Wednesday, October 9th, 2019

 

દાહોદ જિલ્લાના અંતેલાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરાવશે સેવા સેતુના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ  

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળશે. દાહોદ જિલ્લામાં સેવા સેતુના છેલ્લા ચાર તબક્કામાં ત્રણ લાખથી વધુ નાગરિકોને મળ્યો લાભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વ્યક્તિલક્ષી રજૂઆતો અને વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તેવા રાજ્યના પારદર્શી સેવા સેતુના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ૩૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાRead More