Saturday, October 20th, 2018

 

ઘરની છતના નળિયા ખસેડી અંદર ઉતરી 80 હજારના દાગીના લઈ ચોર છૂં

ફતેપુરા તાલુકાના નવાગામ ગામમાં બનેલી ઘટના પરિવાર ઘર આંગણે નિંદ્રાધિન હોવાથી મોકળુ મેદાન મળ્યું ફતેપુરા તાલુકાના નવાગામ ગામમાં એક ઘરની છત ઉપર ચઢીને નળિયા ખસેડી અંદર પ્રવેશ કરીને તસ્કરો 80 હજાર રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. ચોરી થઇ તે વખતે પરિવારના સભ્યો ઘરની બહાર નિંદ્રાધિન હોવાથી તસ્કરોને મોકળુ મેદાન મળ્યું હતું. આ ઘરફોડ ચોરી અંગે ફતેપુરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફતેપુરા તાલુકાના નવાગામ ગામે રહેતાં વેચાતભાઇ ગળિયાભાઇ પારગીના ઘરને રાતના સમયે તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. ઘરના તમામ સભ્યો આંગણામાં ઉઘતાં હોવાનેRead More


જમીન પચાવી પાડવા કાકા-કાકી પજવતાં કિશોરીની મદદ માટે 181 દોડતાં રાહત

જમીનમાં નામો ચઢાવવા આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો કિશોરી મજુરી કરીને બે ભાઇ-બહેનોનું ગુજરાન ચલાવે છે … ઝાલોદ તાલુકાના એક ગામમાં જમીન પચાવી પાડવા માટે સગા કાકા-કાકી પજવતા હોવાથી કિશોરીએ મહિલા હેલ્પ 181ની મદદ માંગી હતી. કિશોરીની મદદે રેસ્ક્યુવાન ધસી જતાં કાકા-કાકી ફરાર થઇ ગયા હતાં. જમીનમાં નામ દાખલ કરાવવા સાથે પોલીસ રક્ષણ માટે આગેવાનોનો સંપર્ક કરાવી આવતાં કિશોરીને રાહત થઇ હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના એક ગામમાં 17 વર્ષિય કિશોરીના માતા-પિતાનું 25 વર્ષ પહેલાં નિધન થઇ ગયું હતું. આ કિશોરી ેના બે ભાઇ-બહેનનું મજુરી કામ કરીને ગુજરાન ચલાવતી હતી. ભાઇ-બહેનોRead More


અંતેલામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર એકનું મોત

અન્ય બે યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા રમત-ગમત દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે અજાણ્યા વાહને મોટર સાઇકલને ટક્કર મારતાં તેની ઉપર સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. પોલીસે ગુનો દાખલ કરીને વાહનની શોધખોળ શરૂ કરી છે. લીમખેડા તાલુકાના કંબોઇ ગામના વીજયભાઇ રમણભાઇ ચૌહાણ,રીફલભાઇ ભલાભાઇ ચોહાણ અને નિલેશભાઇ નગાભાઇ બારિયા જીજે-10-એઇ-9960 નંબરની મોટર સાઇકલ ઉપર બેસીને કામ અર્થે જઇ રહ્યા હતાં. તે વખતે બપોરના 3.30 વાગ્યાના અરસામાં દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાં અજાણ્યા વાહને તેમની મોટર સાઇકલને અડફેટમાં લીધીRead More


લીમડીની મહિલાની માલિકીની ટ્રકે રાજધાનીને ટક્કર મારી હતી

છોટાઉદેપુરથી રેતી ભરીને ટ્રક થાંદલા જતી હતી મૃત ક્લીનર બડાવદા ગામનો, ચાલકનો પત્તો નથી દાહોદ શહેરથી 56 કિમી દૂર મધ્ય પ્રદેશના સજેલી રેલવે ક્રોસિંગ ઉપર જીજે-5-બીટી-7236 નંબરની ટ્રકે ગુરુવારે ટક્કર મારતાં રાજધાની એક્સપ્રેસના બે કોચ પાટા ઉપરથી ખડી પડ્યા હતાં. તેના કારણે જમીનથી પાટાને જકડી રાખવા માટે લગાવેલા સંખ્યાબંધ સ્લીપર ક્ષતિગ્રસ્ત થઇ જતાં ડાઉન ટ્રેકથી 20ની સ્પીડે ટ્રેનો પસાર કરવામાં આવી રહી છે. શુક્રવારે બપોરના સમયે દોઢ કલાકનો બ્લોક લઇને 1000 સ્લીપર ઉતારવામાં આવ્યા હતાં. શનિવારના રોજ તે સ્લીપર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેઘનગર ટીઆઇ કુશલસિંહ રાવતે જણાવ્યુંRead More


ટુ વ્હીલર વાહનોેની નવી સિરીઝ શરૂ થશે

દાહોદ |સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડ માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION… દાહોદ |સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડ માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરાયેલ છે. કચેરીમાં ટુ વ્હીલર મોટર સાયકલ ની GJ 20 AK સીરીઝમાં ગોલ્ડન અને સીલ્વર નંબરની AUCTION શરૂ કરનાર છે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http//parivahan.gov.in./fencey હેલ્પમાંથી મળશે. વાહન માલિકો સેલ લેટર અથવા ઇન્સ્યોરન્સની તારીખથી 7 દિવસમાં CNA ફોર્મ ભરી વાહનોનું રજીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકાશે. More From Madhya Gujarat