Saturday, August 15th, 2020

 

ગાંધીનગર શિક્ષણ બોર્ડની ચૂંટણી બાબતે સૂચના

દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર હોઇ ઉક્ત ચૂંટણી માટે વિવિધ હોદ્દાઓ માટેની મતદાર યાદી તૈયાર કરવા માટે તાલુકા મથક ખાતેના વિતરણ સ્થળેથી તા.૧૭ થી ૧૯ ઓગસ્ટ’૨૦ સુધી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓએ મતદાર યાદીના ફોર્મ શાળામાં નિયત થયેલા મહેકમ મુજબની સંખ્યામાં શાળાના મુખપત્રક-લેટરહેડ ઉપર માંગણી કરીને મેળવી લેવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.


ઉધાવળામાં ધાકધમકી આપી 36 હજારના દાગીનાની લૂંટ

ટોકરવાના ગજેન્દ્ર સહિત છ સામે ફરિયાદ નોંધાવી દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. ઉધાવળા ગામના નરવતભાઇ ધીરાભાઇ પટેલના પરિવારના સભ્યો ગતરાતે ઘરમાં નિંદ્રા માણી રહ્યા હતા. ત્યારે રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં 25 થી 35 વર્ષની ઉંમરના હાફ પેન્ટ બનીયાન તથા માસ્ક પહેરેલ પાંચ જેટલા ઇસમો મારક હથિયારો લાકડાના ડંડા તથા પાળીયા દારડતા સાથે લૂંટના ઇરાદે નરવતભાઇના ઘરમાં ઘુસી તેમના છોકરાના રૂમમાં મુકી રાખેલી તીજોરીના દરવાજાનું લોક તોડી અંદર ખાનામા મુકી રાખેલા ચાંદીનું કડુ નંગ-1 આશરે કિં.10,000, સોસાની વીટી નંગ-1 કિંમત 6,000, સોનાનો દોરો દોઢ તોલાનો આશરે કિંમતRead More


ફતેપુરા, મોટીરેલ પૂર્વમાં જુગાર રમતા 11 ઝડપાયા, 8 ફરાર

41300 નો મુદામાલ કબજે 19 જુગારી સામે કાર્યવાહી કરાઇ દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરાના ડબગરવાસ વિસ્તારમાં આવેલ દશામાતા મંદિર નજીક તેમજ મોટીરેલપૂર્વ પ્રાથમિક શાળા નજીક ખુલ્લામાં જુગાર રમતો હોવાની બાતમી મળતાં ફતેપુરા પોલીસે જુગાર ધામ પર દરોડો પાડી પાના પત્તાનો જુગાર રમતા ચંદ્રકાત ડબગર, જયેશ ડબગર, યોગેશ પ્રજાપતિ, અમુલ વીજય વર્ગીય, અક્ષર ડબગરને ઝડપી પાડી પાડ્યા હતા. જ્યારે હેમંત ડબગર, જીતેન્દ્ર પ્રજાપતિ, પ્રશાંત પ્રજાપતિ, વિજય ડબગર, ભીખા ડબગર, મિતેશ મુની, નિલેશ ડબગર, કિરીટ ડબગર પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યા હતા.Read More


દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ધ્વજવંદન કરાશે

દાહોદ જિલ્લા માહિતી કચેરીના ફેસબૂક એકાઉન્ટ અને ટ્વીટર હેન્ડલ પર સમગ્ર કાર્યક્રમનું સવારે 8:30 વાગ્યેથી જીવંત પ્રસારણ જોઇ શકશે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ રાજયમંત્રી બચુભાઇ ખાબડ ધ્વજવંદન કરશે દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. 74માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આવતી કાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દાહોદ ખાતે સવારે ૯ વાગ્યેથી કરશે. રાજયમંત્રી બચુભાઇ ખાબડ ધ્વજવંદન કરશે. સ્વાતંત્ર દિનની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. જિલ્લા માહિતી કચેરીના સોશિયલ મિડિયા ઉપર સવારે ૮.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણઆ ઉજવણી અગાઉના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેRead More


દાહોદમાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો

દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતા લાંબા સમયના વિરામ બાદ પુન: ચોમાસું સિઝન એક્ટિવ થયું છે. દાહોદ જિલ્લામાં શનિવારે સવારે નોંધાયેલ વરસાદ મુજબ ગરબાડામાં 21 મીમી, ઝાલોદમાં 14 મીમી, દેવગઢ બારિયામાં 50 મીમી, ધાનપુરમાં 20 મીમી, ફતેપુરામાં 10 મીમી, દાહોદમાં 28 મીમી, લીમખેડામાં 30 મીમી, સંજેલીમાં 36 મીમી અને સીંગવડમાં 44 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે દાહોદમાં શુક્રવારના 16 ઇંચ વરસાદ નોંધાયો છે.


રળિયાતી ગામમાં જમીન મુદ્દે લાકડીઓ મારી 3ને ઘાયલ કર્યા

દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. રળીયાતીના સોમસિંગ સંગાડીયાની પુત્રી ખેતરમાં ઘાસ કાપતી હતી. ત્યારે મોટી ખરજના ભેરા ભાભોર, ભાવસિંગ ભાભોર, કપિલ ભાભોર અને વિનુ તાવિયાડ લાકડીઓ લઇને આવી સુનિતાને કહેલ કે તારો બાપ ક્યા છે તેને બોલાવ તેમ કહેતા સુનિતાએ માતા સુમિત્રાબેન તથા અનિલભાઇને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે ચારેય જમીન અમારી છે કહી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ સુમિત્રા તથા સુનિતા અને અનિલને લાકડીઓ વડે મારી ઇજા પહોંચાડી હતી. તેમજ અનિલને માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ સંદર્ભે દાહોદRead More


દાહોદ જિલ્લામાં નવા 18 દર્દીઓ સાથે કુલ 848 કેસો નોંધાયા

શુક્રવારે વધુ બે મોત સાથે અત્યાર સુધીમાં કુલ 52 લોકો મૃત્યુ પામ્યા દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા તા.14.8.20 ના રોજ Rtpcr ના 9 અને રેપિડ ટેસ્ટના પણ 9 દર્દીઓ મળી નવા 18 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના દર્દીઓનો કુલ આંક 848 થવા પામ્યો છે. તો શુક્રવારે સાજા થયેલા 26 દર્દીઓ ડિસ્ચાર્જ થવા પામ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મોકલાયેલા કુલ 901 સેમ્પલો પૈકી 183 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 9 પોઝિટિવ આવ્યા હતા. જેમાં રીતેશભાઈ સોની, સુરેખાબેન પારગી, દિનેશભાઈ પારગી, શિલ્પાબેનRead More


બહેનના ઘરે રાખડી બંધાવવા આવેલા ભાઇની જીપ ચોરાઇ

દાહોદના ચાકલીયા રોડ પર ઘર આગળથી બાઇક ચોરાઇ દિવ્ય ભાસ્કર Aug 15, 2020, 04:00 AM IST દાહોદ. મ.પ્ર.ના રતલામ જીલ્લાના શેરપુરબુઝર્ગ ગામના શીવરાજસિંહ નાહરસિંહ રાજપુત તા.11 ઓગસ્ટના રોજ તેમની એમપી-13-બીએ-3086 નંબરની તુફાન જીપ લઇને ચંદવાણા ગામે તેમની બહેનના ઘરે રાખડી બંધાવા માટે આવ્યા હતા. ત્યારે રાત્રીના સમયે બહેનના ઘર આગળ રોડ ઉપર લોક કરી મુકેલી જીપ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. સવારે જીપ જોવા નહી મળતાં શીવરજસિંહ તથા તેમની બહેનના ઘરના સભ્યોએ આજુબાજુ તથા ચંદવાણા ગામમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી શીવરાજસિંહેRead More