Wednesday, August 5th, 2020

 

લ્યો હવે! દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ

ભાગી ગયેલી પત્નીને પાછી લાવવા માટે પતિની શોધખોળ, પોલીસની મદદ લીધી દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 12:48 PM IST દાહોદ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. 15 દિવસ પહેલા બંને ભાગી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરીદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથેRead More


નવસારીની મહિલા PSIની સાસરિયા સામે નોંધાયેલી ફરિયાદ

ફતેપુરા રહેતાં સાસરિયાઓ સામે કાર્યવાહી દહેજ મુદ્દે ત્રાસ ગુજારાતાં પતિ સહિત 5 સામે ગુનો દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. ફતેપુરા તાલુકાના લીમડિયા ગામની મૂળ વતની અને હાલ નવસારી ખાતે PSI તરીકે ફરજાધિન શકુન્તલા ડામોરના લગ્ન 20 એપ્રિલ 2017ના રોજ મહિસાગરના ભંડારા ગામે રવિન્દ્રકુમાર થયા હતાં. હાલ ફતેપુરાની આઇ.કે દેસાઇ હાઇસ્કુલ સામે રહેતાં સાસરિયાઓ સામે શકુન્તલા ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, લગ્ન બાદ પતિ સાથે સાસુ, સસરા, નણંદ અને જેઠ હેરાન કરતા હતાં. સાસુ-સસરાને ફરિયાદ કરતાં તારો પતિ કંઇ કરતો નથી, તારે તારા પતિ માટે પ્લોટRead More


ખજૂરી ગામમાં યુવતીના પરિવારને ચાર લાખની સહાય

દીપડાના હુમલામાં યુવતી મૃત્યુ પામી હતી દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લામાં હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનારી એક યુવતીના પરિવારને વન વિભાગ દ્વારા 4 લાખની સહાય કરાઇ છે. ગત તા.26ના રોજ ધાનપુરના ખજૂરી ગામમાં આવી ચઢેલા એક દીપડાએ કરેલા હુમલામાં કાજલબેન નામની યુવતીનું મૃત્યું થયું હતું. મૃતકને નિયમોનુસાર સરકારની સહાય આપવા માટે વન વિભાગ કરાઇ હતી. તે બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલી સહાય આપવા માટે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, નાયબ વન સંરક્ષક આર. એમ. પરમાર તથા સહાયક વન સંરક્ષક ઋષિરાજ પુવાર ખજૂરી ગામે ગયા હતા.Read More


મુખ્યમંત્રી રૂપાણીના જન્મ દિવસે લીમડી સેવાવસ્તીમાં માસ્ક, સેનિટાઈઝર વિતરણ

દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ મિત્રો મહેશ પંચાલ, પ્રવિણ સોની, મહેશ આતરોલ દ્વારા વાલ્મિકી સમાજ અને સેવા વસ્તીમાં માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ કરાયું હતું. દાહોદ જિલ્લામાં કોરોનાએ છેક ગ્રામ્ય સ્તર સુધી પોતાની અસર બતાવી છે. ત્યારે વાલ્મિકી સેવા વસ્તીમાં જાગૃતતા આવે તે માટે મુખ્યમંત્રીના જન્મદિનેે સેવા વસતીમાં જઈ ‘દો ગજ કઈ દુરી’રાખવી, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સેનિટાઈઝરથી હાથ કેવી રીતે ધોવા તેની સમજૂતી આપી માસ્કનું વિતરણ કર્યું હતું.


દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સોશિયલ મિડિયાના માધ્યમથી આયોજન દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ, કોરોનાના કારણે બધું જ ઠપ્પ છે. ત્યારે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સોશિયલ મીડિયાના માધ્યમથી યોજાઈ હતી. સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી સુરેશભાઈ શેઠ, પ્રમુખ શોધનભાઈ શાહ અને માનદ્દ મંત્રી અંજલિ પરીખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તા.02.08.2020ને રવિવારે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી આયોજિત આ મિટિંગમાં સંસ્થાના મેનેજીંગ કમિટીના સભ્યો અને સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો જોડાયા હતા અને ગત વર્ષ દરમિયાન થયેલ કાર્યવાહી અને આગામી વર્ષમાં કરવા ધારેલા જે તે કાર્યો વિશે વિશષ ચર્ચાઓ સંપન્નRead More


દાહોદ શહેરમાં 3 દુકાનોને સીલ મારી દેવાયું

દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારમાં કે તે વિસ્તારમાં રહેતાં હોવા છતાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ મારી દેવાયું છે. ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન, કપડાની દુકાન અને અન્ય એક દુકાનને શહેરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા સીલ મરાયું છે. ગોદી રોડ વિસ્તારની ન્યુ વેરાયટી પાન કોર્નર, સતીષભાઇ ગોવિંદભાઇ રામ સ્ટોર અને ટ્રેઝર નામની ત્રણ દુકાનો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોવા છતાં ચાલુ રાખી હતી.


