Wednesday, July 29th, 2020
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ કરી
દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ને નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ માર્યું હતું
દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ફિઝિકલ ફાઇલિંગની કામગીરી 4 ઓગસ્ટથી શરૂ
કોર્ટ સંકુલમાં પ્રવેશ સમયે માસ્ક, સામાજિક અંતરના નિયમનું પાલન થશે દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લા હેડકવાર્ટર ખાતેની તમામ કોર્ટો, ફેમીલી કોર્ટ અને તાબાની તમામ તાલુકા અદાલતોમાં તમામ પ્રકારના કેસોના ફિઝિકલ ફાઇલીગની કામગીરી આગામી 4 ઓગષ્ટથી શરૂ થશે. તેનો સમય સવારે 11થી ર વાગ્યા સુધીનો રહેશે. દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે. ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના તા. 27 જુલાઇના પરિપત્રથી તમામ પ્રકારના કેસોનું ફિઝિકલ ફાઇલીંગ કરવાનો આદેશ કર્યો છે. તદઅનુસાર આ કામગીરી તા. 4 ઓગષ્ટથી શરૂ થશે અને તેનો સમય સવારના 11થીRead More
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાથી દાહોદ આવવાના અંતરિયાળ માર્ગો બંધ કરાયા
રસ્તાઓ પર માટીના ઢગ કરાયા, ગુજરાતના ફેરિયાઓને મ. પ્ર. પ્રવેશ પર પ્રતિબંધ દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતાં દાહોદ પ્રવેશવાના તમામ અંતરિયાળ માર્ગો ઉપર માટીના ઢગ કરીને માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ સાથે દાહોદથી વેપાર અર્થે વિવિધ માલ સામાન લઇને ઝાબુઆ જિલ્લામાં જતાં ફેરિયાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવા વેપારીઓ ધ્યાનમાં આવતાં તેમને પાછા કાઢી રહ્યા છે.દાહોદની સરહદ ઉપર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ટોડી ગામમાં એક સાથે છ કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ મામલેRead More
33 ધન્વતંરિ રથ સાથે 48 મેડિકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશ
દાહોદમાં આરોગ્ય તપાસણી શરૂ કરાઇ દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે 33 ધન્વતંરિ રથ સાથે 48 મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. શહેરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તોRead More
દાહોદના ઇન્દોર રોડ ઉપર બેન્ક-શાળામાં ચોરીનો પ્રયાસ
CCTV ફુટેજમાં કેમેરામાં મોઢે રૂમાલ બાંધેલા ચોરો દેખાયાં દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. ઇન્દોર રોડ ઉપર આવેલી ધી દાહોદ મર્કન્ટાઇલ કો.ઓ.બેન્ક લી. દાહોદની શાખાના સ્ટાફ તથા પ્યુન મોઇનુદ્દીન સલીમુદ્દીન કાજી શુક્રવનારના બપોરના 3 વાગે બેન્કના શટરને લોક મારી પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ બેન્કના શટરના તાળા તોડી શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી બેન્કના અંદરના લોકર રૂમનું તાળુ તોડી નાખી અંદર મુકી રાખેલા ડોક્યુમેન્ટ અસ્તવ્યસ્ત કરી તેમજ નોટ ગણવાનુRead More
દાહોદમાં કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન શરૂ
દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવાની સૂચના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આપી છે. પાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, બે જેટલિંગ મશીન સાથે 6 કર્મયોગીઓ તથા એક ફાયર ટેન્ડર સાથે 3 કર્મયોગીઓ આ કાર્ય સતત કરી રહ્યા છે. ગોવિંદ નગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કર્યા છે.
