Monday, December 2nd, 2019

 

દાહોદમાં A.B.V.P. શાખા દ્વારા હૈદરાબાદમાં બનેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન, બળાત્કાર કરનારનું પૂતળા દહન કારવામાં આવ્યું

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની A.B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખા દ્વારા ગત તા.૦૨/૦૧૨/૨૦૧૯નેે સોમવારના રોજ નવજીવન સાયન્સ કોલેજના ગેટ બહાર હૈદરાબાદમાં બનેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને અનુલક્ષી બળાત્કારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરી ડો. પ્રિયંકા રેડીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્ધારા કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ A .B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખાના કાર્યકર્તાઓ દ્ધારા કારવામાં આવી હતી.


દાહોદ જિલ્લાના ખેડૂતોએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા કરવાની રહેશે – ઓનલાઇન અરજી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  આઇ ખેડૂત પોર્ટલ ૨ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ખુલ્લુ રહેશે. બાગાયત ખેતીની તાલીમ અને પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતો અરજી કરી શકશે. બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે ર ડિસેમ્બર થી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજી ૭ દિવસમાં કરવાની રહેશે. દાહોદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનામાં કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, હાઇબ્રીડ બિયારણ, છુટા ફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, સ્વયંRead More