Wednesday, July 22nd, 2020

 

દાહોદમાં માજી નગરપ્રમુખ સહિત 26 કેસ, પંચમહાલમાં 355, દાહોદમાં 320, મહિસાગર જિલ્લામાં કુલ 288

પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો મોટો થતાં તંત્ર સક્રિય લોકલ સંક્રમણ વધ્યું દાહોદમાં માત્ર બે જ દિવસમાં 65 પોઝિટિવ નોંધાયા, 26 પૈકી 24 દર્દીઓ દાહોદ શહેરના દિવ્ય ભાસ્કર Jul 23, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ ખાતે બુધવારે પણ કોરાનાનો 26 કેસરૂપી વિસ્ફોટ સર્જાયો હતો. માત્ર છેલ્લા પાંચ દિવસમાં જ કુલ મળીને 105 કેસ નોંધાતા લોકોમાં ગભરાટનું મોજું સર્જાયું હતું. કુલ મળીને 26 નવા કેસ જાહેર થવા સાથે કુલ આંક 320 પર પહોંચી ગયો છેબુધવારે સાંજે દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના કુલ મળીને 26Read More


દિવાસાની ઉજવણીને દાહોદ શહેરમાં કોરોનારૂપી બ્રેક લાગી

લોકોએ ઘેરબેઠાં જ શ્રદ્ધાભેર દિવાસોનું પારંપરિક વ્રત ઉજવ્યું દિવ્ય ભાસ્કર Jul 23, 2020, 04:00 AM IST દાહોદ. સોમવારે દાહોદમાં અનન્ય શ્રધ્ધા સાથે દિવાસો પર્વની ઉજવણી થઇ હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં બહુધા દાહોદવાસીઓએ ઘરે રહીને જ પોતાની શ્રદ્ધા મુજબ દશામાની સ્થાપના કરી હતી. તો અમુક લોકોએ નજીકના દેવસ્થાનોમાં જઈને શ્રદ્ધાપૂર્વક પૂજા – આરાધના કરી હતી. દિવાળીના પાવન પર્વને આ દિવસથી હવે 100 દિવસ બાકી રહેતા હોઈ લોકો આ પર્વ નિમિત્તે પૂજા બાદ ઘરે પારંપારિક રીતે કંસાર બનાવીને આરોગે છે. કિવદંતી અનુસાર તમામ સો દિવસ કોઈને કોઈ નાનું મોટું પર્વ નિર્ધારિતRead More


દાહોદમાં 1 ઓગસ્ટ સુધી દુકાનો બપોરે 2 સુધી જ ખુલી રહેશે

દિવ્ય ભાસ્કર Jul 23, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. નગરમાં પણ કેસો વધતાં નગર પાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા 1 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ સલામતીના ભાગરૂપે ખોલવાનો નિર્ણય કરાયો હતો. જેથી લોકો સવારથી ખરીદી કરવા લાઇનમાં ઊભા રહેતાં જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યાે હતાે. પાલિકા તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર દુકાનો ચલાવનાર સામે કાર્યવાહી કરાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ફરસાણની હોટલોને સીલ કરવામાં આવી હતી સાથે માસ્ક વિના બિન્દાસ્ત ફરતા લોકો સહિતRead More


દાહોદમાં શ્રાવણ, દશામાંના વ્રતથી ભક્તિમય માહોલ

ભક્તોએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન શંકરની પૂજા અર્ચના કરી દિવ્ય ભાસ્કર Jul 22, 2020, 04:00 AM IST ફતેપુરા. દાહોદ જીલ્લા આજરોજથી શરૂ થયેલ શ્રાવણ માસને લઇને ઠેર ઠેર શિવાલયોમા ભકતો ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા ઉમટી આવેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ શિવાલયો જય જય ભોલે હર હર મહાદેવના નાંદ સાથે ગુંજી ઉઠયા હતા.  દાહોદ જિલ્લાની પ્રજાએ પણ પવિત્ર શ્રાવણ માસને લઇને ભકતોએ મહાદેવની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચઢાવી મહાદેવને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. આ સાથે શ્રાવણ માસની શરૂઆતની સાથે દશા માતાના વ્રતને લઇને પણ માઇ ભકતોએ માંRead More


દાહોદ સરકારી ઇજનેરી કોલેજમાં 120 પથારીનું કોવિડ કેર સેન્ટર બનાવાયું

પોલીટેકનિક હોસ્ટેલમાં 120, ખરેડીની એકલવ્ય મોડેલ રેસિડન્સીમાં 150 બેડની સુવિધા સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં 200 પથારી કોરોનાના દર્દીઓ માટે રખાશે દિવ્ય ભાસ્કર Jul 22, 2020, 04:00 AM IST દાહોદ. કોરોના વાયરસના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં ઝાલોદ રોડ પર આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે 120 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડે એવા સંજોગોમાં દેવગઢ બારિયામાં 300 બેડ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ મળી 1400 બેડ તૈયાર રાખવાનુંRead More