June, 2018

 

દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત પર ભાજપે કબ્જો કર્યા બાદ આજે પ્રમુખ – ઉપપ્રમુખ પદગ્રહણ સમારોહ યોજાયો

    THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA દાહોદ જિલ્લામાં પહેલા અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી કોંગ્રેસ પોતાની સત્તા જાળવી ના શકી અને દાહોદ જિલ્લા પંચાયતના સભ્યોએ કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા અને દાહોદ જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી અને આજે આ સંબંધે ખૂબ ભવ્ય પદ ગ્રહણ સમારંભ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો . આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના નવા વરાયેલ પ્રમુખ યોગેશ પારગી, ઉપપ્રમુખ ઈન્દિરાબેન કિરણસિંહ તથા 9 કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો જે ભાજપમાં જોડાયા અને અન્ય મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જે ખાસ કરીને લીમખેડા, ફતેપુરા,Read More


દાહોદના મંગલમહુડી પાટિયા પાસે રાત્રે 1 બસ અને 4 કાર ઉપર પથ્થરમારો : લૂંટની કોશિશ

    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામ પાસે લૂંટારું ટોળકીનો આતંક મધ્યપ્રદેશની એક લકઝરી બસ અને 4 કાર પર ભારે પથ્થરમારો કરી લૂંટવાની થઈ કોશિશ કરાઈ છે. પોલીસને આ બાબતની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. તમામ ગાડીઓના કાચ તો ફૂટ્યા છે. લીમખેડા પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ આપેલ માહિતી મુજબ કોઈ લૂંટ થઈ ન હતી અને કોઈ પણ ઇજાગ્રસ્ત સામે આવી અને કોઈ ફરિયાદ નોંધાવી નથી. દાહોદ લીમખેડા હાઇવે પરથી પસાર થતા વાહનો પર પથ્થર મારો થતા મધ્યપ્રદેશ પરિવહનની એક બસ સહિત 4 ગાડી પર થયા પથ્થર મારોRead More


છત્રાલમાં થયેલ હિન્દૂ યુવકની હત્યા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) એ દાહોદ કલેકટરને આપ્યું આવેદન

  THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં અશોકભાઈ પટેલ નામના હિન્દૂ યુવાનનું કલ્લુમિયા નામના મુસ્લિમ યુવાન દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા મામલે આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) ના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે આ ઘટનાને ત્રણ દિવસ વીતવા આવ્યા પરંતુ આજ દિન સુધી હત્યારાને પકડવા માટે કોઈ પણ પ્રકારની તજવીજ હાથ ધરાઈ નથી. માટે જ આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ (AHP) દ્વારા છાત્રાલ ગામના અશોકભાઈ પટેલના હત્યારાઓને પકડવા માટેRead More


દાહોદ એમ.એન્ડ.પી હાઈસ્કૂલ પેપર  લીક મામલે 2 શિક્ષકોને ફરજ પરથી મોકૂફ કરતા જિલ્લા કલેકટર અને શિક્ષણ અધિકારીને શિક્ષક સંઘે આપ્યું આવેદન 

  માર્ચ 2018 ની બોર્ડ ની પરિક્ષા દરમ્યાન M & P High school માં બનેલ પેપર લીક બનાવ ના સંદર્ભે થોડા દિવસો અગાઉ આ  શાળામા માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા 2 શિક્ષકો નિષાબેન પટેલ અને અને જયદીપ પટેલ કે જેઓ ને આ બનાવ સાથે કોઇ લેવા દેવા નથી અને સાથે સાથે તેઓ તે દિવસે શાળામા હાજર પણ નહોતા તેમ છતાં તેઓને સંચાલક મંડળના પ્રમુખ દ્વારા ખોટો રાગ દ્વેષ રાખીને અમને બંને શિક્ષકોને ફરજ મોકૂફી નો આદેશ આપ્યો છે. તેનો અમો શિક્ષકો વિરોધ કરીએ છીયે અને તે બાબતે સત્વરે યોગનિર્ણય લેવાRead More


