Sunday, March 18th, 2018

 

દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન પૂર્વે ચકલી માળા વિતરણ સંપન્ન

KEYUR PARMAR – DAHOD     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિન નિમિત્તે આજ રોજ તા.૧૮/૦૩/૨૦૧૮ને રવિવારે ચકલીના માળા અને પાણી કાજેની તાસક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ બબલુ ખત્રી સહિતના સદસ્યો દ્વારા આશરે ૭૫૦ નંગ ચકલીના માળા અને પાણીના તાસકનું સાવ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.