Saturday, September 29th, 2018

 

બે વર્ષથી હથિયારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી LCB દાહોદ

      રેન્જ IGP સાહેબ, ગોધરા રેન્જનાઓએ દાહોદ જિલ્લા ખાતે બનતા વણ શોધાયેલ ગુનાઓ શોધવા/અંકુશમાં લેવા બાબતે સરહદી રાજ્યોના ગુનેગારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના કરાયેલ હોય તેની ચુસ્ત અમલવારી સારું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ નાઓએ LCB/SOG/ પેરોલ સ્કવોર્ડની ટીમોને આવા ગુનેગારોની યાદી બનાવી તેમજ આવી ગેન્ગોના ઈસમો/બાકી પકડવાના આવા ગુનેગારો ટ્રેસ કરવા સારૂ હ્યુમન ઇન્ટેલિજન્સ / ટેકનીકલ સર્વેલન્સ વિ. માધ્યમોનો ઉપયોગ કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપતા તેની અમલવારી સારૂ LCB ની ટીમ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન લો.ર. હારૂન ઇસ્માઇલ, LCBRead More


બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

દાહોદ. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચનાથી હ્યુમન ઈન્ટેલીજન્સ ટેકનીકલ સર્વેલન્સ માધ્યમોનો ઉપયોગ કરી… દાહોદ. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચનાથી હ્યુમન ઈન્ટેલીજન્સ ટેકનીકલ સર્વેલન્સ માધ્યમોનો ઉપયોગ કરી ઉમદા અમલવારી માટે એલસીબીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના હારૂન ઇસ્માઇલને ચોક્કસ બાતમી મળી હતી કે છેલ્લા બે વર્ષથી મધ્યપ્રદેશના વરલા, બડવાનીના ગુરુદ્વારા નજીક રહેતા આરોપી બલવીરસિંગ ઉર્ફે લક્કી ખ્યાલસિંગ ચીખલીગર, દાહોદના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. જેના આધારે વોચ રાખી આ ઈસમની અટકાયત કરી દાહોદ પોલીસ ટાઉન સ્ટેશનના ગુનાના કામે બે વર્ષથી ફરાર આરોપીને હવાલે કર્યોRead More


દે. બારિયા APMCની વાઇસ ચેરમેનની ચૂંટણી 6 ઓક્ટોબરે

વાઇસ ચેરમેન માટે િવવાદ થયો હતો નવા વા. ચેરમેન કોણ બનશે તેની ચર્ચા દે. બારીયા એપીએમસી ચેરમેન તથા વા. ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ભરત ભરવાડ વિજેતા બન્યા તથા વાઇસ ચેરમેન માટે ડખો થયો હતો. જેમાં વાઇસ ચેરમેનની ચૂંટણી છઠ્ઠી ઓક્ટોબરના રોજ યોજાશે જેમાં એપીએમસી ના સભ્યો સાલગીરા ફરવા જતા રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બારિયા એપીએમસીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે ભરત ભાઈ રણછોડભાઈ ભરવાડ બિન હરીફ ચુંટાઇ આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન માટે એપીએમસીના સભ્ય સુરસીંગભાઈ હીરાભાઈ હીરાભાઈ ચૌહાણ અને મુકેશભાઈ હિંમતભાઈRead More


બારિયા તાલુકામાં દુષ્કર્મનો ભોગ બનેલી મુંગી યુવતિએ ઇશારાઓથી વ્યથા વર્ણવી

સબંધિની ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ હાથ-મોઢુ બાંધીને અપહરણ કરાયું : આખી રાત ગોંધી રાખી દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં મિત્રની મદદથી મુંગી યુવતિનું બળપૂર્વક અપહરણ કરીને લઇ ગયા બાદ યુવકે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે થયેલા પાશવી કૃત્યનું ઇશારાઓથી વર્ણન કરતાં અંતે સબંધિ યુવતિની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દેવગઢબારિયા તાલુકાથી 17 કિમી દૂર આવેલા એક ગામમાં રહેતી 20વર્ષિય યુવતિ મુંગી છે. સાંજના છ વાગ્યાના અરસામાં તે ઘરની બહાર હતી. પોતાના મિત્ર સાથે મોટર સાઇકલ લઇને આવેલો સોમાRead More


દાહોદ જિ.ના વીર સપૂતોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં

સર્જિકલ સ્ટ્રાઇક દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછારવર કરનાર વીર શહિદોને તા. ૨૯-૯-૨૦૧૮ ના રોજ યાદ કરી શ્રધ્ધા સુમન અપાય તેવો કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજાય તેવો નિર્ધાર કર્યો છે. તે મુજબ દાહોદ જિલ્લાના શીંગવડ તાલુકાના પતંગડી ગામના વીર શહીદ સ્વ.બળવંતસિંહ વિરસીંગ કોળીએ ઓપરેશન રક્ષક દરમિયાન બસમાં પોતાની ફરજ પર હાજર થવા રવાના થયેલ જેમાં ઉગ્રવાદીઓ દ્વારા પાથરેલ બારુદી સુરંગ ફાટવાથી ૧૯૯૧માં પ્રાણ ગુમાવેલ, ધાનપુર તાલુકાના નાટકી ખાતે વીર શહીદ સ્વ. છગનસિંહ રાયસિંહ બારીયા, ઓગષ્ટ ૧૯૯૯ માં જમ્મુ કાશ્મીરના કૃપવાડા ખાતે કારગીલ યુધ્ધમાં ઝજુમતા ઝઝુમતાRead More


નાંદરખા પ્રા. શાળા વિભાગ 2માં પ્રથમ ક્રમે

કાલોલ : અડાદરા કુમાર શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2018 યોજાયુ હતુ. જેમાં મુખ્ય વિષય જીવનના પડકારોના વૈજ્ઞાનિક ઢબે ઉકેલ અંતર્ગત 1 થી 5 વિભાગમાં 99 કૃતિઓ, તાલુકાની જુદીજુદી શાળાઓમાંથી રજુ કરવામાં આવીહતી. જેમાં કાલોલ તાલુકાની વેજલપુર સીઆરસીમાં આવેલી નાંદરખા પ્રાથમિક શાળા દ્વારા વિભાગ-2માં ઓઝોન થેરાપી અને વિભાગ-4માં તળાવનું શુદ્ધિકરણ એમ બે કૃતિ રજુ કરી હતી. દાહોદની BOI શાખાને 4 ઓક્ટોબરે ‘બેસ્ટ પર્ફોમિંગ’ એવોર્ડ એનાયત થશે દાહોદ. દેશભરમાં આવેલી પબ્લિક સેક્ટરની બેન્કોને આધાર એક્સીલેન્સ એવોર્ડ અંતર્ગત આધાર જનરેશન અને અપગ્રેડ કરવાની કામગીરી સોંપવામાં આવેલી. શ્રેષ્ઠ કામગીરી બજાવતા દાહોદનીRead More