દાહોદ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

    THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ વિશ્વ યોગ દિવસ નિમીત્તે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસે સવારે ૦૨:૦૦ કલાક ૦૬:૦૦ વાગ્યા થી ૦૮:૦૦ વાગ્યા સુધી એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ૭ (સાત) જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ પોલીસ પરેડ ગાઉન્ડ ઉપર વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગર સેવા સદન દ્વારા કેશવ માધવ રંગ મંચ, રેલ્વે દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ,Read More


દાહોદના રળીયાતીમાં એક મહિલાની હત્યાથી સનસનાટી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રળીયાતી ગામના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં એક આધેડ મહિલાની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. રળીયાતી ગામે રહેતા વાલીબેન નિનામાંની બપોરે વાડીમાં કામે ગયા ત્યાં થઈ હત્યા. તેમના ભાઈ વાલા ડામોરના કહેવા મુજબ શરીર ઉપરથી તમામ દાગીના લૂંટી લેવાય હતા. તથા પથ્થરો મારી હત્યા કરી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઘટનાની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને સિવિલમાં પી.એમ માટે મોકલી દેવાઈ હતી. વાલીબેનના પરિવાર શોકમાં ગમગીન થઈ ગયો. પોલીસે ગુનોRead More


દાહોદ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો

    THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આજે સવારે યોજાઈ હતી જેમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત હોવા છતાં દાહોદ જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. કૉંગ્રેસના ૯ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને તેઓને ભાજપ ના સભ્યો દ્વાર અપહરણ કરી લઇ જવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ કૉંગ્રેસના ૧૭ સભ્યો હાજર રહ્યા હતા અને કુલ ૨૬ સભ્યો માંથી ૯ સભ્યો હાજર ન રહેતા કોંગ્રેસના સભ્યો સભા ખંડમાં વોટિંગ કર્યા વગર જતા રહ્યા હતા અને તેઓએRead More


દાહોદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

    THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS ૧૪ જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી અંતર્ગત ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છીક કરનાર રક્તદાતા દ્વારા ૬ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું. તેમજ તાલુકા બ્લોક હેલ્થ કચેરી દાહોદના ડો. પહાડિયા સાહેબના નિદર્શનમાં ૩૦ યુવાન-યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. બેંક ઓફ બરોડા ચાકલીયા રોડ શાખા દ્વારા ૬ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી માનવતાના કાર્યમાં ધન્યતા અનુભવી હતી. વિશ્વ રક્તદાતાની “રક્તદાન મહાદાન” ઉજવણીમાં રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્ય એન.કે. પરમાર, કમલેશ લીમ્બાચીયા, જવાહર શાહ, શાબીર શેખ, નરેશ ચાવડાએ સેવા આપી હતી. હવે પછીના બ્લડ ડોનેશનRead More


દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ વરણી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવીલ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે પ્રમુખ વરણી દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય વિનમ્રસ્વરૂપ સ્વામી તથા પૂજ્ય વેદપ્રિય સ્વામીની હાજરીમાં દાહોદ નગર પાલિકાના નવનિયુકત પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી, મુકેશભાઈ ખંડેલવાલ, રાજુભાઈ તથા અન્ય કાઉન્સીલરોની હાજરીમાં આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અંદાજે ૧૦૦૦ હરિભક્તોએ લાભ લીધો હતો. આ સત્સંગ સમારોહ પૂરો થાય બાદ ભોજનRead More


દાહોદમાં હોલી જોલી ગ્રુપ દ્વારા આજ રોજ હેપ્પી સ્ટ્રીટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

    THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ સ્થિત વિશ્રામ ગૃહ વાળા રસ્તા ઉપર હોલી જોલી ગૃપ દ્વારા દાહોદ નગર પાલિકા, દાહોદ ટાઉન પોલીસ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર, રાહુલ હોન્ડા મોટર્સ તથા ધી અમેરિકન સ્કૂલના સહયોગથી આજ રોજ તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવારના સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. હેપ્પી સ્ટ્રીટ માં નાના બાળકો થઈ લઈને મોટેરાઓ સુધીના આનો લાભ લીધો હતો. જેમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદીRead More