Tuesday, October 2nd, 2018

 

વણભોરીમાં બાઇક પર લવાતો દારૂ-બિઅરનો જપ્ત

રળિયાતીના યુવકની ધરપકડ : બાઇક જુનાગઢના યુવકની માલિકીની વણભોરી ગામે બાઇક ઉપર લવાતો 58 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતાં રળિયાતીના યુવકની ધરપકડ કરી હતી. તપાસ કરતાં આ બાઇકનો માલિક જુનાગઢનો યુવક હોવાનું જાણવા મળ્યું છે. કતવારાના પીએસઆઇ એસ. બી ઝાલા વણભોરી ગામ તરફ પેટ્રોલિંગમાં હતાં. તે વખતે 4.30 વાગે બાઇક પર પોટલું મુકીને પસાર થતાં યુવકનો પીછો કરીને રોક્યો હતો. તપાસ કરતાં પોટલામાંથી દારૂ અને બિઅરની 668 નંગ બોટલો મળી આવી હતી. 58260 રૂપિયાના દારૂ સાથે હેરાફેરી કરી રહેલાં રળિયાતી ગામના સાગર નરેશ સાંસીને પકડ્યોRead More


છરછોડામાં લૂંટારૂઓનો પ્રતિકાર કરનારી મહિલાને દાતરડુ ઝીંકીને દાગીનાની લૂંટ

પતિ સાથે મોટર સાઇકલ ઉપર દાહોદ આવી રહી હતી કુખ્યાત પંકેશ કાણીયા સહિતના લૂંટારૂઓનું કૃત્ય ધાનપુર તાલુકાના આમલી મેનપુરથી દાહોદ મોટર સાઇકલ આવતાં દંપતિને રોકીને 43 હજાર રૂપિયાના દાગીનાની લુંટ કરવામાં આવી હતી. આ વખતે પ્રતિકાર કરનારી મહિલાના હાથ ઉપર દાતરડુ ઝીંકીને ઘાયલ કરાઇ હતી સાથે પતિને પણ માર મારવામાં આવ્યો હતો. આ લુંટ મામલે કુખ્યાત પંકેશ કાણીયા સહિતના લુટારુઓ સામે જેસાવાડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના પ્રજ્ઞેશભાઇ ભુરિયા પોતાના પત્ની વીણાબેન સાથે મોટર સાઇકલ ઉપર દાહોદ કામ અર્થે આવી રહ્યાRead More


શોખિનોને નવરાત્રીમાં ગરબે ઘુમતા કરવા વર્કશોપ

વર્કશોપ દાહોદ શહેરમાં ગરબા શોખિનોને વિવિધ સ્ટેપ શીખવા માટે માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમીતી દ્વારા 6 તારીખથી 9 તારીખ સુધી ચાર દિવસીયનિ:શુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કેશવ માધવ રંગમંચમાં શોખિનોને ગરબાના વિવિધ સ્ટેપ શીખવાડવામાં આવશે. પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ શહેરમાં નવરાત્રીનો રંગ ધીમે-ધીમે જામી રહ્યો છે. ત્યારે ગરબાના શોખિનો વિવિધ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ગરબા કરાવતાં મંડળો પણ પાર્ટી, ડેકોરેશન સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. દાહોદ શહેરમાં ઘણા એવા ગરબાના શોખિનો લોકો છે જેમને ગરબા કરવા છે પરંતુ ગરબાના સ્ટેપ આવડતાં નથી. જેથી નવરાત્રી દરમિયાન તેઓનાRead More


લીમડાબરા નજીક રાત્રે ઘઉંની 17 બોરી ભરેલી મારૂતિ કાર ઝડપાઇ

સરકારી ઘઉં હોવાની આશંકા : કાર અને 17 હજારના 850 કિલો ઘઉં જપ્ત કરાયા લીમડાબરાના કરિયાણાના વેપારીની પુછપરછ :… દાહોદ તાલુકાના ખંગેલા અને લીમડાબરા ગામ વચ્ચે એક શંકાસ્પદ મારૂતિ કારઉભી હોવાની કતવારના પીએસઆઇ એસ.બી ઝાલાને બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરતાં તેમાંથી 12700 રૂપિયાની કિંમતના 17 બોરીમાં ભરેલા 850 કિલો ઘઉ મળી આવ્યા હતાં. મારૂતિ સાથે મળી આવેલા લીમડાબરા ગામના ગામતળ વિસ્તારમાં રહેતાં અને કરિયાણાના વેપારી નટુ હરનાથ …અનુ. પાન. નં. 2 ખંગેલા અને લીમડાબરા વચ્ચે મારૂતી વેનમાંથી રાત્રે પકડાયેલો શંકાસ્પદ ઘઉંનો જથ્થો. : તસવીર સંતોષ જૈનRead More


