Tuesday, November 26th, 2019

 

🅱️reaking Dahod : દાહોદ ભીલવાડમાં લાગી આગ : ગેસની બોટલ ફાટવાથી લાગી આગ 3 વ્યક્તિ ઘાયલ

દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ના નવજીવન મિલ રોડ પર આવેલ ભીલવાડમાં એક મકાનમાં ગેસનો બોટલ ફાટવા થી લાગી આગ, 3 વ્યક્તિઓ આ આગ લાગવાથી ઘાયલ. ઘાયલોને દાહોદ સિવિલમાં કરાયા ભરતી. આગમાં મકાન માલિક, એક પાડોશી અને એક ફાયર ફાઈટરો માનો એક જવાન આ આગમાં દાઝ્યા. દાઝેલા ત્રણેય વ્યક્તિઓ સારવાર હેઠળ. બોટલ થી આગનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. ફાયરના લાસ્કારોએ આગને કાબુમાં લીધી


દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક બિમાર પડેલી રૂપા નામની હાથણીની પશુપાલન ખાતા દ્વારા સારવાર

યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનથી પીડાતી હાથણીને બાટલા ચઢાવવા પડ્યા, એક ફોન મળતા જ પશુપાલન ખાતું પહોંચી ગયું રાજ્ય સરકારનું પશુપાલન વિભાગનું કાર્યક્ષેત્ર માત્ર દૂધાળા પશુઓની સારવાર પૂરતું ન સીમિત ન હોવાની વાતની પ્રતીતિ કરાવતા એક કિસ્સામાં ઝાલોદ નજીક એક ગામમાં બિમારીમાં સંપડાયેલી એક હાથણીને પુશપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. માત્ર એક ફોન મળતાની સાથે દોડી ગયેલા પશુપાલન વિભાગે આ હાથણીની બાટલા ચઢાવા સહિતની સારવાર હાથ ધરી છે. બીજા ભાષામાં કહીએ તો એક માનવીને આઇસીયુ જેવી સારવાર મળે એવી સારવાર કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી દાહોદRead More