Sunday, September 30th, 2018

 

દાહોદમાં મોટે ઉપાડે બનાવાયેલું કુત્રિમ તળાવ ખાલી કરવા મશીનો મુકાયાં

વ્યવસ્થા દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખોદવાનો તંત્ર દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ નિર્ણય લઇ તેનું કામકાજ ચાલુ કરાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના કર્મચારીઓએ જે.સી.બી., ટ્રેક્ટર, સહિતના સાધનોની મદદથી નહેરુ બાગની સામેના ખુલ્લા પ્લોટમાં 10 લાખના અંદાજિત ખર્ચે 20 ફુટ ઉંડુ આ કૃત્રિમ તળાવ બનાવી નાખ્યું હતું. જોકે, આ તળાવમાં તાજિયા વિસર્જીત થયા ન હતાં સાથે ગણેશ વિસર્જનના રોજ માત્ર 20 નાની પ્રતિમા વિસર્જીત થઇ હતી. આ તળાવની માટી ચીકણી હોવાથી તેને ચારે તરફથી કોર્ડન કરી દેવાયું હતું. વિસર્જનના એક સપ્તાહ બાદ આ કુત્રિમ તળાવમાં ભરાયેલું પાણી ખાલી કરવા માટે રવીવારે મશીનો મુકવામાંRead More


માંડવમાં 9 વર્ષ પહેલાં 47 લાખની લૂંટ કરનાર રાજસ્થાની લૂંટારૂની ધરપકડ

ગોધરાથી મોડાસા જતી ટ્રકને હાઇજેક કર્યા બાદ માલ લૂંટ્યો હતો દાહોદ પોલીસે પોખરણમાં ચાર દિવસનો પડાવ નાખ્યો… ગોધરાથી મોડાસા જતી ટ્રકને વર્ષ 2009માં હાઇજેક કરીને 24 કલાક સુધી ફેરવ્યા બાદ તેને દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામે મુકી દેવાઇ હતી. આ ટ્રકમાંથી 3.90 લાખના 12 હજાર કિલો કાજુ, 1.20 લાખના 2 હજાર કિલો કાપડ, રોકડા 1.20 લાખ તેમજ ટ્રક મળીને કુલ 47,37,000ના મુદ્દામાલની લુંટ કરી હતી. આ અપરાધમાં રાજસ્થાનના પોખરણના ફલસુન્ડના સમીમખા ઉર્ફે છોટુ કાદરખા હિગોળજાનું નામ ખુલ્યું હતું. અવાર-નવારની તપાસ છતાં તે મળી આવતો ન હતો. ત્યારે 29મી તારીખે સમીમખાRead More


દાહોદમાં અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

વિતરણ દાહોદ શહેરમાં હાલ રોગચાળાને કારણે લોકોમાં દહેશત ફેલાયેલી છે. ઘરે-ઘર માંદગીના ખાટલા છે. જેમાં સ્વાઇનફ્લુ, ચીકનગુનિયા અને ડેન્ગ્યુનો ભય લોકોમાં જોવા મળે છે. ત્યારે આર્યુવેદિક ઉકાળાથી આ રોગથી બચી શકાય તેમ હોવાથી શહેરના ગોદીરોડ વિસ્તારમાં પાછલા કેટલાંક દિવસોથી આ ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદના ગોદીરોડ ખાતે અગ્રસેન ભવન ખાતે ‘’અમૃતપેય’’ ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે વર્ષાઋતુમાં સ્વાઈન ફ્લુ અને ચિકનગુનિયાનની બીમારી દાહોદમાં વ્યાપ્ત બની છે ત્યારે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ વિસ્તારના જાગૃત નગરસેવક લખનભાઇ રાજગોરના સંનિષ્ઠ પ્રયાસોથીRead More


દાહોદમાં દેશદાઝની ભાવના જગાવવા ગાંધીજી દ્વારા 31 સભા કરાઇ હતી

ગાંધીજી રોકાયેલા તે સ્થળ સાચવવા ના બદલે હાલમાં અદ્યતન ભવનમાં તબદીલ ગાંધીજીનું દાહોદમાં 1919 અને 1925 માં એમ બે… રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ 2જી ઓક્ટો.ને દેશભરમાં સ્વચ્છતા માટે ઉજવાનાર છે. જેના માટે અમદાવાદ આવેલા દેશવિદેશથી સેંકડો મહેમાનોને ગાંધી આશ્રમ અને ગાંધીજીએ મુલાકાત કરેલ સ્થળોની મુલાકાત લેવડાવવામાં આવનાર છે. આજથી લગભગ 100 વર્ષ અગાઉ દાહોદમાં ગાંધીજીએ જ્યાં ત્રણ દિવસ રોકાણ કરેલું તે સ્થળ અત્યારે અદ્યતન ઇમારતમાં તબદીલ થઇ ચૂક્યું છે. શહેરમાં 2 વાર આવેલા ગાંધીજીએ દેશદાઝની ભાવના જગાવવા માટે 31 મીટીંગો કરી હતી. …અનુ. પાન. નં. 2 દાહોદના વેપારીએRead More


રોટરી ક્લબ ઓફ દાહોદ તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા સન્માન સમારોહ યોજાયો

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ભાટવાડા પ્રાથમિક શાળામાં આજ રોજ તા. ૩૦/૦૯/૨૦૧૮ રવિવારના રોજ આચાર્ય, શિક્ષકો, સિનિયર સીટીઝન તથા એન્જિનિયરિંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. રોટરી કલબ દાહોદ તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ દાહોદના અધ્યક્ષ રોટે.છોટુભાઈ, રો.સચિવ રમેશભાઈ જોષી, રો.સાબીર શેખ, તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચના પ્રમુખ ઇકબાલ બુઢા, સચિવ સાબિર નગદી, સચિવ અલી ચુનાવાલા તથા આયોજક રોટે. સી.વી.ઉપાધ્યાય, ડિસ્ટ્રિક્ટક ચેરમેન હસ્તક આયોજન સફળ થયું. જેમાં ઇન્દોરના રો.રીતુ ગૌરવ, ડિસ્ટ્રી. ચેરમેન મેઘનગરના રો. વિનોદબાવના આ.ગવર્નરRead More