષ્ણાંતોનો મત જાહેરાત ચર્ચાનો વિષય બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકવાની રાજ્ય સરકારની જાહેરાત દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. અત્યાર સધી ગુજરાતના મહેસૂલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો, પરંતુ વિવિધ મુદા પર બિઝનેસને આગળ વધારવાની દિશામાં મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં ખેતીની જમીન હવે ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદીRead More


દાહોદમાં ગુરુવારે નવા 31 કેસ નોંધાયા : કુલ 987 પોઝિટિવ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના 14 અને ઝાલોદના 11 વ્યક્તિઓ પોઝિટિવ કેસ નોંધાયા દાહોદમાં ગુરુવારે નવા વધુ 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે સપ્તાહના પ્રથમ ચાર જ દિવસમાં કુલ મળીને 100 કેસ નોંધાવા પામ્યા હતા. તા.20.8.’20 ને ગુરુવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 19 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 13 મળી કુલ 32 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 1990 અને રેપિડ ટેસ્ટના 234 સેમ્પલો લેવાયા હતા. જે પૈકી સુચિ મુજબ અભિષેકબેન શરાફ, સોનલબેન શરાફ, ડો હેતલ પ્રજાપતિ,Read More


પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થતાં યુવાને મોતને ગળે લગાવ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુવાનના આપઘાતના સમાચાર જાણ્યા બાદ ભેગા થયેલા પરિવારના લોકો છોકરી 17ની થાય પછી જામીન મળશે તેવું હાઇકોર્ટે કહેતાં સપ્તાહ પહેલાં જામીન અરજી વિડ્રો કરાઇ હતી જેલમુક્તિની આશા ધુંધળી બનતાં અવિચારી પગલું સપ્ટેમ્બર માં છોકરી 17ની થાય છે 80 દિવસથી જેલમાં બંધ હતો 28 જુલાઇના રોજ સેસન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી દાહોદ શહેરની સબજેલમાં 80 દિવસથી બંધ યુવાને પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થયાનું જાણ્યા બાદ જેલમુક્તિની આશા ધુંધળી બનતાં જેલના શૌચાલયમાં ગળાફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. જામીન અરજી કરતાં છોકરી 17ની થાયRead More


ગત વર્ષના 139મા ક્રમેથી દાહોદ પાલિકા આ વર્ષે દેશમાં 21મા ક્રમે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગર પાલિકાએ 6 હજારમાંથી 3845.85 ગુણ મેળવ્યા રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંકે આવેલા પેટલાદ કરતાં દાહોદ માત્ર 7.5 માર્ક્સ જ પાછળ રહેતાં દ્વિતીય ક્રમે આવ્યું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તા.20 ઓગસ્ટ 2020ના રોજ જાહેર થયેલ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગુજરાતના છેવાડે આવેલ દાહોદને 3845.85 ગુણ મળતાં તેને રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમાંક મળ્યો હતો. ગત વર્ષે 15 મા રેન્કે હતુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી વાર્ષિક સર્વેક્ષણની પાંચમી એડિશન સ્વચ્છ સર્વેક્ષણ- 2020ના પરિણામોની ગુરુવારે જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં પેટલાદ પ્રથમ ક્રમાંકે આવ્યું હતું તો દાહોદ પેટલાદ કરતાં માત્ર 7.5Read More