Tuesday, August 18th, 2020

 

જમીનમાં ભાગ કેમ નથી આપતા કહી 3ને માર માર્યો, બે મહિલા સહિત ત્રણને માર માર્યો

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક સાગટાળા પોલીસ મથકે ફરિયાદ દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામમાં તમે અમારા બાપ દાદાની જમીનનો ભાગ અમને કેમ આપતા નથી તેમ કહી રણજીતભાઇ બળવંતભાઇ ડાયરા હાથમાં લાકડી લઇ ગામમાં રહેતા સંજયકુમાર મહેન્દ્રભાઇ ડાયરાના ઘરે જઇ ગાળો બોલતો હતો. જેથી સંજયકુમારની બહેને તેને ગાળો બોલવાની ના પાડતાં રણજીત એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથ રહેલી લાકડી સંજયકુમારની બહેનને માથામાં મારી ચામડી ફાટી નાખી લોહી લુહાણ કરી દીધી હતી. તેમજ શરીરે બરડાના ભાગે લાકડીના ફટકા મારી તેમજ વાળ પકડી ખેંચી માર મારતો હતો. આ દરમિયાન સંજયકુમાર તથા તેની માતાRead More


દાહોદમાં કોરોનાથી સંક્રમિત વધુ 28 કેસ : કુલ આંક 927

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર લીમડીના 9 સહિત બહુધા ગ્રામ્યના કેસ : દાહોદ- ઝાલોદના 4 -4 કેસ દાહોદ જિલ્લામાં મંગળવારે પણ કોરોના પોઝિટિવ દર્દીઓના નવા 28 કેસ નોંધાયા હતા. છેલ્લા દોઢ મહિનાથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ચાલતી કોરોના પોઝિટિવ દર્દીઓની વણથંભી વણઝારમાં દરરોજ સરેરાશ 25 જેટલા કેસ આવતા લોકોમાં ભય ઓછો થવાનું નામ જ નથી લેતો ત્યારે લોકોમાં ભયનું મોજું યથાવત રહેવા પામ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.18.8.’20 ને મંગળવારે દાહોદ જિલ્લામાં રેગ્યુલર ટેસ્ટના 1105 સેમ્પલો પૈકી 21 અને રેપિડના 264 સેપલો પૈકી 7 મળીRead More


બારિયા પાલિકાના 22 કાઉન્સિલરોને ભેગા રાખી ભાજપનો માસ્ટર પ્લાન

દેવગઢ41 મિનિટ પહેલા કૉપી લિંક 21મીએે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે : જિ. ભાજપ એક્શન મોડમાં દેવગઢ બારિયા નગરપાલિકાની આગામી ૨૧મીએ યોજાનાર પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. જિલ્લા ભાજપના નેતાએ તમામ 22 ભાજપી કાઉન્સિલરોને ભેગાં કરી પાર્ટીનો મેન્ડેટ માથે ચડાવવાનો આદેશ કરતાં પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદારો સહિત રાજકીય આગેવાનોમાં સોંપો પડી ગયો છે. છેલ્લા એક માસથી પ્રમુખ-ઉપપ્રમુખ માટેની રાજકીય ખેંચતાણને પગલે જિલ્લા ભાજપ દ્વારા માસ્ટર પ્લાન ખેલાયો હોવાની ચર્ચાઓ છે. તે સાથે આગામી મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ કોને મળશે તેના પર સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે. દે.બારિયા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જેમ જેમRead More


દાહોદ જિલ્લાના 14,111 ઘરોમાં નળ દ્વારા નર્મદાના નીર પહોંચશે

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક 44 ગામો માટે રૂ. 22.57 કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરાઇ વાસ્મો, પાણી પુરવઠા બોર્ડ દ્વારા કનેક્શન દીઠ રૂ. 16 હજારનો ખર્ચ કરાશે દાહોદ જિલ્લાના 6 તાલુકાના 44 ગામોને પીવાના પાણી માટે નળ કનેક્શનથી જોડવાની યોજના ઉપર મંજુરીની મહોર વાગી છે. વોસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ માટે કુલ રૂ. 22.57 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ખર્ચની સાપેક્ષે નળ કનેક્શનની સંખ્યાને ધ્યાને લઇ ગણતરી કરવામાં આવે તો સરકાર દ્વારા કનેક્શન દીઠ રૂ. 16 હજારનો ખર્ચ કરશે. કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી જિલ્લા જળRead More


ખાનપુરમાં 105 વેપારીઓના સેમ્પલ લેવાયા

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક ખાનપુર ગામને કોરોના મુક્ત કરવા સુપર સ્પ્રેડર્સ ગણાતા તમામ દુકાનદારોને સમજાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 105 સેમ્પલ એકત્ર કર્યા હતા. તમામના રોપોર્ટ નેગેટિવ આવતા નેગેટીવ રીપોર્ટવાળા વેપારીઓને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 0


દાહોદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાં

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક સોમવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ધાનપુર 50, ગરબાડા 18, બારિયા 16 મિમી વરસાદ નોંધાયો દાહોદ જિલ્લામાં મંગળવારે વાદળછાયા વાતારવણ વચ્ચે કેટલાંક તાલુકામાં સામાન્ય ઝાપટા નોંધાયા હતાં. સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તા.18.8.’20 ને મંગળવારની સવારે 6 સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડામાં 18 મીમી, દેવગઢ બારિયામાં 16, દાહોદમાં 13, ધાનપુરમાં 50, ફતેપુરામાં 11, લીમખેડામાં 5, સંજેલીમાં 6 અને સીંગવડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લાનો એકમાત્ર ઝાલોદ તાલુકો જ વરસાદથી બાકાત રાહેવા પામ્યો હતો. આ વરસાદ થકી જિલ્લાના બહુધા જળાશયો પણ તેની પૂર્ણ સપાટીનીRead More


ગરબાડા, પીપલોદમાંથી બાઇક ચોરાઇ

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ગરબાડાના ઘાંચીવાડાના સબ્બીરભાઇ શેખે પોતાની જીજે-20-એએ-1957 નંબરની તેમજ પીપલોદના મેહમુદભાઇ ઇસ્માઇલભાઇ મીઠાભાઇએ જીજે-23-બીક્યુ-4542 નંબરની બાઇક ઘર આગળ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ આ બન્નેની બાઇકોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. સબ્બીરભાઇ તથા મેહમુદભાઇને સવારે ઘર આગળ મુકેલી બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે. 0


દાહોદ AIJ તરફથી સફાઈકર્મીના હસ્તે ધ્વજવંદન

દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 06:18 AM IST દાહોદ. એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટની દાહોદ જિલ્લા શાખા તરફથી જી.પી.ધાનકા હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ઝાયડસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર, સ્વચ્છતા સેનાની દિલીપભાઈ પીઠાયાના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરાવાયું હતું.


દાહોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા ધ્વજવંદન

દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 06:18 AM IST દાહોદ. શહેરના પ્રથમ નાગરિક અને નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડાએ નગર પાલિકા ઉપર ધ્વજ વંદન કર્યુ હતું. સોશિયલ ડિસ્ટેન્સ સુધરાઇ સભ્યોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં દાહોદ શહેર પ્રગતિના પંથે હજી આગળ વધે અને લોકોને વધુ સુવિધા મળે તેવા કાર્યો કરવા માટે આહ્વાન કરવામાં આવ્યુ હતું.


દાહોદ યુવક કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 06:16 AM IST દાહોદ. યુવક કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી માં આરોગ્ય કર્મીઓ પોતાના પરિવાર કે જીવ ની ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ સન્માનિત કરાયા હતા.