Saturday, October 6th, 2018

 

દાહોદનો યુવાન અટલ ટીંકરીંગ લેબ.નો મેન્ટર બન્યો

િસદ્ધિ દાહોદ શહેરનામૂળ વતની અને હાલમાં વડોદરા રહેતાં યુવાન વિરાજ મનેશભાઈ ગાંધીનો સમાવેશ નીતિ આયોગ અંતર્ગત ચાલતી અટલ ટીંકરીંગ લેબ.માટે રશિયાના અને ભારતના મળીને કુલ 20 વિદ્યાર્થીઓની ટીમના મેન્ટર તરીકે પસંદગી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટગણાતા આ પ્રોજેક્ટ હેઠળ આ લેબ. દ્વારા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ દરમ્યાન જ વિવિધ સંશોધનમાં રસ લેતા થાય તેવો આશય છે. ઇન્ડો-રશિયા સ્ટુડન્ટ ઇનોવેશન સમિટના મેન્ટર તરીકે પસંદ થયેલ વિરાજ ગાંધીના વડપણ હેઠળની ભારત અને રશિયાના વિદ્યાર્થીઓની ટીમને રશિયન તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન પામેલ માઈક્રોફ્લ્યુડમાં મદદરૂપ એવી પ્લાઝમા ફિલ્ટર ચીપનું …અનુ. પાન. નં. 2Read More


માંડવમાં ખેતરમાં ઉતારેલો Rs.1.60 લાખનો દારૂ જપ્ત

સાગટાળા ગામે રાત્રે સપ્લાય માટે ખેતરમાં ઉતારવામાં આવેલો 1.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગરની સ્ટેટ… સાગટાળા ગામે રાત્રે સપ્લાય માટે ખેતરમાં ઉતારવામાં આવેલો 1.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ દ્વારા ઝડપવામાં આવ્યો હતો. ફરાર થયેલા બૂટલેગર સામે ફરિયાદ નોંધાવી હતી. દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામના બુટલેગર અર્જુન બકા કોળી બારીયાએ ખેતરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સે છાપો માર્યો હતો. અર્જુન કોળી અંધારાનો લાભ લઇ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. વીજીલન્સની ટીમે ખેતરમાંથી રૂ.1,60,800ની કુલ કિંમતના માઇન્ટન બીયરના ટીન નંગ 1608 ભરેલ પેટીRead More


ડોર ટુ ડોર કલેકશનમાં સુધારો ન જણાય તો ચુકવણું નહીં કરવા સૂચના

સંચારી રોગની બેઠકમાં દાહોદની સ્વચ્છતા પર પ્રશ્નો ઉઠ્યાં ડેન્ગ્યૂના કેસો વધતાં નિયંત્રણની કામગીરી માટે… દાહોદમાં જિલ્લા કલેક્ટર વીજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી સંચારી રોગોની બેઠકમાં દાહોદ શહેરમાં નગર પાલિકાની કામગીરી વિશે વિવિધ સુચન કરવામાં આવ્યા હતાં. તેમાં દાહોદ નગરપાલિકા દ્વારા નિયત કરેલ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન અને નિકાલ કરનાર એજન્સી દ્વારા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. દાહોદથી ઇન્દોર તરફ હાઇવે સાઇડ ડમ્પીંગ સાઇટમાં દાહોદ શહેરનો કચરો એજન્સીના ટેમ્પો દ્વારા ઠાલવવામાં આવે છે તે રોડ પર ઠલવાય છે. જેથી હાઇ‌વે રોડની બન્ને બાજુ કચરાના ઢગલા ખડકાયેલ જોવાRead More


ગીરની જ્વાળા દાહોદને દઝાડશે ? 166 દીપડાઓ પર વાયરસનો ભય

ગીર અને દલખાણીયા રેંજમા કુતરા, ભુંડ અને શિયાળ જેવા પ્રાણીઓના શિકારને કારણે ફેલાયેલા વાયરસથી 23 સિંહોના મોત થયા છે. આ માટે 45 રેન્જમાં 600 સિંહોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જોકે, દાહોદ જિલ્લામાં 166 દીપડાનો વસવાટ હોવા છતાં અહીં સાવચેતીના કોઇ જ પગલાં લેવાયા નથી. અહીં પણ દીપડા શિયાળ, કુતરા અને ભુંડ ઉપર જ નભતા હોવાથી આ વાયરસ ફેલાઇ શકે તેવું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય. દાહોદ જિલ્લો 3,58,277 હેક્ટરમાં ફેલાયેલો છે. જિલ્લાના આ કુલ વિસ્તારનો 23.04 ટકા વન વિસ્તાર ધરાવે છે. દાહોદ જિલ્લામાં રતનમહાલ અભ્યારણના 44 મળીને કુલ 166 દીપડા વસવાટRead More


દાહોદમાં ગ્રામીણ ડાક સેવકોનો સ્નેહ મિલન સમારંભ

ગોધરા | દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવક દ્વારા ત્રણ જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોનું સ્નેહ મિલન… ગોધરા | દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવક દ્વારા ત્રણ જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોનું સ્નેહ મિલન સમારંભ તથા પડતર પ્રશ્નોની ચર્ચાઓ રેસ કોર્ષ ભવન ખાતે યોજવામાં આવનાર છે. દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવકના સેક્રેટરી બળવંતસિંહ બારીયાના જણાવ્યા મુજબ પંચમહાલ,દાહોદ તથા મહિસાગર જિલ્લામાં આવેલ 534 જેટલી પોષ્ટ ઓફીસના સેવકોનું એક સ્નેહ મિલન સમારંભ કેન્દ્વીય મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતીમાં યોજાનાર છે. More From Madhya Gujarat