રૂા. 7 નો પે વે કોઇન 4 માસમાં રૂા.100નો કરવાનું કહી, 1.30 કરોડની ઠગાઇ

ક્રિપ્ટો કરન્સી કૌભાંડ ક્રિપ્ટો કરન્સી પે વે કોઇન ખેતીવાડી બજારમાં લે-વેચમાં કાયદેસર માર્કેટમાં આવશે, હાલ એક પે વે કોઇનની કિંમત 7 રૂપિયા છે, 4 મહિનામાં 100 રૂપિયા સુધી લઇ જઇશું તેવો વિશ્વાસ આપી 6 શખ્સોએ રાજ્યભરના 86 રોકાણકારોના રૂા. 1.30 કરોડની ઠગાઇ કરી હોવાની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. પોલીસે રોકણકારોની અરજી લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. કંપનીના સૂત્રધાર પ્રવીણ પટેલનું મંતવ્ય જાણવા સંપર્ક કરતાં થઇ શકયો ન હતો. વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજપીપળા, દાહોદ, સુરત સહિતના શહેર જિલ્લામાંથી ક્રિપ્ટો કરન્સી પે વે કોઇનમાં રોકાણ કરનાર 86 લોકોએ ગોત્રી પોલીસમાંRead More


Mrutyunondh of Smt. Rasmikaben Nikunjbhai Shah

દેસાઈવાડના છેલ્લા ફળિયામાં રહેતા મિતુલ શાહ(માર્કેટવાલા) ના માતૃશ્રી રશ્મિકાબેન નિકુંજકુમાર શાહનું આજે તા.2 ઓક્ટોબરની રાતના દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા આવતીકાલે 3 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Thanks आभार Gopi Sheth(USA) & Sachin Desai(Dahod


દાહોદ શહેરમાં પ્રથમવાર ગરબા રસિકો માટે અને નિઃશુલ્ક ગરબા આયોજન કરવામાં આવ્યું

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં પ્રથમ વાર વિરાંગ રાજહંસ અને શ્રીમતી લજ્જા શર્મા દ્વારા ગરબા રસિક મિત્રો માટે તા.૨૯/૦૯/૨૦૧૮ શનિવારથી તા.૦૨/૧૦/૨૦૧૮ મંગળવાર સુધી નિઃશુલ્ક ગરબા વોર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના ગરબા સ્ટેપ્સ શીખવાડવામાં આવ્યા. જેવા કે ડોઢીયુ, સનેડો, હિંચ, પોપટીયું, અને રાસ જેવા અનેક પ્રકારના ગરબા શીખવાડવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં દાહોદના ગરબા રસિક બાળકો, કુમારીકાઓ અને મહિલાઓએ લાભ મેળવ્યો હતો અને અંતિમ દિવસે સૌ ગરબા રસિક મિત્રો એ આયોજક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો.


Breaking : દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.-2 પર રતલામ – દાહોદ મેમુ ટ્રેન આવતા તેમાંથી પડી જતા અજાણ્યા પુરુષનું મોત

    તા.૦૧/૧૦/૨૦૧૮ અંદાજે રાત્રીના ૦૧:૩૦ કલાકની આસપાસ રતલામ – દાહોદ મેમુ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. – 2 પર આવતા જ કોઈ અજાણ્યા પુરુષ ટ્રેનમાંથી અચાનક કુદી પડતા તેને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. આ ઇસમની અંદાજે ૪૦ વર્ષની ઉંમર હોવાનું માલુલ પડેલ છે. આ અજાણ્યા પુરુષના ખિસ્સામાંથી કુનહેલ – બામણિયા સુધીની રેલ્વે ટીકીટ પણ મળેલ છે. મારનાર આ અજાણ્યા પુરુષ મજબૂત બાંધાનો, શરીરે ઘઉંવર્ણ, શરીર ઉપર આછા પીળા કલરનો લીટીવાળો આંખી બાયનું શર્ટ અને કમરે કાળા કલરની લીટીવાળુંRead More