Friday, October 5th, 2018

 

દાહોદના સિંગલ ફળિયામાંથી 55 હજારનો દારૂ જપ્ત કરાયો

પીપલેટ-ગલાલિયાવાડથી પણ ઝડપાયો પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ દાહોદના સીંગલ ફળિયામાં રહેતી ચંદાબેન સાંસીના ઘરે વિદેશીદારૂ હોવાની બાતમીના આધારે એલસીબીએ છાપો માર્યો હતો.તપાસ દરમિયાન તેના ઘરમાંથી વિદેસી દારૂની અને બિઅરની 448 બોટલો મળી આવી હતી. 55100ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને ચંદા સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે પોલીસે મોટરસાઇકલ ઉપર પોટલું લઇને જઇ રહેલાં રીછુમરા ગામના અજીત હઠીલા અને સુનીલ ભુરિયાને સાંજના 6.15 વાગ્યે રોક્યા હતાં. તપાસ વેળા તેમની પાસેના પોટલામાંથી 7 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 188 બોટલો મળી આવી હતી. બંનેRead More


ઝરીખુર્દમાં કર્મીઓને ગોંધી રાખી સાત ગામના ટોળાએ 4 હજાર રોપા ઉખેડ્યા

ધસી ગયેલા વન વિભાગના કર્મીઓને પણ ઘેરો નાખી ધમકાવ્યાં પોલીસ દ્વારા 16ના ટોળા સામે ધિંગાણાનો ગુનો દાખલ દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામમાં આવેલી વન વિભાગની જમીન ખેડવાના ઇરાદાથી એક સમયે ટ્રેક્ટર અને હળ લઇને ધસી ગયેલા ટોળાએ વન વિભાગના કર્મચારીઓને ગોંધી રાખ્યા હતાં. આ સાથે પ્લાન્ટેશન કરેલા 4 હજાર રોપા ઉખેડી ફેંકી વન વિભાગના કર્મચારીઓને પણ ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે કતવારા પોલીસે 26 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ઝરીખુર્દ ગામમાં આવેલી સર્વે નંબર 92 વાળી જમીનમાં ખેડાણ કરવા માટે ખેંગ, ઝરીખુર્દ, ભીટોડી,લીમડાબરા,સાલાપાડા, ઉચવાણિયા અને ટાંડા ગામના …અનુ. પાન.Read More


દાહોદથી 45 સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિકેશનમાં

દાહોદ | આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી વિષય… દાહોદ | આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી વિષય અંતર્ગત રાષ્ટ્રીય ચર્ચા સભાનું આયોજન થયેલ છે. સમગ્ર દેશમાંથી 60થી વધારે સંશોધન પત્રો મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી ઉત્તમ ગુણવત્તાના 45 સંશોધન પત્રો યુજીસી માન્ય આંતરરાષ્ટ્રીય જર્નલમાં પબ્લિકેશન માટે મોકલાયેલ છે. ચર્ચા સભાનું આયોજન સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત કરેલ છે. આ સભાનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ દાહોદના આચાર્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. MoreRead More


બારીયામાં બે દિવસીય 15મો ગ્રામિણ ઓલિમ્પિકસ યોજાશે

૧૬ મી સુધી સ્પર્ધાઓમા પ્રવેશ મેળવી લેવો ગુજરાત રાજય, ગાંધીનગર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર દાહોદ સંચાલીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ દ્વારા દેવગઢ બારીયા ખાતે ૧૭, ૧૮ ઓક્ટોબર’૧૮ ના રોજ પંદરમો ગ્રામિણ ઓલમ્પિકસ યોજાશે. જેમાં ભાઈઓ બહેનો માટેની અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ૧૦૦ મી., ૨૦૦ મીટર દોડ, લાંબી સ્પર્ધાઓનું દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ આયોજન કર્યું છે. ભાગ લેવાના તમામ જિલ્લાનાં ગ્રામ્યકક્ષાનાં ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ જિલ્લા સેવા સદન, રૂમ નં.૧૧, છાપરી,Read More


દાહોદના યુવાનો આજથી પસ્તીદાનનું અભિયાન છેડશે

ગરીબ પરિવારો માટે મીઠાઈ સહિત અન્નદાનનો શુભાશય યુવાનોના એક ગૃપ દ્વારા દીપાવલી પર્વ માટે આયોજન ભાસ્કર ન્યુઝ | દાહોદ દાહોદના યુવાનોના એક ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં આવનાર દીપાવલીના પર્વે દાહોદમાં રહેતા ગારીબ પરિવારો પર્વ લક્ષી મીઠાઈ, ફરસાણ કે ભોજનથી વંચિત ના રહે તેવા શુભાશયથી પસ્તી દાન યોજનાનો આજથી આરંભ થનાર છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ છેડાનાર આ અન્નપૂર્ણા અભિયાન તા. 6 થી 28 ઓક્ટોબરના દિવસો દરમ્યાન ચાલશે. દાહોદમાં તરૂણ શર્મા નામે યુવાન એડવોકેટના વડપણ હેઠળ દિવાળીના પર્વે ગરીબ પરિવારોમાં અંધારું ના રહેતા અજવાળું પ્રગટે તેવા સુંદર વિચાર સાથે શરુ થનારRead More


દાહોદ જિલ્લાના પ્રથમ FM રેડીઓ 90.8 સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર

      દાહોદ જિલ્લામાં પ્રથમ F.M. RADIO 90.8 નો શુભારંભ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય, ગાંધીનગરના સહયોગથી દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભ-૨૦૧૮ ને ખુલ્લો તેમજ દાતા દ્વારા મળેલ ₹. ૧૧/ લાખના ખર્ચે તૈયાર થયેલ ભોજન શાળાની તકતીનું અનાવરણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ કેમ્પસ, મંડાવાવ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધિય કાર્યક્રમને દીપ પ્રાગટ્ય અને રીબન કાપીને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા F.M. RADIO 90.8 કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનીRead More