August, 2018

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨૪ મી ઓગષ્ટના રોજ “સેવા સેતુ કાર્યક્રમ” ના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવશે

      લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે યોજાનાર “સેવા સેતુ કાર્યક્રમ” ના આયોજન અંગેની બેઠક યોજાઇ. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો દાહોદ જિલ્લાનો તા. ૨૪મી ઓગષ્ટ, ૨૦૧૮નો સંભવિત પ્રવાસ કાર્યક્રમ આ મુજબ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૨૪/૮/૨૦૧૮ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે લીમખેડા તાલુકાના ઢઢેલા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાનાર “સેવા સેતુ કાર્યક્રમ” માં ઉપસ્થિત રહી રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્મનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના સંભવિત આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતેRead More


Dahod News from Dahod

દાહોદ ખાતે અગાઉ ૪૫૧ મી.મી વરસાદ થયો હતો જ્યારે કે ગઈકાલ સાંજે ૭ વાગ્યાથી આજે તા. ૨૧ ઓગષ્ટ,૨૦૧૮ ની સવારે ૭ વાગ્યા સુધીમાં બીજો ૪૩ મી.મી વરસાદ વરસતા કુલ ૪૯૪ મી.મી. એટલે કે ૧૯.૫ ઈંચ વરસાદ થવા પામ્યો છે. આભાર ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)


કેરેલામાં પૂરના કારણે સર્જાયેલ તારાજીમાં લોકોના વ્હારે નાતી-જાતી ના ભેદભાવ વગર RSS : ક્યાં ખોવાયા કહેવાતા સેક્યુલર ચમચાઓ

NEHAL SHAH – EDITOR IN CHIEF     સત્ય હકીકત : આજે સમગ્ર ભારતમાં ચર્ચાઓ થાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને કહેવાતા સેક્યુલર ચમચાઓ દ્વારા બદનામ કરવામાં આવે છે અને એ તેઓ દ્વારા RSS ની ખોટી છબી લોકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે. જ્યારે એક મીડિયા કર્મી તરીકે હું પણ ઘણા દુઃખ સાથે આ લખું છું કે મીડિયા અને સમાચાર પત્રોમાં ઘણી વખત RSS ને દેશ વિરોધી હોવાનું અને ચિતરવાનું ષડયંત્ર કરવામાં આવે છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે જે RSS ને બદનામ કરે છે તે લોકોએRead More


દાહોદના વૈજનાથ મહાદેવ ખાતે સંગીતમય શિવકથાનું ભવ્ય આયોજન કરાયું : ભક્તોનું ઉમટયું ઘોડાપુર

    દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં વૈજનાથ મહાદેવ ખાતે વૈજનાથ મહાદેવ સેવા સમિતિના વિમળાબેન ખંડેલવાલ , આનંદ જોશી (જય મહાદેવ), રાજેશ શર્મા, અશોક ખત્રી, નિલેશ પંચાલ, મહેન્દ્ર યાદવ, દિપક અગ્રવાલ તથા મહેન્દ્ર વરેલાણી દ્વારા તા.૧૫/૦૮/૨૦૧૮ થી તા.૨૩/૦૮/૨૦૧૮ સુધી સંગીતમય શિવકથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ગિરધરભાઈ ઉપાધ્યાયના સ્વમુખે કથા પારાયણ રાખવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.૧૫/૦૮/૨૦૧૮ ના રોજ શિવ મહાપુરાણ નું મહત્વ. તા.૧૬ તથા તા.૧૭/૦૮/૨૦૧૮ ના રોજ શિવ તત્વનો મહિમા. તા.૧૮/૦૮/૨૦૧૮ પંચાક્ષરનો મહિમા. તા.૧૯/૦૮/૨૦૧૮ ગણેશજી તથા કાર્તિકેRead More


દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત ૨૩ ભગવાનની શોભાયાત્રા અભૂતપૂર્વ રીતે શહેરના રાજમાર્ગો ઉપર નીકળતાં ભારે હર્ષોલ્લાસ છવાયો

