Monday, August 17th, 2020

 

પ્રથમ ખોળાના છોકરા મામલે બીજા પતિએ પત્નીનું કાસળ કાઢ્યું

ગત માર્ચ માસમાં જ બીજા લગ્ન કર્યા હતા દિવ્ય ભાસ્કર Aug 17, 2020, 05:34 AM IST દાહોદ. દેવગઢ બારિયા નગરમાં પત્ની પોતાના પહેલા ખોળાના છોકરાને ઘરે લાવવાની જીદ કરતી હોવાથી આવેશમાં આવેલા બીજા પતિ સહિતનાએ તેનું કાસળ કાઢ્યું હતું. ધાનપુર રોડનાં આમીરખાન પઠાણના લગ્ન ગત માર્ચ માસમાં ઝેબા નામક યુવતી સાથે થયા હતાં. ઝેબાના આ બીજા લગ્ન હતી ત્યારે તેના પહેલા ખોળાના દિકરા ઝાંબાઝખાનને લાવવાની જીદ કરતી હતી. ત્યારે આ બાબતે પતિ આમીરખાન સહિતના સાસરિયાનો વિરોધ હોવાથી ડખા થતાં હતાં. મામલો હદથી વધતા પતિ આમીરખાન, સસરા હમીદખાન,સાસુ કરામતબાનુ, જેઠ રઇસખાનRead More


દાહોદમાંથી માલધારીના 50 ઘેટાં-બકરાની ચોરી

દિવ્ય ભાસ્કર Aug 17, 2020, 05:32 AM IST દાહોદ. રાજસ્થાનના પાલ્લી જીલ્લાના ગોગરા રબારી વાસના અને દાહોદ રેલવે ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં રહી માલધારીનો ધંધો કરતાં તેજારામ જોરારામ રબારી તથા તેમની સાથે બીજા સાથ પરિવારો દાહોદની આર.ટી.ઓ. ઓફીસની નજીકની ખુલ્લી જગ્યામાં અલગ અલગ પથારી નાખી હતી અને પોત પોતાના ઘેટા બકરા ચરાવી સાંજના છએક વાગ્યે તેઓની પથારી પાસે લાવી પોત પોતાના અલગ અલગ ઘેંટા બકરા ખુલ્લી જગ્યામાં મુકી રાત્રે સુઇ ગયા હતા.


ફતેપુરા તા.માં 700 જેટલાં કાર્યકરોએ સાંસદ જશવંતસિંહના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો

નિવૃત્ત એન્જિનિયર, ખેતીવાડી અધિકારી, તા.પં.ના કલાર્ક વગેરે જોડાયા દિવ્ય ભાસ્કર Aug 17, 2020, 05:28 AM IST ફતેપુરા. ફતેપુરા તાલુકાની સુખસર આઇટીઆઇ, ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે 700 જેટલા લોકો ભાજપનો ખેસ પહેરી ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા. ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રફુલભાઇ ડામોર, ચુનીલાલ ચરપોટ, ડો. અશ્વિનભાઈ પારગી, તા. પં સભ્ય રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપની વિચારધારા સરકારના વિકાસ કાર્યોને લઇને જોડાયેલ લોકોને સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓ, સરપંચો, સભ્યો, કોંગ્રેસનાRead More