Thursday, July 30th, 2020

 

લીમડીમાં બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. ઝાલોદ તાલુકાના લીમડી ગામના કરંબા રોડના રહેવાસી 65 વર્ષિય રમેશચંદ્ર જૈન સવારના 10.30 વાગ્યાના અરસામાં પોતાની દુકાનેથી ઘર તરફ પગપાળા આવી રહ્યા હતાં. તે વખતે પુરપાટ આવતાં મોટર સાઇકલના ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. રમેશચંદ્રને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પૂત્ર રવીકુમારની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


આચાર્યની રીસોર્સ પર્સન તરીકે વરણી

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, અર્થાત્ ટીચર્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વૈદિક ગણિતની ઉપયોગિતાના પ્રચાર-પ્રસાર માટે તથા તેનું સંધાન વર્તમાન ગણિત પદ્ધતિ સાથે સાધી વર્તમાન જીવનમાં વૈદિક ગણિતનો ઉપયોગ સ્થાપવાના પ્રયાસ થયો છે. જેમાં વૈદિક ગણિતનો સર્ટીફીકેટ કોર્સ આરંભાતા તેના રીસોર્સ પર્સન તરીકે દાહોદ લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય ડો.જોશીની પસંદગી કરી છે.


રંધીકપૂરમાં મનરેગાના શ્રમિકોના નાણાં પોસ્ટમાંથી બારોબાર ઉપડતાં ફરિયાદ

સિંગવડ તાલુકામાં કાગળ પર કેટલ શેડ બનાવી લાખોના કૌભાંડની શંકા દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST લીમખેડા. રંધીકપુર ગામના પચાસ કરતાં પણ વધુ શ્રમિકોના નરેગા યોજના અંતર્ગત જમા થયેલા નાણાં સરપંચના અંગત મનાતા વિનોદ બારીયા નામના યુવકે પોસ્ટ ખાતામાં બોગસ ખાતું ખોલાવી બારોબાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ કરતા ચકચાર મચી છે. સીંગવડ તાલુકાના રંધીકપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તથા તેમના મળતિયાઓ દ્વારા નરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરી શ્રમિકોના પોસ્ટ ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી કૌભાંડ આચર્યું હોવાની લેખિત ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવીRead More


દાહોદ જિલ્લો નવા 33 કેસ સાથે 500ને પાર, 302 કેસ હાલમાં પણ એક્ટિવ

કોરોનાના કેસમાં દાહોદ જિલ્લાે પંચમહાલ, મહિસાગરથી આગળ નીકળ્યો શહેરના 26, ઝાલોદ 3 , ડુંગરી 1,પેથાપુર 1, મંડોરના 2 કેસ , 445 રિપોર્ટ પેન્ડિંગ , કુલ કેસ 529, કોરોનાથી 4ના મોત, પોઝિટિવ હતા પણ મૃત્યુ પામેલાનો આંકડો 30 દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરના 26 કેસ સાથે કોરોનાના વધુ નવા 33 પોઝિટિવ કેસો બુધવારે જાહેર થતાં જ શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 529 દર્દીઓ પૈકી ફક્ત દાહોદ શહેરના જ 397 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા દાહોદ શહેરમાં લોકો ભયથી કાંપીRead More


દાહોદ ગરબાડાના લાયઝનની મુલાકાત

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST ગરબાડા. બોરીયાળા, સાહડા અને જાંબુઆ સી.આર.સી.ની શાળાઓમાં પ્રાથમિક શિક્ષક કે શિક્ષિકાને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે આજે ડાયટ દાહોદ અને ગરબાડાના લાયઝન ફતેસીહ ગણાવાએ માર્ગદર્શન આપ્યું હતું.


દાહોદના સહકાર નગરમાં હનુમાનજી મંદિરમાં ચોરી

મુગુટ સહિત 10 હજારના મુદ્દામાલની ચોરી દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરમાં હનુમાનજી મંદીરને નીશાન બનાવીને તસ્કરો મુગુટ સહિત 10 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગાય હતાં. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેરના સહકાર નગર પાસે હરિવાટીકા સ્થિત ગૌશાળામાં આવેલા હનુમાન મંદીરને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતું. મંદીરની જાળીનું તાળુ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી ચાંદીના સિક્કા, ચાંદીની મૂર્તિ, પાંચ હજાર રૂપિયા, જમીનના કાગળો તેમજ હનુમાનજીનું 200 ગ્રામ વજનનું ચાંદીનું મુગુટ, મંદીરના મહારાજ ભરતદાસજી સાધુનાRead More


છાત્રોને ઘરે જ શિક્ષણ મળે માટે આચાર્યો સાથે DOની ઇ-બેઠક

યોજાયેલાં વેબિનારમાં 300 આચાર્યો જોડાયા દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઇ મેડાએ સોશિયલ મિડિયાના માધ્યમ થકી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચી રહે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં આધાર ડાયસ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, દરેક વિદ્યાર્થીને પાઠયપુસ્તકો મળી ગયા છે તે સુનિશ્ચિંત કરવું, વૃક્ષારોપણનો કાર્યક્રમ શાળામાં હાજર શિક્ષકોને યોજવા, વિધાર્થીઓ અને વાલીઓને સોશિયલ મિડિયાથી જાણ કરી ખેતરમાં કે ઘરના વાડામાં વૃક્ષારોપણRead More