    ૨૩ ભગવાનની પ્રતિમા ૨૩ જિનવાણી ૨૩ લાડુ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. ભગવાન પારસનાથજીના મોક્ષ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. દાહોદ શહેરમાં આચાર્યની નિશ્રામાં ભક્તામર સમ્યક જ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જૈન સમાજના પુષ્પદંત નિલયમાં ભગવાન પારસનાથજીના મોક્ષ કલ્યાણ મહોત્સવની અભૂતપૂર્વ ઉજવણી શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૩ ભગવાનનો ૨૩ જિનવાણી સાથે ૨૩ નિર્વાણ લાડુ સાથે ભગવાનની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે ૨૩ ભગવાનને પાલખીમાં બેસાડીRead More


Dahod News online on www.dahod.com

 


દાહોદમાં ૭૨માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ડેન્ટલ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાંખ,  રેડ ક્રોસ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી, એબિલિટી અને વાઈબ્રન્ટના સંયુક્ત ઉપક્રમે “ડેન્ટલ અવેરનેશ પ્રોગ્રામ” તા.૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. રેડક્રોસ સોસાયટીના કન્વીનર કમલેશ ડી. લીમ્બાચીયાના આયોજન અને સંચાલનમમાં “ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડો.ચીરાયું શાહ, ડેન્ટલ સર્જન દાવેસો  હોસ્પિટલ દ્વારા ખૂબ જ તલસ્પર્શી અને ખૂબ જ ઉપયોગી માહિતી જુનિયર રેડક્રોસના સભ્યોને આપવામાં આવી.Read More


દાહોદના પરેલમાં સવારે 7 વાગે કાળમુખી ડમ્પરની અડફેટે યુવતીનું કરુંણ મોત

    દાહોદના પરેલ વિસ્તારમાં આજે સવારે કરુણાન્તિકા સર્જાઈ હતી. એક પિતા પોતાની પુત્રીને લઈને જઈ રહ્યા હતા, તેવા સમયે એક કાળમુખી ડમ્પર સામેથી આવતું હતું અને ડમ્પરના ચાલકે સામે બાજુના ખાડામાં પલટી ખાવા જતા ડમ્પરને બચાવવાની કોશિશમાં પોતાની સાઈડમાં સ્કૂટર ઉપર આવી રહેલ પિતા પુત્રીને અડફેટે લીધા હતા. આ કરુણ ઘટનામાં પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને હાથે પગે ઈજાઓ થતા દવાખાને દાખલ કરાયા હતા. આ મામલે દાહોદ પોલીસે ઘટના સ્થળ ઉપર આવી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ “ત્રિરંગા યાત્રા” અને “યાદ કરો કુરબાની” કાર્યક્રમ યોજાયો : અગ્રણીઓ અને નગરજનોએ દેશભાવના સાથે ઉત્સાહભેર ભાગ લીધો

      દેશભરમાં રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે સ્વામી વિવેકાનંદ ચોકથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે સાંજે ૦૫:૩૦ કલાકે નીકળી યાદગાર ચોક, નગરપાલિકા થઇ પડાવ ચોક ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે સમાપન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા યાત્રાને નિવાસી અધિક કલેક્ટર એમ.બી.ચૌધરી તથા નગર સેવા સદનના પ્રમુખશ્રી અભિષેક મેડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ ક્રાંતિકારીઓ પૂ. મહાત્માRead More


દાહોદ ટાઉન P.I. કે.જી પટેલએ મહિલાઓને વ્યસન મુક્તિ અંતર્ગત વ્યસનથી દૂર કરી રોજગરી માટે કરી સરકારને ભલામણ

      સરકારના વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત દાહોદ ટાઉન P.I. કે.જી.પટેલએ દારૂ વેચતી, દારૂ પીતી, વ્યસન કરતી તથા નશો કરતી વ્યક્તિઓને બોલાવી સામાજીક જીવન કેવી રીતે જીવવું તે વિશે સમજાવી વ્યસન કરવાથી શુ નુકશાન થાય છે અને છોડવાથી શુ ફાયદા થાય છે તે વિશે સમજાવી કે જે લોકો વ્યસન છોડે છે તેમને સરકાર કયા કયા લાભ, સહાય આપે છે અને પોતે પોતાનો સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકે તેવુ સમજાવી ત્રણ થી ચાર બહેનો કે જેઓના નામ લક્ષ્મીબેન સંગાડા, રમતુંબેન ડામોર, કાંતાબેન ડાંગી અને બુંદીબેન છે. આ મહિલાઓને વ્યસન છોડવાRead More