January, 2020

 

🅱ig 🅱reaking Dahod :દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર તેમજ ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 5 લોકો ના મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  બિગ બ્રેકીંગ દાહોદ : દાહોદ જિલ્લાન મુખ્ય મથક દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર તેમજ ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રેક્ટ તેમજ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 5 લોકો ના મોત. 15 લોકો ઇજાગ્રસ્ત. ઝાયડ્સ હોસ્પિટલમાં મજૂરીનું કામ કરતા લોકોને લઈ ટ્રેકટર તેમના રૂમ પર જતું હતું. તે દરમિયાન સર્જાયો અકસ્માત. પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ટ્રેકટરને ટક્કર મારતા ઘટના સ્થળે 5 લોકોના થયા મોત. અન્ય 15 ઇજાગ્રસ્તો ને સારવાર માટે દવાખાને ખસેડાયા.


🅱reaking Dahod : દાહોદમાં પણ સમગ્ર ભારતની જેમ બેંકોની હડતાલ સફળ.

દાહોદમાં પણ સમગ્ર ભારતની જેમ બેંકો ની હડતાલ સફળ. સમગ્ર ભારતમાં આજે બેંકોની હડતાલ છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ બેંકો ની હડતાલ નો પડઘો પડ્યો છે . લોકોના રોજિંદા કામકાજો પાર અસર વર્તાઈ છે. બેન્કના કર્મચારી ઉમંગ શાહ સાથે વાતચીત કરી ને પુછપરછ કરી કે હડતાલ નો હેતુ શુ છે ? ત્યારે તેઓ એ જણાવ્યું કે બેન્ક કર્મચારીઓ ને અઢી વર્ષથી 11મુ વેતન પંચ જે 14% મળવું જોઈએ તે સરકારે 12% આપવાની વાત કરી છે તે બાબતે અમારો વિરોધ છે. બીજું પેંશન જે જુના કર્મચારીઓ ને મળે છે તેજ સ્કીમRead More


ત્રિદિવસીય પોષણ અભિયાનના પ્રથમ દિવસે દાહોદના જાલતમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ સહભાગી બન્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બે માસમાં દાહોદ જિલ્લાના તમામ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા સૌ સાથે મળી કામ કરે : રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ દાહોદ જિલ્લામાં શરૂ થયેલા ત્રિદિવસીય પોષણ અભિયાનના પ્રથમ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ જાલત ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને તેમણે આંગણવાડીના કુપોષિત બાળકને પોતાનું સ્વજન સમજી દરકાર કરવાની લોકોને અપીલ કરી હતી. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વથી રાજ્ય સરકારે કુપોષિત બાળકોની ગંભીર ચિંતા કરી પોષણ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે, બાળક આંગણવાડીમાં નિયમિત જાય, તે પૂરતો ખોરાક લે, ઘરે જઇ પણ પોષણયુક્તRead More


કુપોષણ નાબુદ કરવા જનભાગીદારી અનિવાર્ય – ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન અમૃતભાઇ પટેલ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ત્રિદિવસીય પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા  રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ આણવા ત્રિદિવસીય પોષણ અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં ગામે ગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રિદિવસીય અભિયાનના પ્રથમ દિવસે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન અમૃતભાઇ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોષણ અદાલત જેવા નાટક અને પોષણને લગતા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મહાનુભાવોએ પ્રાંસગિક ઉદબોધનો દ્વારા લોકોને પોષણ બાબતે સમજ આપી હતી અને મજબુત સમાજના નિર્માણની તક ઝડપીRead More


🅱️reaking : દાહોદના બોરખેડાના સરપંચને ₹.15,000/- ની લાંચ માંગતા ACB એ ઝડપી પાડયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લામાં લેફ્ટ આઉટ બેનીફિસરીઝમાં બાકી રહેલા શૌચાલયના બાંધકામના કોન્ટ્રાક્ટર પાસે ચેક આપી ₹. ૧૫,૦૦૦/- ની લાંચ લેતા બોરખેડાના સરપંચ અને તેના મળતીયાને રંગે હાથ ACB એ ઝડપી પાડ્યા. ફરીયાદીના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત LOB (લેફ્ટ આઉટ બેનીફીશરીઝ) કુટુંબ માટે વ્યકિતગત શૌચાલયનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત સાથે થયેલ MOU (એમ.ઓ.યુ.) મુજબ કુલ ૧૦૦ શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ, બોરખેડાએ કરવાનું હતું. આ મંડળના પ્રમુખ તરીકે ફરિયાદીના પત્ની તથા મંડળના મંત્રી તરીકે શાન્તિબેન કામ કરે છે. તાલુકા પંચાયતRead More


