Saturday, July 25th, 2020
એક જ પરિવારની 3 પેઢી કોરોનાગ્રસ્ત, દાહોદ ઝાયડસ કોરોના હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
શુક્રવારે પરોઢિયે વચલી પેઢીના કોરોનાગ્રસ્ત પ્રૌઢનું અવસાન દિવ્ય ભાસ્કર Jul 25, 2020, 04:00 AM IST દાહોદ. ઝાયડસ ખાતે ચાલતા કોવિડ વોર્ડમાં દાહોદના એક જ પરિવારની ત્રણ પેઢીઓ સારવાર હેઠળ આવ્યા બાદ વચ્ચેની કડીનું શુક્રવારે સવારે અવસાન થયું હતું. દાહોદના 88 વર્ષીય કાંતિલાલ દરજી કોરોનાના દર્દીને હોય તેવી ફરિયાદોથી દાહોદની ઝાયડસમાં બતાવવા આવતા ટેસ્ટ કર્યા બાદ ગુરુવારથી અત્રે દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી કાંતિભાઈનો રિપોર્ટ હજુ આવવાનો બાકીતો આ પૂર્વે કાંતિભાઈના પ્રૌઢ વયના પુત્ર ચંદ્રકાંતભાઈ દરજી ચાર દિવસ અગાઉ તા.20ના રોજ કોરાના પોઝિટિવ દર્દી તરીકે જાહેર થયા પૂર્વે તા.17 જુલાઈથીRead More
દાહોદમાં 5 જ દિવસમાં 125 દર્દીઓ નોંધાયા, શુક્રવારે કોરોનાના 18 કેસ : કુલ 369
દિવ્ય ભાસ્કર Jul 25, 2020, 04:00 AM IST દાહોદ. શુક્રવારે પણ દાહોદમાં કોરોના પોઝિટિવ 18 નવા દર્દીઓ નોંધાયા હતા. છેલ્લા એક સપ્તાહથી બે આંકડામાં દર્દીઓ નોંધાતા લોકોનો ભય ચરમસીમાએ પહોંચ્યો હતો. તા.24ને શુક્રવારે દાહોદમાં મિલન દોશી, નિલેશ કડકીયા, મોહમ્મદ ઈકબાલ શેખ, કૈલાશચંદ્ર ખંડેલવાલ, પ્રકાશભાઈ રામચંદાની, કલ્યાણદાસ રામચંદાની, ભાનુપ્રકાશ શાહ, મનિષાબેન શાહ, અનિલભાઈ દોશી મુકુંદભાઈ કામલે, પંકજભાઈ વણઝારા, માધવી શાહ દશરથભાઈ ડામોર, હરેન્દ્રભાઈ શાહ, મુબિનાબેન હોંશિયાર, દાદુભાઇ મુલ્લામીઠાવાલા, સુનિલભાઈ લખારા અને ફારૂક ભરિયારા નવા કોરોના પોઝિટિવ દર્દીઓ તરીકે જાહેર થયા હતા. શુક્રવારે 199 સેમ્પલો પૈકી 181 નેગેટિવ અને 18 કોરોના પોઝિટિવRead More