Wednesday, August 12th, 2020

 

દાહોદના ગોવિંદનગરમાં જુગાર રમતા 8 ઝડપાયા

પોલીસે રેઇડ કરી રૂા.68 હજાર જપ્ત કર્યાં દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરના ગોવિંદનગર સ્થિત વણકર સોસાયટીના મલકેશ પરમારના ઘરેમાં ગંજીફો ચીપાઇ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. આ મળેલી બાતમીના આધારે એએસઆઇ અનીલકુમાર, કોન્સ્ટેબલ ગીરવતસિંહ, મહેશભાઇ, કનુભાઇ અને જયદીપભાઇ સહિતના સ્ટાફે ભેગા મળીને સાંજના પાંચ વાગ્યાના અરસામાં છાપો મારવામાં આવ્યો હતો. પોલીસે મકાનના ત્રીજા માળે એક રૂમમાં શ્રાવણિયો જુગાર રમી રહેલા મલકેશ પરમાર, જયદીપ બામણીયા, અમરતલાલ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ સોલંકી, અમિતકુમાર સોલંકી, અશોકકુમાર સોલંકી, મહેશ જાદવ, મોહનલાલ પરમારને ઝડપી પાડ્યા હતા. જુગાર રમતા ઝડપાયેલાRead More


દાહોદમાં માસ્ક વિનાનાં યુવકને 1000નો દંડ

દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. માસ્ક વગર ફરતાં લોકોને 1000નો દંડ કરવાની મુખ્ય મંત્રીની જાહેરાત બાદ દાહોદ જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી હતી. મંગળવારે સ્ટેશન રોડ પર ચેકિંગમાં ઉભેલી ટ્રાફિક પોલીસને સૈફુદ્દીન હકીમુદ્દીન ભાટીયા માસ્ક વગર બાઇક લઇને જતાં જોવા મળ્યા હતાં. સૈફુદ્દીનને પકડીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન સૈફુદ્દીનભાઇએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. આખા રાજ્યમાં 1000ના દંડની પ્રથમ ઘટનાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.


ઝાલોદ પંચાયત કચેરીમાંથી લેપટોપની ચોરી

દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની આઇ.સી.ડી.એસ. શાખાની ઓફીસના ખુલ્લા રૂમમાંથી સરકાર દ્વારા સપ્ટેમ્બર’19માં ફાળવેલ આધાર કીટનુ લેપટોપ સ્ટાફ ન ફાળવતા બોક્સમાં મુકી રાખેલુ હતું. જે લેપટોપ બોક્સ સાથે 15,000ની કિંમતનું કોઇ ચોર ઇસમ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે ઝાલોદ તાલુકા પંચાયતમાં સેવીકા તરીકે ફરજ બજાવતાં સરિતાબેન મનુભાઇ સોલંકીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


દાહોદ જિલ્લાને સ્વચ્છ કરવા ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’

15 ઓગસ્ટ સુધી જિલ્લામાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ચલાવાશે દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. મહાત્માં ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણીના અવસરે દેશભરમાં 15 ઓગસ્ટ સુધી ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ ઉજવવામાં આવી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાને પણ ગંદકીમુક્ત બનાવવા અને સ્વચ્છતા બાબતની જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો તા. 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવશે. ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.ડી. બલાત દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ રોજેરોજ યોજાઇ રહ્યાં છે. જેમાં તા. 8 ઓગસ્ટના રોજ જિલ્લાના સરપંચો સાથે જિલ્લા વિકાસ અધિકારીનીRead More


દાહોદના બજારોમાં રોનક આવતા વેપારી આલમમાં ખુશી

દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેર સહિત જિલ્લામાં ક્રમશ: કોરોનાના કેસ ઓછા થવા પામતા લોકોમાં તે સંદર્ભેનો ભય ઓછો થતા બજારોમાં રોનક જોવા મળી રહી છે. અનલોક-4 માં સરકારની નવી ગાઈડ લાઈન મુજબ વેપારધંધામાં વધુ છૂટછાટો મળતા દાહોદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ધીમેધીમે લોકો ભય વિના કામધંધો કે નોકરી કરતા થયા છે. દાહોદની બેન્કોમા પણ ભારે ભીડ સાથે ગ્રાહકો માસ્ક વિના જ ટોળામાં એમ જ ઉભેલા જોવા મળી રહ્યા છે.


દાહોદમાં મટકી ફોડના જાહેર કાર્યક્રમ રદ કરાયાં

કોરોનાના ચેપને અટકાવવા માટેનો નિર્ણય દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. શ્રાવણ વદ 8ને તા.12 ઓગષ્ટ, જન્માષ્ટમીના પાવન પર્વે દાહોદ ખાતે પરંપરાગત રીતે ઉજવણી બદલે કોરોનાના ભય અને તેને લગતી વિવિધ સરકારી ગાઈડલાઈન અનુસાર તમામ ઉજવણીઓ મોકૂફ રાખવામાં આવી છે. મટકી ફોડના જાહેર કાર્યક્રમ નહીં થાય પરંતુ ભાવ સાથે પર્વની ઉજવણી કરશે. જન્માષ્ટમી ટાણે દાહોદની દેસાઈવાડ અને ગુજરાતીવાડ સ્થિત વૈષ્ણવ હવેલીઓ, રાધાકૃષ્ણ મંદિર, કૃષ્ણ પ્રણામી મંદિર સહિતના સ્થળોએ આ નિમિત્તે મધરાતે કૃષ્ણ જન્મના દર્શન સહિત દિવસે પણ વિશેષ દર્શન યોજાય છે. ગત વર્ષ સુધી અગાઉ પડાવ વિસ્તારRead More


જેસાવાડામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતાં હડકંપ

કોરોનાગ્રસ્તોની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ધરાઇ દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST ગરબાડા. ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ તથા 24 વર્ષીય પ્રજાપતિ બિપિનભાઈ રમેશભાઈ ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને પોઝિટિવના વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આજે કોરોના બ્લાસ્ટ થતાં 10 પોઝિટિવ કેસ આવતા જેસાવાડામાં હડકંપ મચી ગયો છે. મંગળવારે 10 પોઝિટિવ આવેલ છેRead More


દાહોદ જિલ્લામાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા

ગરબાડા તા.ના 12 અને દાહોદના 7 પોઝિટિવ દિવ્ય ભાસ્કર Aug 12, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમાં સોમવારે 12 કેસ બાદ મંગળવારે પણ નવા 22 કેસ નોંધાયા હતા. તા.11ને મંગળવારે ખીલન શાહ, વિનય નીમચીયા, શિવમ ચૌહાણ, વિનોદભાઈ સોલંકી, રસિક ચૌહાણ, ધર્મેન્દ્ર પરમાર, પ્રવિણકુમાર સોલંકી, ચિરાગ પંચાલ, વિરલબેન લખારા, અંજનાબેન શાહ, જશવંતલાલ સોની, ડો. મિત્તલ બલાત અને કિરીટભાઈ ચૌહાણ પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં તોલારામ ધર્માણી, દિવ્યાંગ પ્રજાપતિ, મહેશભાઈ સાંવરીયા, રેખાબેન ચૌહાણ, કોકીલાબેન ચૌહાણ, હરિલાલ સોલંકી, હેમલતાબેન સોલંકી, સુમિત્રાબેન પ્રજાપતિ અને બિપીનભાઈ પ્રજાપતિ પોઝિટિવ આવ્યા હતા. આમ, રેગ્યુલર કેસના 13Read More