Thursday, August 6th, 2020

 

238 ટ્રેનોમાં કોચ હવે અધ-વચ્ચેથી કપાશે કે જોડાશે નહીં

ટ્રેનોને સમયસર ચલાવવા અને સ્પીડ વધારવા માટે પગલું 25થી 45 મિનિટનો સમય બચશે : રતલામ મંડળની 3 ટ્રેનોનો સમાવેશ દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. દેશમાં 238થી વધુ ટ્રેનોમાં હવે અધવચ્ચે રસ્તામાં સ્લીપર કોચ નહીં જોડવા કે નહીં કાપવાનો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે ટ્રેનોમાં જોડતી તમામ લિંક એક્સપ્રેસ પણ બંધ થઇ જશે. ટ્રેનોની સ્પીડ વધારવા અને સમયસર દોડાવવા માટે રેલવે બોર્ડે આ પગલુ ભર્યુ છે. આ માટે ખાસ જીરો બેસ્ટ ટાઇમ ટેબલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેથી રતલામ મંડળથી પસાર થતીRead More


દાહોદમાં રાષ્ટ્રીય પર્વે સરકારી ઇમારતો રોશનીથી ઝળહળશે

મહાનુભાવો માત્ર સલામી ઝીલશે દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. કોરોના વાયરસની સ્થિતિની ધ્યાને રાખીને આ ઉજવણી સામાજિક નિયમોના સંપૂર્ણ પાલન સાથે થાય એ રીતે આયોજન કરવા માટે આજે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ વખતની ઉજવણી માટે સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે મુજબ દાહોદમાં રાષ્ટ્રીય પર્વની સૂંપર્ણ ગરિમા સાથે ઉજવણી કરશે. કલેક્ટરે જણાવ્યું હતું કે, માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. દેશભાવનાને ઉજાગર કરનારા સાંસ્કૃતિ કાર્યક્રમોની ડિઝીટલ માધ્યમથી પ્રસ્તુતિ કરશે. સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીમાં ધ્વજવંદન કરનારા મહાનુભાવRead More


લીમખેડા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે સવારથી જ શ્રાવણના સરવરીયા જેવો ઝરમર વરસાદ આરંભાયો હતો. દાહોદમાં મંગળવારે રાતના સમયે ઝરમર વરસાદ થયો હતો ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે લાંબા સમયથી રોકાયેલો વરસાદ હવે ફરી આરંભાતા મોટો વરસાદ થશે અને સુકાતી ખેતીને જીવતદાન મળશે. બાદમાં તા.5.8.’20 ને બુધવારે સવારથી જ કાળુંડિબાંગ આભ થઈ જવા પામ્યું હતું અને દાહોદ હમણાં જળબંબાકાર થઈ જશે તેવું વાતાવરણ સર્જાતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને ત્યારબાદ સવારે અને બાદમાં બપોરે એમ બે વખત ઝરમરRead More


દાહોદમાં રામ મંદિરના ભૂમિ પૂજને પુરવીયાવાડ વિસ્તારમાં રંગોળીથી શણગાર કરાયો હતો

દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરમાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી. શહેરના પુરબીયાવાડ વિસ્તારમાં રંગોળીથી શણગાર કરવામાં આવ્યો હતો.


રાહદારીને બાઇક ચાલકે અડફેટે લેતાં પગ ભાંગ્યો

અકસ્માત કરી બાઇક ચાલક ફરાર દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દેવગઢ બારિયા. દેવગઢ બારિયા તાલુકાના કાપડી મન્દ્રેસાની બાજુમાં રહેતા તૈયબભાઇ યુસુભાઇ રાતડીયા તા.24મીના રોજ દે.બારિયા બજારમાં મજુરી કામે ગયા હતા અને મજુરી કરી કામ કરી બપોરના સમયે બજારમાંથી રોડે ચાલતા કાપડી તરફ આવતા હતા. તે દરમિયાન કબ્રસ્તાન નજીક જીજે-20-એકે-8704 નંબરની બાઇકના ચાલકે રોડ ઉપર ચાલતીને આવતા તૈયબભાઇને અડફેટમાં લઇ ટક્કર મારી પાડી દઇ ભાગી ગયો હતો. જેમાં તૈયબભાઇને જમણા પગે ફ્રેક્ચર તથા શરીરે સામાન્ય ઇજાઓ થતાં છકડામાં બેસાડી દે.બારિયા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા હતા અનેRead More


અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન, જિલ્લામાં ઠેરઠેર હર્ષોલ્લાસ સાથે વધામણાં

રામભક્તોએ ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી ઉજવણી કરી: બહુધા વિસ્તારોમાં ધજા ફરકાવી રસ્તા પર રંગોળી દોરી કરાઇ દાહોદ જિલ્લામાં રામ મંદિરના ભૂમિ પૂજનના અવસરની હિન્દુ સમાજ દ્વારા ઉજવણી કરાઈ દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજન ટાણે વિવિધ હિંદુ વિસ્તારોને શણગારીને વર્ષોથી સેવેલા શ્રીરામ મંદિર બને તે સપનાને સાકાર થવાની ઘડીને આવકારી હતી. દાહોદના સ્ટેશન રોડ, દેસાઈવાડના શ્રીવલ્લભ ચોક, ગોધરારોડ સહિતના વિસ્તારોમાં ધજાપતાકા સાથે ઝંડીઓ ફરકાવીને આ સુવર્ણ ઘડીને આવકારી હતી. જયારે વડાપ્રધાને અયોધ્યા ખાતે મંદિર પરિસરમાં પૂજાવિધિ સાથે ભૂમિ પૂજન સંપન્ન કર્યો તે સમયેRead More


ગરબાડામાં રામભક્તો દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનનો શંખનાદ કરાયો

દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST ગરબાડા. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી ગરબાડા નગરમાં પણ રામ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા સ્થિત રામજી મંદિરે રામ ભક્તોએ શંખનાદ કરી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જય શ્રી રામ જય શ્રી રામના ઘોષનાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.


વેપારીઓની દુકાનો સીલ

દિવ્ય ભાસ્કર Aug 06, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ. દાહોદ પાલિકા અને ટાઉન પોલીસ દ્વારા બુધવારે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. નગરના શિવ સોપારી ઉપરાંત રતલામી સેવ ભંડારને પણ સીલ મારી દેવાયું છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોય આ બંને દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત મોહનલાલ ચક્કીવાલાની દૂકાનને પણ તાળા મારી દીધા છે.