Sunday, August 2nd, 2020

 

કોરોના સામે લીમખેડા ગ્રાહક સહકારી મંડળીની શ્રેષ્ઠ કાર્યવાહી : મંત્રી બચુભાઇ ખાબડ

દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST લીમખેડા. લીમખેડા ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન સરતનભાઈ ચૌહાણ દ્વારા મંડળીમાં સમાવિષ્ટ શિક્ષક ભાઈ બહેનો તથા કર્મીઓને કોરોન ાસામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સરાહનીય પગલું ભર્યું છે. મંડળીના નફામાંથી 20 લાખના ખર્ચે અંદાજિત 1300ની કિંમતની તાંબાની એક બોટલ બે ગ્લાસ સેનીટાઇઝર પાંચ માસ્ક, ઉકાળાની 1500 કીટ મંડળીના સભ્યપદ કર્મીઓને વિતરણ કરી હતી. મંત્રી બચુભાઇ ખાબડ તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કીટ વિતરણનો કાર્યક્રમ લીમખેડા વિજય હોટલના સભાખંડમાં યોજાયો હતો.મંડળી દ્વારા કોરોના સામે ગુજરાત સરકારને 1,1,1111નું અનુદાન અપાયું હતું.જેને સાંસદ તથા મંત્રીએRead More


દાહોદમાં ઓગસ્ટના પહેલા જ દિવસે 30 નવા પોઝિટિવ કેસ

30માંથી દાહોદ શહેરના 17 દર્દીઓ પોઝિટિવ નોંધાયા 23 રેગ્યુલરમાં અને 7 રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ ખાતે શનિવારે પણ કોરોનાનો કહેર યથાવત રહેતા નવા 30 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાવા પામ્યા હતા. તા.1.8.’20 ને શનિવારે સાંજે જાહેર થયા મુજબ 23 રેગ્યુલર ટેસ્ટના પોઝિટિવ અને રેપિડ કીટમાં પોઝિટિવ આવેલ 7 દર્દીઓ સાથે કુલ મળીને 30 વ્યક્તિઓ નવા કોરોના પોઝિટિવ આવતા દાહોદમાં ગભરાટ ફેલાયો હતો. દાહોદ ખાતે જુલાઈ માસમાં નોંધાયેલા 500 ઉપરાંત કેસ બાદ ઓગસ્ટ માસના પ્રારંભથી જ એકસાથે 30 કેસ આવ્યા હતા. અને આગામીRead More


દાહોદના બે પોલીસ કર્મીઓની પ્રશંસાચંદ્રક માટે પસંદગી કરાઇ

LCB અને બોમ્બ ડીફ્યુઝડ સ્કવોડના હેડ કોન્સ્ટેબલની પસંદગી દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST દાહોદ. કોરોના વાયરસની વૈશ્વિક મહારામારી, તહેવાર, આંદોલનો તેમજ મહત્વના બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ તંત્ર હંમેશા ખડેપગે રહે છે. ત્યારે પોલીસની આ ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજ્યભરમાંથી પ્રશંસાચંદ્રક એનાયત કરવા માટે 110 પોલીસ અધિકારી, કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દાહોદના બે પોલીસ કર્મચારીઓની પસંદગી કરી હતી. જેમાં દાહોદ એલ.સી.બી.માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કરણભાઇ બચુભાઇ ડામોર તથા દાહોદ બોમ્બ ડીફ્યુઝડ સ્કવોર્ડમાં હેડRead More


અનલોક-4ના પહેલા જ દિવસે દાહોદ ફરી એકવાર ધમધમ્યું

આશરે 4 મહિને ફરી એકવાર બજારો ધમધમતા થયા હતા માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મ‌ળ્યા દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST દાહોદ. સરકારના નવા જાહેરનામા મુજબ તા.1-8-’20 થી અનલોક-4 લાગુ થયું છે અને તેમાં હવે લોકો જે તે ક્ષેત્રમાં વધુ છૂટ મળવા સાથે પુન: પોતાના વ્યસાય કરી શકે તે માટેની વિવિધ સ્તરીય છૂટછાટો આપવામાં આવી છે. અનલોક-3 ના એક જ મહિનામાં દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છેત્યારે અનલોક- 4 માં અપાયેલ છૂટછાટોના પહેલા જ દિવસે જોગાનુજોગ તા.1 ઓગષ્ટે જ બકરી ઇદનું પર્વ હોઈ દિવસભરRead More


ભથવાડાથી જીપમાં લઇ જવાતા1 લાખના દારૂ સાથે રાજસ્થાનના બેની ધરપકડ

દારૂ, 2 મોબાઇલ, બોલેરો, રોકડ મળી 5.14 લાખનો મુદ્દામાલ જપ્ત રાજસ્થાનથી દારૂ ભરી ડાકોર તરફ લઇ જવાતો હતો : બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જના ડીઆઇજી દ્વારા અસરકારક કામગીરીના હુકમ અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ નાયબ પો.અધિ. લીમખેડાના સીધા માર્ગદર્શનમાં દે.બારિયા સિનીયર પોલીસ સબ ઇન્સ્પેર્કટર એન.જે.પંચાલને પ્રોહી અંગેની બાતમી મળી હતી કે ઝાલોદ-લીમડી તરફથી એક આરજે-09-જીસી-4048 નંબરની બોલેરોે પીકઅપ જીપમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડાકોર તરફ જવાના છે. જેના આધારે શનિવારના રોજ દેવગઢ બારિયા પોલીસ મથકના એ.પો.કો. વસંતકુમારRead More


વીજ ચોરી માટેના લંગર ઝડપાતા કાર્યવાહી : વીજકર્મીઓ પર હુમલો

થાળા ગામે એક જ પરિવારના ચાર ઇસમોએ હુમલો કર્યો જપ્ત કરેલા લંગરના વાયરો કર્મીના હાથમાંથી ઝુટવી લીધા દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST દાહોદ. મધ્ય ગુજરાત વિજ કંપનીની પેટા વિભાગીય કચેરી ઝાલોદના જુનીયર એન્જીનીયર ધવલકુમાર બેરાવત તથા સ્ટાફના મિલનકુમાર ધુળાભાઇ શ્રીમાળી, નરેશભાઇ લાખાભાઇ બામણીયા, રામસીંગભાઇ પ્રતાપભાઇ અમલીયાર, અશ્વિનભા જાલુભાઇ ભાભોર તથા બે ગાડીઓના ડ્રાઇવરો પંકજકુમાર ચતુરભાઇ સંગાડા તથા ફારૂખભાઇ રસીદભાઇ ટીમ્બીવાલા 11 કે.વી., કદવાળ એમ.જી.ફીડર અને તેને ક્રોસ થતી હળવા દબાણની એલ.ટી. લાઇનની કામગીરી કરવા માટે ગયા હતા. ત્યારે થાળા ગામે રામદેવ ફળીયા ઉપર એલ.ટી. લાઇન ઉપર વીજRead More


સંજેલીમાં એક પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની દોડધામ

દિવ્ય ભાસ્કર Aug 02, 2020, 04:00 AM IST સંજેલી. દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં મસ્જિદ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ સત્તારભાઈ જર્મનનો ગોધરા ખાતે કરાવેલો કોરોનાનો રિપોર્ટ તા. 1ઓગસ્ટને શનિવારના રોજ પોઝિટિવ આવતા 108ની મદદથી દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સંજેલી સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ મસ્જિદ ફળિયામાં ખાતે દોડી આવ્યો હતો. તેમજ આસના રહીશોનું થર્મલ ગનથી તપાસ હાથ ધરી અને સર્વેની કામ ગિરી શરૂ કરી છે.