Friday, December 6th, 2019

 

દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાનો આજથી શુભારંભ સાહિત્યના રસથાળનો રસીકજનો આજથી લઇ શકશે આસ્વાદ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાને આજે તા.૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ જિલ્લાના તેજસ્વી તારલાઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. તા.૦૬/૧૨/૨૦૧૯ શુક્રવાર થી તા.૦૮/૧૨/૨૦૧૯ રવિવાર સુધી ચાલનારા આ પુસ્તક મેળાનો આજે સવારે પંડિત દીનદયાલ હોલ, વિવેકાનંદ સંકુલ, ગોવિંદનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્યના ખજાનાને માણવાના અવસરને નગરજનોએ વધાવી લીધો છે અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતા પુસ્તક મેળાની મુલાકાત લઇ રહી છે. આજ રોજ પુસ્તક મેળાની જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું. પુસ્તક મેળામાં વાર્તાઓ, નવલકથાઓ, અધ્યાત્મ, કવિતા,Read More


દાહોદના માંદગીગ્રસ્ત વૃદ્ધને માત્ર દોઢ કલાકમાં જ મળી ગયું “માં કાર્ડ”

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા વહીવટી તંત્રના લોકાભિમુખ અને સંવેદનશીલ શાસનનો પરિચય કરાવતી એક ઘટના આજે બની હતી. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી પાસે પોતાની શારીરિક માંદગી અંગે રજૂઆત લઇ આવેલા એક અરજદારને માત્ર દોઢ જ કલાકમાં તમામ પ્રકારના સાધનિક આધાર પૂરાવાઓ તૈયાર કરાવડાવી મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. કલેક્ટર તંત્રના આ પ્રયાસથી હવે, અરજદાર પોતાના દર્દીની સારવાર સારી રીતે કરાવી શકશે. દાહોદમાં રહેતા ૬૨ વર્ષીય ઇબ્રાહિમભાઇ તાહેરભાઇ પલ્લાવાલા કલેક્ટર વિજય ખરાડીની મુલાકાત માટે આવ્યા હતા. જ્યાં તેમની રજૂઆત એવી હતી કે તેઓ વયોવૃદ્ધ થઇ ગયાRead More