🅱️reaking : લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ડો.કાનન દેસાઈએ લાખોની અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકે દાહોદ LCB અને દેવગઢબારીયા પોલીસની મદદથી 2 મોટી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપી લીધા. ગત વર્ષે ગુજરાતમાં સુરત શહેર તથા પુર્વકચ્છ, ગાંધીધામ જીલ્લાના અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા  પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા. ગાંધીનગરનાઓની મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરાયેલ સુચના અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની માર્ગદર્શનથી પોલીસ અધિક્ષક હીતેશ જોયસર  તથા I/C પોલીસ અધિક્ષક  કલ્પેશ ચાવડાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક  ડો.કાનન દેસાઇ લીમખેડાRead More


દાહોદ જિલ્લામાં જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિને ૨૨૬૯૦ નાગરિકો જોડાયા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ગામમાં રથ રોકાણ દરમિયાન ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ જેવી બાબતોની આપવામાં આવતી માહિતી. સરકારની પ્રજાકલ્યાણની વિવિધ યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા અને તેમાં લોકભાગીદારી વધારવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભવામાં આવેલી જનજાગૃતિ ઝૂંબેશના પ્રથમ દિવસે નવ તાલુકાના ૧૧૩ ગામોના ૨૨૬૯૦ નાગરિકો તેમાં જોડાયા હતા. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા આ નવતર અભિયાનમાં મહત્વાકાંક્ષી જિલ્લા હેઠળ નિતિ આયોગ દ્વારા નિયત કરવામાં આવેલા માપદંડો પરત્વે લોકોમાં જાગૃત આણવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પંચાયતની બેઠક મુજબ રથનાRead More


દાહોદ જિલ્લા આચાર્ય સંઘનો 12 મો વાર્ષિક સેમિનાર યોજાયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા આયોજિત ૧૨ મો શૈક્ષણિક અને વહીવટી સંઘનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે બોર્ડ સભ્ય જયપ્રકાશ નારાયણ પટેલ, દિનેશભાઇ સેવક, રમણભાઈ ડી.પટેલ, અરવિંદભાઈ આર. પટેલ, ઉમેશભાઈ પટેલ, દાહોદ નગર પાલિકા અભિષેક મેડા, ડી.કે. પટેલ, મનોજ વ્યાસ, સુધીર લાલપુરવાળા, દીપેશ લાલપુરવાળા, નરેન્દ્ર સોની ઇન્ચાર્જ ડી.ઇ.ઓ. સુરેશભાઈ મેડા તેમજ અન્ય મંચસ્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લા આચાર્ય અને વહીવટી સંઘના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદનાRead More


ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત ખરેડી ગામના સરપંચ બન્યા આંગણવાડીના પાંચ બાળકોના પાલક વાલી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આહ્વાનથી પ્રેરાઇ સરપંચ બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાથી પ્રારંભ કર્યો છે ત્યારે સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી ૧૦૪૭ પાલક વાલી દાહોદ જિલ્લાના ૬૦૦૦ થી વધુ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પિત થયા છે. જિલ્લાના આંગણવાડી કાર્યકરો પણ મુખ્યમંત્રીના આહ્વાનથી ખૂબ જ ઉત્સાહમાં છે અને જિલ્લાને સુપોષિત કરવા માટે નિર્ધાર વ્યકત કર્યો છે. દાહોદના ખરેડી ગામના સરપંચ રાજેન્દ્રભાઇએ પાંચ કુપોષિત બાળકોને દત્તક લીધા છે.Read More


પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી તા. ૩૦, ૩૧ અને ૧ના રોજ રાજ્યની તમામ જિલ્લા પંચાયતો-મહાનગરપાલિકાઓ અને નગર પાલિકા વિસ્તારોમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે. -: મુખ્યમંત્રીશ્રી :- વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ-દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે. રાજ્ય સરકારે કિશોરી-સગર્ભા માતા-ધાત્રી માતા-બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે. મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦Read More