દાહોદ જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી સહિત 38 પોઝિટિવ
સક્રમિતોમાં બે તબીબનો સમાવેશ, 4 દિવસમાં જ 138 કેસ નોંધાયા, કુલ 492 દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. મંગળવારે પણ એકસાથે 38 નવા કેસ સાથે છેલ્લા ચાર જ દિવસમાં કુલ મળીને 138 કેસ નોંધાયા. દાહોદમાં ચોથા દિવસે પણ 25થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભયનું લખલખું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે તા.21ના રોજ દાહોદમાં 39 કેસ નોંધાયા હતા. જયારે કે તા.28ને મંગળવારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સહિત 38 કેસ આવતા મંગળવાર ફરી એકવાર અમંગળ નીવડ્યો હતો. દાહોદમાં તા.28 જુલાઈના રોજ કેદારભાઈ નગદી, ર્ડા. રમેશભાઈ પહાડીયા,Read More
બારિયા તાલુકામાંથી 3 સ્થળેથી રૂા.2.35 લાખનો દારૂ ઝડપાયો
કાલીયાકુવા, ભથવાડા ટોલનાકાથી પોલીસે પાંચની ધરપકડ કરી કાલીયાકુવામાં ખેપિયો બાઇક ફેંકી ફરાર, કુલ રૂા.6,17,652નો મુદ્દામાલ જપ્ત દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. દેવગઢ બારિયા તાલુકામાંથી પોલીસે ત્રણ સ્થળેથી વાહનોમાં હેરાફેરી કરતો 2,34,720નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ 6,17,652 રૂ.ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી હતી. દેવગઢ બારિયાના ભથવાડા ગામે કારમાં તલાશી લેતા શીટના ભાગે તથા પાછળની ડીકીના ભાગેથી વિદેશી દારૂની 35 પેટી જેમાં પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ 1680 જેની કિંમત 1,68,000ની મળી આવી હતી. બે ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસને જોઇ દારૂ સાથે બાઇક ફેંકી ભાગીRead More
દાહોદના કરંબામાં બેભાન કરીને પકડેલા દીપડાના શરીરે ઘા જોવા મળતાં આશ્ચર્ય
સંજેલી વનવિભાગને દીપડાનું રેસ્ક્યૂ કરવામાં સફળતા, દીપડાના માથે, કમરે અને પગે ઇજા મળી બે યુવક ઉપર હુમલા બાદ ઓપરેશન હાથ ધરાયું હતું, દીપડો પકડાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે બપોરના સમયે સાયણ ફળિયામાં ખેતરમાં કામ કરતા કૃપાલભાઈ ભાભોર તેમજ ચેતનભાઇ વસુનિયા ઉપર દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યા હતાં. ઘાયલોને દવાખાને ખસેડી આ ઘટનાની જાણ થતાં સંજેલી વિભાગના રેન્જ અધિકારી આર જે. વણકરને જાણ થતાં 12 વન કર્મીનો કાફલો ધસી ગયો હતો. દીપડાને પકડવાના ઓપરેશન દરમિયાન લોકોનું ટોળુRead More
દાહોદમાં જમાલી સ્કૂલને કોવિડ-19માં તબદીલ કરવાની માગ
સંક્રમિત લોકોને રાખવા માટે આયોજન દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. શહેરમાં કોરોનાનું સંક્રમણ બેહદ વધ્યુ છે. દરેક વર્ગનો વ્યક્તિ તેનો ભોગ બની રહ્યો છે ત્યારે દાઉદી બોહરા સમાજના સંક્રમિત લોકોને રાખવા માટે જમાલી સ્કુલને કોવિડ સેન્ટર બનાવવા માટેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી છે. દર્દીઓને સારવાર આપવાની બાંહેધરી પણ આપવામાં આવીદાઉદી બોહરા જમાઅત અંજુમને મોહંમદી દ્વારા મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને ઉદ્દેશીને કરેલી અરજીમાં જણાવ્યુ હતું કે, દાહોદ શહેરમાં કોવિડ-19નો વ્યાપ વધતો જાય છે. આ રોગનો સંક્રમિત દર્દી દ્વારા ઝડપી ફેલાવો થાય છે. ભારત સરકારના આરોગ્ય અનેRead More