6 ડિસેમ્બર 1992ના રોજ ઝાલોદના કારસેવક યુવકે શહીદી વ્હોરી હતી

ઝાલોદની ગલીઓમાં આજે પણ રાજેશનું ગૌરવગાન ગુંજી રહ્યું છે અગ્રણીઓ સાથે 2 ડિસેમ્બરે અયોધ્યા જવા નીકળ્યો હતો દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST ઝાલોદ. ઝાલોદ નગર ઇતિહાસમાં આંદોલનકારી નગર તરીકે જાણીતું છે. આઝાદીની ચળવળથી લઇને કારસેવા સુધી અનેક આંદોલનમાં ઝાલોદ અગ્રેસર રહ્યું છે. ઝાલોદમાં લુહારવાડા દરજીની જમણવાડીના ખાંચામાં વર્ષો જૂના મકાનમાં રહેતા રમણલાલ સોનીના પરિવારનો ત્રીજો દીકરો રાજેશ સોની અઢારમાં વર્ષની ઉંમરે જ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા કારસેવા દરમિયાન શહીદ થતા ‘’શહીદ રાજેશ સોની’’ અમર થઈ ગયો અને ઝાલોદને પણ ગૌરવંત કરી ગયો. આઝાદીની ચળવળથી લઇ કારસેવાRead More


દાહોદના ગોદીરોડ ઉપર 151 જેટલાં લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો

દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ધન્વંતરી રથ દ્વારા ગોદીરોડ વોર્ડ નંબર 1માં સુધરાઇ સભ્ય લખન રાજગોરના કાર્યાલય પર વિસ્તારના લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. સામાન્ય તાવ તથા શરદી ખાંસી તેમજ કોરોના ના લક્ષણ હોય તેવા લોકોનું ચેકઅપ કરી દવા આપી નિદાન કરવામાં આવ્યું હતું. વિસ્તારના 151 લોકો પોતાનું ચેકઅપ કરાવી ચિંતામુક્ત બન્યા હતાં.


દાહોદ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ચાર જણાંના મોત

તોયણીમાં મોપેડ-બાઇકની ટક્કર બૈણામાં કાર ઝાડને અથડાઇ કાળીગામમાં કૂતરું આવતાં બાઇક સ્લિપ થઇ જતાં 1નું મોત દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લામા માર્ગ અકસ્માતની ત્રણ ઘટનામાં ચાર લોકો મોતને ભેંટ્યા હતાં. આ બનાવોથી મૃતકોના પરિવારમાં શોક વ્યાપ્યો હતો. સીંગવડ તાલુકાના મછેલાઇ પસાયતા ફળિયાના અમૃતભાઈ ડામોર તેમજ અન્ય એક વ્યક્તિ બાઇર પર જતા હતાં, ત્યારે દેવગઢ બારિયાના તોયણી ગામે એક વગર નંબરની એક્ટિવાના ચાલકે ટક્કર મારતાં અમૃતભાઇની સાથેના વ્યક્તિનું મોત થયું હતું. બીજી ઘટનામાં દેવગઢ બારીયા તાલુકાના આંકલી ખેડા ફળિયાના રહેવાસી જુવાનસીંગ ખેમાભાઈ બારીયાની ટાટા સફારી ગાડીમાંRead More


દાહોદ સાંસદે નર્સ-પેરામેડિકલ સ્ટાફ માટે 2300 રાખડી મોકલી

દિવ્ય ભાસ્કર Aug 05, 2020, 04:00 AM IST દાહોદ. વિશ્વભરમાં કોરોના મહામારીથી પ્રજા ત્રસ્ત થઇ રહી છે. આવા સમયે કોરોનાની બીમારીમાં સપડાતા દર્દીની રક્ષા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ ખડે પગે કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિ.ના આ કોરોના વોરિયર્સ માટે સાંસદ જશવંતસિંહજી ભાભોરે ભાવવાહી પત્ર લખી 2300 જેટલી રાખડીઓ મોકલી તેમની રક્ષા માટે પરમાત્માને પ્રાર્થના કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ‘કોરોના દર્દીઓને સાજા કરવા જાતની પણ પરવા કર્યા વગર અખંડ યોદ્ધાની જેમ ઝઝૂમી રહ્યાં છો ત્યારે આપની રક્ષા માટે રક્ષાબંધને હું પ્રાર્થના કરી આપ સૌ માટે આ રાખડીઓRead More