Monday, August 10th, 2020

 

દાહોદમાં કોરોનાના વધુ 18 કેસ સાથે કુલ આંક 750

તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ સપડાયા રેગ્યુલર ટેસ્ટમાં માત્ર 5 અને રેપિડ ટેસ્ટમાં અન્ય 13 મળ્યા દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમાં રવિવારે નોંધાયેલ નવા 18 કોરોના પોઝિટિવ કેસ સાથે આજ સુધીમાં 750 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.9.8.’20 ને રવિવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં માત્ર 5 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 13 મળી કુલ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. જિલ્લામાંથી મોકલાયેલા 68 સેમ્પલો પૈકી 5 વ્યક્તિઓ RTPCR ટેસ્ટમાં અને રેપીડ ટેસ્ટના 172 સેમ્પલોમાંથી 13 લોકો પોઝિટિવRead More


ખરોદા ગામેથી કારમાં દારૂ લઇ જતો ચાલકની ધરપકડ

પોલીસે કાર સાથે 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. ખરોદા ગામેથી પોલીસે કારમાં દારૂ લઇ જતા ચાલકને ઝડપી પાડ્યો હતો.દારૂ અને કાર સાથે 1.29 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે મારૂતીમાં સાતશેરા તરફથી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળતાં ખરોદા ચોસાલા જવાના રોડ પર ત્રણ રસ્તા વોચમાં હતા. ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી દાહોદ જીલ્લાના ઝાલોદના કાળીમહુડીના ડ્રાઇવર મુકેશ રસલા ડામોરને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં પાછળથી શીટRead More


વનમહોત્સવ અંતર્ગત બાવકાના નંદનવનનું ‘કોરોના વોરિયર્સ’નામાભિધાન કરાયું

કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું યથોચિત રાજ્ય મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં 71માં વન મહોત્સવની ઉજવણી દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમાં છેલ્લા પાંચેક માસથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દિનરાત તનતોડ મહેનત કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સને યથોચિત સન્માન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન મહોત્સવ અંતર્ગત બાવકા ખાતે નિર્માણ પામેલા ઉપવનને ‘કોરોના વોરિયર્સ વન’ નામાભિધાન કરવામાં આવ્યું છે. રવીવારે વન મહોત્સવની ઉજવણીની સાથે કોરોના વોરિયર્સ વનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વન મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પરિવારમાં એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાનું તેમણે આહ્વાન કર્યુંRead More


બોલેરોએ ટક્કર મારતા છકડામાં સવાર 4ને ઇજા

દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. વાસીયાડુંગરી રોડ ઉપર બોલેરોના ચાલકે પુરઝડપે હંકારી લઇ આવી ખજુરીના પપ્પુભાઇ મેડાના છકડાને ઓવર ટેક કરવા જતા ટક્કર મારતા છકડો ઝાડ સાથે અથડાયો હતો. જેમાં છકડા ચાલક પપ્પુને જમણી આખની પર તથા ખભાની હાસડીમાં ફ્રેક્ચર તથા પુનીયાને ડાબા પગે ફ્રેક્ચર તથા સુબલીને નાની મોટી ઇજા તેમજ પપ્પુભાઇની પુત્રી સોનલને પણ ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. બોલેરો ચાલક ભાગી ગયો હતો. ધાનપુર પોલીસ મથકે બોલેરો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


ખરોદામાંથી કારમાં હેરાફેરી કરાતા અડધા લાખના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ

દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે મારૂતીમાં સાતશેરા તરફથી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળતાં ખરોદા ચોસાલા જવાના રોડ પર ત્રણ રસ્તા વોચમાં હતા. ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી દાહોદ જીલ્લાના ઝાલોદના કાળીમહુડીના ડ્રાઇવર મુકેશ રસલા ડામોરને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં પાછળથી શીટ ઉપર તથા શીટના પાછળના ભાગે ખાખી પુઠાના બોક્ષમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. જેને બહાર કાઢીને જોતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી 144 બોટલો તથા વ્હીસ્કીનીRead More


લીમખેડા અને સાગટાળા પોલીસે 78 હજાર ઉપરાંતનો દારૂ ઝડપ્યો

પાલ્લી-ચીલાકોટામાં 23880ના મુદ્દામાલ સાથે 2 બહેનો સહિત 4ની ધરપકડ દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. લીમખેડા પોલીસ મથકનો સ્ટાફ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દાતીયા તરફથી આવતી જીજે-20-એએલ-5619 નંબરની બાઇકના ચાલક ગરબાડા તાલુકાના ઝરીખરેલીના રાકેશ નાગદાસ ગણાવાને રોકી બાઇક ઉપર લાદેલા થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટીકના ક્વાટર કુલ 96 નંગ જેની કિંમત 8880ના મળી આવ્યા હતા. દારૂ સહિત 15,000 કિંમતની બાઇક મળી કુલ 23,880 રૂપિયાના મુદ્દામાલ સાથે રાકેશ ગણાવાની ધરપકડ કરી હતી. તેમજ પાલ્લી રેલવે ફાટક પાસે બે બહેનો મીણીયા થેલામાંRead More


સાતકુંડામાં જીપની ટક્કરે આંગણવાડીની વિઝિટમાં જતી મહિલાના પગે ફ્રેક્ચર

બાઇક ચલાવનાર કોઇ ન હોવાથી મહિલા દિયરને લઇને જતા હતા જીપે સામેથી રોંગ સાઇડમાં આવી મહિલાને અડફેટે લીધા દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. સાતકુંડાના શારદાબેન રાઠવાને 27 જુલાઇ બારા ગામે આગણવાડીઓની વિઝીટમાં જવાનું હોઇ અને મોટર સાયકલ ચલાવનાર કોઇ ન હોઇ જેથી તેમના દિયર રાહુલકુમાર કંચનભાઇ પરમાર (બારીઆ)ને બોલાવ્યો હતો. ત્યાર બાદ રાહુલકુમાર જીજે-20-એકે-0831 નંબરની બાઇક ઉપર ભાભી શારદાબેનને બેસાડી સવારના અગ્યારેક વાગ્યાના અરસામા સાતકુંડાથી બારા ગામે આગણવાડી ઉપર જવા નિકળાયા હતા. ત્યારે પાણીવાસણ ગામે જતા સામેથી એક જીજે-06-સીએમ-1966 નંબરની મેક્ષ જીપ ગાડીના ચાલકે તેની જીપRead More


દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડિજિટલ ઉજવણી

ઝાલોદ અને ગરબાડામાં આદિવાસી વીર શહીદોને યાદ કર્યા દિવ્ય ભાસ્કર Aug 10, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લાના ઝાલોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગરબાડામાં રાજય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી સાથે સાથે ડિઝિટલ માધ્યમથી જોડાઇને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. સાંસદ જસવંતસિંહ ભાભોરે આદિવાસી અસ્મિતા માટે શહીદ થનારા ગોવિંદ ગુરૂ અને વીર બિરસા મુંડાને પુષ્પાજંલી આપી યાદ કર્યા હતા.કડાણામાંથી દાહોદને પાણી આપવા માટે ૧૧૦૦ કરોડ મંજૂર કર્યા છે. હાંફેશ્વર યોજના પણ ઝડપથી પૂરી થવામાં છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ગરબાડામાં કહ્યું કે વિશ્વ આદિવાસી દિન આદિવાસીઓનીRead More