September, 2018

 

નાંદરખા પ્રા. શાળા વિભાગ 2માં પ્રથમ ક્રમે

કાલોલ : અડાદરા કુમાર શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2018 યોજાયુ હતુ. જેમાં મુખ્ય વિષય જીવનના પડકારોના વૈજ્ઞાનિક ઢબે ઉકેલ અંતર્ગત 1 થી 5 વિભાગમાં 99 કૃતિઓ, તાલુકાની જુદીજુદી શાળાઓમાંથી રજુ કરવામાં આવીહતી. જેમાં કાલોલ તાલુકાની વેજલપુર સીઆરસીમાં આવેલી નાંદરખા પ્રાથમિક શાળા દ્વારા વિભાગ-2માં ઓઝોન થેરાપી અને વિભાગ-4માં તળાવનું શુદ્ધિકરણ એમ બે કૃતિ રજુ કરી હતી. દાહોદની BOI શાખાને 4 ઓક્ટોબરે ‘બેસ્ટ પર્ફોમિંગ’ એવોર્ડ એનાયત થશે દાહોદ. દેશભરમાં આવેલી પબ્લિક સેક્ટરની બેન્કોને આધાર એક્સીલેન્સ એવોર્ડ અંતર્ગત આધાર જનરેશન અને અપગ્રેડ કરવાની કામગીરી સોંપવામાં આવેલી. શ્રેષ્ઠ કામગીરી બજાવતા દાહોદનીRead More


દાહોદમાં પાલિકાએ 10 કર્મી છુટ્ટા કરી રોગચાળા નિયંત્રણમાં જોતર્યા

મેલેરિયા અધિકારીના પત્ર બાદ મોત માથે ન લેવા ક્વીક એક્શન કર્મીઓને વિવિધ વિભાગની કામગીરી સોંપવામાં આવી હતી… દાહોદ શહેરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂરિયાત જણાઇ રહી છે. અર્બન મેલેરિયા સ્કીમના કર્મચારીઓ પાલિકાના વિવિધ વિભાગમાં કામગીરી કરી રહ્યા હોવાને કારણે રોગચાળા નિયંત્રણના કામ માટે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી હતી. જેથી જિલ્લા મેલેરિયા અધિકારીએ વાહકજન્ય રોગથી કોઇનું મૃત્યુ થશે તો તેના જવાબદાર તમે રહેશો તેવો પાલિકાના ચીફ ઓફીસરને સંબોધતો પત્ર ગુરુવારે લખતાં ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારની સવારે જિલ્લા મેલેરિયા અધિકારી અને પાલિકાના જવાબદારો વચ્ચે આ મામલે તાકિદનીRead More


જેકોટ અને રોઝમ ગામના ગુલાબના ફુલો અમદાવાદ વડોદરાના બજારોમાં વેચાય છે

કૃષિ મેળો દાહોદ, જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી શાખા અને દાહોદ, ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો ૨૦૧૮ નું આયોજન ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને શીંગવડ, આમ્રકુંજ આશ્રમ શાળા પટાંગણ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે સહાયના ધોરણે લાભાર્થીઓને ટ્રેક્ટર, સીડ કમ ફર્ટિલાઇઝર, પાવર થ્રેસર, દવા છાંટવાના પંપ, તાડપત્રી, અનાજ ઉણપવાના પંપ, પંપસેટ, ચણાના મફત મીની કીટના વિતરણ સાથે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતાં. કૃષિ મેળાને ખુલ્લે મુકતાં જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતુ કે પહેલાં દાહોદ જિલ્લામાં પ્રતિદિન માત્ર ૧૪૦૦૦ લીટર દૂધ ઉત્પાદન થતુંRead More


બપોરે બે વાગે આવેદન, રાત્રે 10 વાગે 64 દુકાનો સીલ

બારિયામાં શ્રીસરકાર જમીનમાં શોપિંગ સેન્ટર ખડકી દેવાયું હતું પ્રાંત, મામલતદાર, ચીફ ઓફીસર, રેવન્યુ સ્ટાફ… દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રેવન્યુ સર્વે નં. 61/2 અને સીટી સર્વે નંબર 2058 શ્રીસરકાર જમીનમાં શોપિંગ સેન્ટર બનાવીને 64 દુકાનો કાઢવામાં આવી હતી. આ દુકાનો ગેરકાયદેસર રીતે બનાવાઇ હોઇ તેને દૂર કરવા અંગેનું આવેદનપત્ર નગરના રહિશો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ગુરુવારે કલેક્ટર વીજય ખરાડીને આપવામાં આવ્યું હતું. આ મામલે રહિશોએ ગાંધી ચીધ્યા માર્ગે હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને કલેક્ટર ખરાડીએ દુકાનોને સીલ મારવાનો હુકમ કર્યો હતો. જેથી દેવગઢ બારિયાના પ્રાંતRead More


કારકિર્દી સપ્તાહનો સમાપન કાર્યક્રમ બાલાસિનોરમાં યોજાયો

બાલાશિનોર . મહીસાગર જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન બાલાસિનોરની કરૂણાનિકેતન હાઇસ્કુલ ખાતે જિલ્લા રોજગાર અધિકારી આર.એલ. પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સપ્તાહ થકી જિલ્લાના તમામ તાલુકાઓની હાઇસ્કુલોમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષકો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારકિર્દી આયોજન સપ્તાહ અંતર્ગત શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાંવિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સપ્તાહના સમાપન કાર્યક્રમમાં લાયન્સ ક્લબનાRead More


દાહોદમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ઉદાસીનતા

દાહોદ | દાહોદ ખાતે બે ઈનિંગમાં સારો વરસાદ વરસી જતા દાહોદમાં સિઝનનો આશરે 85% વરસાદ થઇ જવા પામ્યો હોવા છતાંય હજુ… દાહોદ | દાહોદ ખાતે બે ઈનિંગમાં સારો વરસાદ વરસી જતા દાહોદમાં સિઝનનો આશરે 85% વરસાદ થઇ જવા પામ્યો હોવા છતાંય હજુ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ પ્રવતી રહ્યો છે. દાહોદમાં ભલે 25 ઇંચ ઉપરાંત વરસાદ થયો પરંતુ સ્થાનિક તંત્ર અને નાગરિકોની ઉદાસીનતાને લઈને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવું કોઈ આયોજન નહીં હોઈ હજારો ગેલન પાણી એમજ નિરર્થક વહી જાય છે. દાહોદનો છાબ તળાવ પણ પાણી સંગ્રહ કરવાની સંગ્રહશક્તિ ખોઈ બેઠું છે.Read More


જાલત ગામમાં ગાંજાના છોડ ઉછેરેલું ખેતર મળી આવ્યું

5 કિલો 100 ગ્રામના 40 છોડ જપ્ત : 51 હજારનો મુદ્દામાલ જપ્ત ખેતર માલિક સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો દાહોદ શહેર નજીક આવેલા જાલત ગામમાં એસઓજીને ગાંજાનું ખેતર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ખેતરમાંથી પોલીસે 51 હજાર રૂપિયાની કિંમતના ગાંજાના 40 છોડ જપ્ત કર્યા હતાં. આ મામલે ખેતર માલિક સામે NDPS એક્ટ મુજબ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ તાલુકાના જાલત ગામના નાકા ફળિયામાં રહેતાં નાગજી ઉર્ફે નાથજી મહારાજ કાળુભાઇ બાલવાળે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની બાતમી એસઓજીને મળી હતી. તેના આધારે બપોરના 3.30Read More


દાહોદમાં સ્કૂલ પાસે પાણીનો વ્યય

દાહોદ | દાહોદ તાલુકા મેઈન સ્કુલની બહારના ભાગે છેલ્લા આઠ ઉપરાંત માસથી ગટરમાં એક પાઈપ લગાવી સ્વચ્છ પાણી 24*7 ધોરણે… દાહોદ | દાહોદ તાલુકા મેઈન સ્કુલની બહારના ભાગે છેલ્લા આઠ ઉપરાંત માસથી ગટરમાં એક પાઈપ લગાવી સ્વચ્છ પાણી 24*7 ધોરણે વહેતું હોવાની બુમ ઉઠતા ‘દિવ્યભાસ્કર’માં તેના સમાચાર પ્રકાશિત થયા હતા. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવી વહેતું સ્વચ્છ પાણી બંધ કારવામાં આવ્યું હતું. જો કે બાદમાં છેલ્લા એક સપ્તાહથી ફરીથી તે પાઈપ દ્વારા સ્વચ્છ પાણીનો વેડફાટ અચાનક ચાલુ થઇ જવા પામતા લોકોમાં આ વેડફાટ બાબતે આશ્ચર્ય ફેલાયું છે.Read More


દાહોદમાં વરસાદી ખાડા પૂરવા તંત્રની બિન-સ્માર્ટ કવાયત

દાહોદમાં તાજેતરમાં પડેલા પાછોતરા વરસાદ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઇ જતા ખાડા પડી ગયા હતા. જેમાં… દાહોદમાં તાજેતરમાં પડેલા પાછોતરા વરસાદ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઇ જતા ખાડા પડી ગયા હતા. જેમાં પ્રજાજનોને નાના મોટા અકસ્માત થતા હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા આ ખાડાઓમાં ક્યાંક ઝીણી કાંકરીઓ વડે તો ક્યાંક મોટા પથ્થરો દ્વારા પુરણ કરવામાં આવ્યું છે. આડેધડ થયેલા આ પુરણને કારણે ઉલટાના લોકોને આવાગમનમાં ખૂબ તકલીફ પડી રહી છે. More From Madhya Gujarat


ફાઇ. બેંકના ફીલ્ડ ઓફિસર પાસેથી Rs.1.09 લાખ અને બાઇકની લૂંટ

રિકવરી કરીને પરત આવતાં બપોરના સમયે બનેલી ઘટના આંબાકાચમાં થયેલી લૂંટમાં ત્રણ લૂંટારૂ સામે ગુનો દાખલ આંબાકાચમાં લોનના રૂપિયાની રિકવરી કરીને પરત આવી રહેલા ફાઇનાન્સ બેંકના ફીલ્ડ ઓફીસરને ધક્કો મારીને ત્રણ લુટારુ એક લાખ રૂપિયા સાથે બાઇક સહિતના મુદ્દામાલની લુંટ કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મહેલાણના વતની અને હાલ લીમખેડા રહેતાં લાલસિંહ પર્વતસિંહ ખાંટ ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ફીલ્ડ ઓફીસર તરીકેની ફરજ બજાવે છે. લાલસિંહભાઇ મોટર સાઇકલ લઇને ધાનપુર તાલુકામાં લોનની રિકવરી માટે નીકળ્યા હતાં. બપોરનાRead More