Wednesday, February 5th, 2020

 

દાહોદની સરકારી મહિલા I.T.I. ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ૯૦૦ ઉમેદવારોને નોકરીની મળી તક

ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો સરકારી મહિલા ITI, દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા યોજવામાં આવ્યો હતો. ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ૯૦૦ ઉમેદવારોને નોકરીની તક મળી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-ઉમેદવારોને મહાનુભાવો દ્વારા સ્વરોજગારી બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ જણાવ્યું કે, જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯માં જિલ્લામાં ૧૮ ઔધોગિક ભરતી મેળામાં ૨૬૩૧Read More


ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ના સહયોગથી દાહોદ જિલ્લાના લીમખેડાની સરકારી I.TI.માં સ્માર્ટ કલાસનું નિર્માણ

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ યોગદાન આપવું જોઇએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીનો ખ્યાલ આ વિચારમાંથી જ આવ્યો છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ની દાહોદ શાખા દ્વારા આ વિચારને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવ્યો છે અને સરકારી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઉપરાંત મહિલાઓના સ્વનિર્ભર થવા માટે પણ સહાય કરીને સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સહાયથી લીમખેડાના સરકારી I.T.I.માં સ્માર્ટ કલાસ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રીકRead More


માસૂમ અને કૂમળા બાળકોને આરોગ્યનું અભય વચન : દાહોદ જિલ્લામાં સાડા સાત લાખ બાળકોના આરોગ્યની થઇ ચકાસણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બાળક રોગ નિષ્ણાંતમાં ૭૭૩, આંખ રોગ માટે ૬૦૭, દંતરોગ માટે ૭૮૮, ચર્મરોગ માટે. ૭૯૫, ઇએનટી માટે ૨૦૬ બાળકોની સારવાર હ્રદય રોગના ૪૦ જેટલા, કિડનીના ૧૧ અને કેન્સરના ૯ બાળ દર્દીઓ મળી આવ્યા, આવા ગંભીર રોગની સાવ વિનામૂલ્યે થઇ રહેલી સારવાર દાહોદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માસૂમ અને કૂમળા બાળકો માટે આરોગ્યના અભય વચન સમાન સાબિત થઇ રહ્યો છે. જિલ્લાના નવેય તાલુકાના કુલ મળી ૭,૬૩,૧૮૬ બાળકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે. ૬૫૫ જેટલા ગામોને તેમાં આવરીRead More