Sunday, July 26th, 2020

 

દાહોદ જિલ્લામાં કોરોના મામલે દેખરેખ માટે સચિવની નિમણૂંક કરાઇ

દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:42 AM IST દાહોદ. શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લાના વહિવટી તંત્રને માર્ગદર્શન પુરૂ પાડવા અને સુપરવિઝન માટે રાજ્ય સરકાર દ્વારા સચિવની નિમણુંક કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારે સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારાલેવામાં આવેલા પગલા, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહિવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા માટે હાઉસિંગ અને નિર્મલ ગુજરાતના સચિવ લોચન શહેરાની નિમણુંક કરવામાં આવી છે. આ હુકમ થતાં સચિવ લોચનRead More


ફતેપુરામાં મહિલાઓએ ઘરે જ જીવંતિકા વ્રતની ઉજવણી કરી

કોરોનાના વધતા કેસોને લઇ ડરનો માહોલ દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:38 AM IST ફતેપુરા. દેશ દુનિયા સહિત ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કોરોનાએ મહામારી ફેલાવી છે. ત્યારે તેનાથી દાહોદ જીલ્લો પણ બાકાત રહ્યો નથી. દિન પ્રતિ દિન કોરોના વધતા જતા કેસોને લઇને સૌ કોઇમા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઼ માતાજીના માત્ર દર્શન કરી સંતોષ માણ્યો દર વર્ષે શ્રાવણ માસમાં મહિલાઓ આજના દિવસે સજી ધજી લાલ કપડા પહેરી પૂજાનો થાળ સજાવી અંબાજી મંદિર પરિસરમાં સવારથી જ માઁ જીવંતિ વ્રતની ઉજવણી કરે છે. ત્યારે કોરોના સક્રમણનો શિકાર નRead More


બારિયામાં ફરાસ ખાનાના ગોડાઉનમાંથી ચાર્જિંગમાં મુકેલા બે મોબાઇલની ચોરી

મોબાઇલ ચોરતાં સુલીયાતના નોકર સીટીટીવીમાં કેદ દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST દાહોદ. દેવગઢ બારિયાના જાની ફળીયામાં રહેતા અને મંડપ ડેકોરેશનનો ધંધો કરતાં રાજેન્દ્રસિંહ ચૌહાણે તા.22 જૂલાઇએ રાત્રીના 10.30 વાગે વિવો કંપનીનો મોબાઇલ મંડપ ડેકોરેશન મુકવાના ગોડાઉનમાં ચાર્જીંગમાં મુક્યો હતો. ત્યારે તેમના નોકર હીતેશ ડામોરે પણ તેનો ઓપોનો મોબાઇલ ગોડાઉનમાં ચાર્જીંગમાં મુક્યો હતો. રાજેન્દ્રસિંહ ચૌહાણે ઘરે જતા રહ્યા હતા. ગોડાઉન ઉપર તેમના નોકરો તથા પાર્ટનર ઉત્કર્ષ સુભાષચંન્દ્ર પરીખ ઉંઘી રહ્યા હતા. દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચાર્જીંગમાં મુકેલો રાજેન્દ્રભાઇનો 12,000 તથા નોકરRead More


સંજેલીના વેપારીને કોરોના પોઝિટિવ, દુકાનોમાં ચેકિંગ

દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST ​​​​​​​સંજેલી. મથકેે શોપિંગ સેન્ટરમાં ઈલેક્ટ્રીક સર સામાનની દુકાન કરતા દાઉદભાઈ મીઠા મુલાવાળાને શુક્રવારે પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્યનો સ્ટાફ દોડતો થયો હતો જ્યાં તેમની દુકાન આવેલી છે તે દુકાન અને વિસ્તારનું ચેકીંગ શરૂ કર્યું હતું. દાઉદભાઈ કેટલાય દીવસથી દાહોદ જ હતા તેવું જાણવા મળવ્યું છે.


ગરબાડામાં મેઘો રીઝ્યો, દાહોદમાં માત્ર સામાન્ય છાંટા

ધાનપુર તાલુકામાં અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યો દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લામાં શનિવારે ધાનપુર અને ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી. જ્યારે દાહોદ શહેરમાં બપોરના સમયે માત્ર સામાન્ય છાંટા બાદ વરસાદ ગાયબ થઇ ગયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ હાથ તાળી દેતો હોય તેવું લાગતું હતું. વરસાદ દર્શન દઈને જતો રહેતો હોય જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને મકાઈ જેવા પાક સારો એવો ઉછરી પણ ગયો હતો. સામાન્ય છાંટા બાદ મેઘરાજા આકાશમાં અદ્રષ્ય થઇ ગયાજિલ્લામાં કેટલા સમયથીRead More


દાહોદ જિલ્લામાં 8 મહિલા, 17 પુરુષ સહિત 25 પોઝિટિવ કેસ

સંક્રમિતોમાં 50થી 85ની ઉમરના 10 જ્યારે 17થી 49 ઉમરના 15 દર્દી દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લામાં શનિવારે પણ 25 નવા કેસો સાથે શહેર અને જિલ્લામાં સતત વધતા કેસને લઈને હાહાકાર મચ્યો છે. આ સાથે નવા 25 પોઝિટિવ કેસો સાથે કુલ આંકડો 394 સુધી પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં 237 એક્ટીવ કેસ રહેવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં શનિવારે શહેરના ખેરુનબેન ઢીલાવાલા, યુસુફભાઈ ટ્રંકવાલા, મન્નાનભાઈ મંડોરવાલા, કનૈયાલાલ પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ બેન્કર, અબ્દુલભાઈ શેખ, આશિષ બામણિયા, ઉમ્મેહાની ચુનાવાલા, પૂર્વાબેન ત્રિપાઠી, સરલાબેન દરજી, નવલસિંહ પ્રજાપતિ, સુભદ્રાબેન પ્રજાપતિ, નૈનેશ પરમાર, રાહુલ પરમાર,Read More


ગરબાડા તાલુકામાં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો

દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST દાહોદ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૧ વન મહોત્સવ ઉજવણી અંતર્ગત બોરીયાલા અને સહાડા ગામે પ્લાન્ટેશનની કામગીરી ત્યાંનાં લોકોને સાથે લઇ કરી છે ગ્રામ બોરીયાલા અને સાહાળામાં ૧૦૦થી વધુ છોડ રોપવાની કામગીરી કરી હતી.


દાહોદના નાના ડબગરવાડમાં બે કોમ વચ્ચે ધિંગાણું : 21 સામે ફરિયાદ

તલવાર, પાઇપ ઉછળ્યા, ચારને ઇજા : સાતની ધરપકડ કરાઇ દિવ્ય ભાસ્કર Jul 26, 2020, 04:00 AM IST દાહોદ. શહેરના નાના ડબગરવાડમાં શુક્રવારની રાત્રે બે કોમના છોકરાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકતા એક ચોક્કસ કોમના 20થી વધુના ટોળાએ શસ્ત્ર તલવાર, હોકી, પાઇપ, લાકડી જેવા મારક હથિયારોથી હુમલો કરી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે 21 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો હતો. દાહોદ શહેરના ડબગરવાડમાં કોરોનાના કેસો નોંધાતા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારને પતરા મારી સીલ કરવામાં આવ્યો છે. ત્યારેRead More