Saturday, August 8th, 2020

 

ધાનપુરના કાંટુ ગામમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, માનવભક્ષી દીપડાએ 1 મહિનામાં 3 બાળકને શિકાર બનાવ્યા

જુલાઇ મહિનામાં ધાનપુર પંથકમાં દીપડાએ 17 હુમલાઓ કર્યાં હતા માનવભક્ષી દીપડાને પકડવા ગ્રામજનોની માંગ, વન વિભાગે પાંજરું મૂક્યું દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:19 PM IST દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં 3 બાળકોને શિકાર બનાવ્યા છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે દીપડો 7 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. જોકે જંગલમાંથી મળેલી બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી. 26 જુલાઇના રોજ દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી ગયોRead More


ગરબાડા તાલુકામાં એક જ પરિવારના ચાર સહિત છ કોરોના પોઝિટિવ, 13 કેસ એક્ટિવ

તાલુકાની 5 પીએચસીમાં લેવાયેલા 45 રેપિડ ટેસ્ટમાં 4 અને રેગ્યુલરના 2 મળી 6 પોઝિટિવ દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST ગરબાડા. ગરબાડા તાલુકામાં લોકડાઉન બાદ અત્યાર સુધીમાં કુલ 24 જેટલા કોરોનાના કેસ આવ્યા હતા. જેમાં ગરબાડા સીએચસીમાં 5 પીએચસી મિનાકયાર, જાંબુવા, ઝરીબુજર્ગ, પાંચવાડા અને ગાંગરડી મળી કુલ 45 જેટલા રેપિડ ટેસ્ટ લેવાયા હતા. જે પૈકી શુક્રવારના રોજ ગરબાડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા શંકરભાઈ હરિલાલ પ્રજાપતિ, ચેતનાબેન શંકરભાઈ પ્રજાપતિ, ઉર્વશીબેન શંકરભાઈ પ્રજાપતિ તથા ધર્મેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ મળી એક જ પરિવારના કુલ ચાર અને રેગ્યુલર લેવાયેલા સેમ્પલમાંથી કુંભારવાડાના છગનભાઈ માનસિંગભાઈRead More


દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. આદિવાસી સમાજની સંસ્કૃતિ-પરંપરા-અસ્મિતાને ટકાવી રાખવા માટે પ્રતિવર્ષ તારીખ 9 ઓગષ્ટના રોજ સયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ વિવિધ સ્થળે આ ગૌરવવંતા દિવસની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેમાં ગરબાડાના તાલુકા પંચાયત સભાખંડ ખાતેના કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ફતેપુરાના એપીએમસી સભાખંડ ખાતે રાજ્ય મંત્રી જયદ્વથસિંહ પરમાર, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ખરેડી, દાહોદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, મોડેલ સ્કુલ, લીમખેડા ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, ગાંધીનગરના ચેરમેન બળવંતસિંહ રાજપુતRead More


દાહોદ જિલ્લામાં 769 સેમ્પલો પૈકી 21 નવા કોરોના પોઝિટિવ કેસ

સંજેલીના સરપંચ પણ પોઝિટિવ આવ્યા, દાહોદની 7 વ્યક્તિ નોંધાઇ, વધુ 1નું મોત દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમ તા.7ને શુક્રવારે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટમાં કુલ મળીને 21 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.દાહોદ જિલ્લામાંથી મોકલાયેલા 769 સેમ્પલો પૈકી કુલ 21 લોકો પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 1 દર્દીના મૃત્યુ સાથે આજ સુધી કુલ 46 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છેશુવારે સાંજે જાહેર થયા મુજબ જમનાદાસ ભાશાણી, ઓનઅલી દારૂવાલા, કલ્પેશ રાઠોડ, ગીતાબેન ધાનકા, મન્નાનભાઈ પેથાપુરવાલા, રીટાબેન ભાશાણી, સુરેશભાઈ સોલંકી, નારાયણદાસ નીનવાણી, સુરેશભાઈ માલીવાડ,Read More


દાહોદમાં ડિજિટલી યોગની તાલીમ અપાશે, યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત

યોગ કોચ વિનોદભાઇ પટેલનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા રાજયના યોગ તાલીમ પામેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. દાહોદ જિલ્લાના સેવા સદન ખાતેથી ડિઝિટલ માધ્યમથી આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર અને તાલીમ પામેલા યોગ ટ્રેનરો જોડાયા હતા. યોગ એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી મોટો કિમિયો છેજિલ્લા સેવા સદન, દાહોદ ખાતે મંત્રી અને સાંસદએ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપ્યા હતા અને જિલ્લામાં વધુમાં વધુ લોકોને યોગ સાથેRead More


ઓગસ્ટના તહેવારો સંદર્ભેં વીડિયો કોન્ફરન્સથી શાંતિ સમિતિની બેઠક, કોરોનાને રોકવા ઉત્સવોની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ

દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. ઓગસ્ટ મહિનામાં આગામી તહેવારો ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી સંબધે આજ રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સમાજના વિવિધ આંગેવાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોઇ પણ પ્રકારના જાહેર ધાર્મિક કાર્યક્રમો, સભા-સરઘસો કે ઝૂલુસ ન કાઢવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી. મૂર્તિઓનું ઘરે જ વિર્સજન કરવામાં આવે તે અત્યારના સંજોગોને ધ્યાને લેતા વધુ યોગ્ય છેરાજય સરકાર દ્વારા કોવીડ 19ને ધ્યાને લઇને લોકોના મોટા પ્રમાણમાં એકત્ર થવા પર, જાહેર મેળાવડા, ધાર્મિક સભા કે એવાRead More


દેવગઢ બારીયા તાલીમ કેન્દ્ર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થીતીને જોઇ આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા દ્વારા કેન્દ્ર ખાતે કર્મીઓ, ખેતશ્રમિકોની રોગપ્રતિકારક શક્તિ સુધારવા આયુર્વેદિક ઉકાળો અપાયો હતો.


ટોળામાં બાઇક નાખતાં છથી વધુ મહિલા ઘાયલ

દિવ્ય ભાસ્કર Aug 08, 2020, 04:00 AM IST દાહોદ. જગોલાની બહેનો આદિવાસી રીતરીવાજ પ્રમાણે વરસાદ લાવવા માટે માતાને મનાવવા બપોરે ભેગા થઇ રીવાજ પ્રમાણે ગીતો ભજનો ગાઇ સાંજે પરત ઘરે જવા નિકળ્યા હતા. ત્યારે જગોલા પાટવેલ તરફ જતા રોડ બાજુએ જગોલાનો મહેન્દ્ર પારગી બાઇક લાવી મહિલાના ટોળામાં નાખતા બે ત્રણ મહિલા નીચે પડી ગઇ હતી. જેમાં ભાનુબેન ડામોરને ઇજાઓ થઇ હતી. સવિતાબેન ડામોરને જમણા પગે, કાળીબેન ડામોરને ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે મહેન્દ્ર પારગી વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.