September, 2017

 

નવલી નોરતાના છેલ્લા દિવસે સમગ્ર દાહોદના લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા

KEYUR PARMAR – દાહોદ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે નવલી નોરતાના છેલ્લા દિવસે સમગ્ર દાહોદના લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા. આદ્યશક્તિ માં અંબેના નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસે દાહોદ શહેરના દૌલતગંજ બજાર, હનુમાન બજાર, હરિવાટિકા, શક્તિ નગર, વ્રજધામ સોસાયટી ગોકુલ સોસાયટી, દેસાઈવાડામાં સંસ્કાર કેન્દ્ર વગેરે અનેક જગ્યાએ નવલી નવરાત્રીમાં લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા. દાહોદમાં અનેક જગ્યાએ શેરી ગરબાએ ધૂમ મચાવી જ્યારે બીજી બાજુ ડોક્ટર એશોષીએશનના દરેક ડોક્ટર તથા કેમિસ્ટ લોકો રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં પણ ગરબે ઘૂમ્યા હતા.


New ”Voice of Dahod”(23rd Sep.’17) is Now Online on www.dahod.com

નમસ્કાર, તા:23-09-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં ચાલતા નવરાત્રિ મહોત્સવની રોચક માહિતી આપતું ”ડોકિયું”, ”સપ્તાહના સાત રંગ”, ભૂતકાળનું નવરાત્રિ વિષયક ડોકિયું ફિલર તરીકે તથા કુંવારપાઠું (એલોવિરા) વિષયક ”પ્રકીર્ણ” છે તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 23 સપ્ટેમ્બર, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com>Read More


ચીફ ઓફિસરે કહ્યું દાહોદ નગર સેવા સદન દ્વારા ડસ્ટબીન નું વીતરણ શરુ કરાયું : લોકો ડસ્ટબીન ઉત્સાહ પૂર્વક લઇ જાય છે

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરને જ્યારે સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યું છે ત્યારે દાહોદ નગર સેવા સદનના ચીફ ઓફિસરની સૂચના અનુસાર તમામ નગર પાલિકાના કર્મચારીઓ દરેક ફળીયા – મહોલ્લાના લોકોને બે ડસ્ટબીનનું મફતમાં વિતરણ કરી રહ્યા છે. જેમાં એક લીલા કલરનું ડસ્ટબીન છે જેમાં લીલો કચરો એટલે કે ભીંજાયેલો તથા બીજું ડસ્ટબીન વાદળી કલરનું છે જેમાં સૂકો કચરો ભેગો કરવાનો અને જ્યારે નગર પાલિકાના સફાઈ કામદાર જ્યારે કાચરો લેવા આવે ત્યારે તે બંને ડસ્ટબીન નો કચરો તેમને આપી દેવો તેવું ગામ લોકોને સૂચનRead More


દાહોદના ચિંતામણી પાશ્વનાથ દાદાના દેરાસર ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ શ્રી જ્યોતિકલ્પશ્રીજી મ.સા., શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા.ની નિશ્રામાં યોજાયો પંચાન્હીકા મહોત્સવ

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં ચાતુર્માસ અર્થે પધારેલ શ્રી જ્યોતિકલ્પશ્રીજી મ.સા., શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા.ની નિશ્રામાં માસક્ષમણ તેમજ અઠ્ઠાઈની વિવિધ તપશ્ચર્યાની અનુમોદના અર્થે તા.૨૧/૦૯/૨૦૧૭ થી તા.૨૫/૦૯/૨૦૧૭  સુધી પંચાન્હીકા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં નીચેના લાભાર્થીઓએ લાભ લીધો હતો. શ્રી નવકાર મહામંત્ર પૂજાનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાભાર્થી કિશોરભાઈ રતનલાલ જૈન, શ્રી ઉવસગ્ગહરમ્ પૂજનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાભાર્થી હસમુખભાઈ મણિલાલ શરાફ તથા પરિવાર, શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજનમાં પૂજાનના લાભાર્થી સંપતબેન માણેકલાલ ભણસાલી તથા સ્વામીવાત્સલ્યના લાભાર્થી સરોજબેન વિક્રમભાઈ શાહ અને તેમનો પરિવાર, શ્રી નાકોડાજી પૂજનમાં પૂજન અનેRead More


દાહોદમાં ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યોજાયુ “વિજય ટંકાર યુવા સંમેલન”

KEYUR PARMAR – DAHOD દાહોદ શહેરના પ્રવેશદ્વાર થી આજે બપોરે ૧૨ વાગે ઋત્વિજ પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલી દાહોદના ગોધરા રોડ થઇ તળાવ પરથી ભગિની સમાજ સર્કલ થઇ માણેક ચોક થી ગોવિંદનગર પહોંચી હતી ત્યાંથી રળીયાતી રોડ ખાતે આવેલ રાધે ગાર્ડન પહોંચી હતી.        જ્યાં તેઓએ “વિજય ટંકાર યુવા સંમેલન” ને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ ઉપર ચાબખા માર્યા અને કહ્યું હતું કે આજે યુવાનોને ધંધો કરવા મુદ્રા બેન્ક ૧૦ લાખ સુધીની લૉન વગર ગેરંટર કોણ આપે છે કેન્દ્રની મોદી સરકાર, કોંગ્રેસ વેન્ટિલેટર પર હતી જ, પણRead More


દાહોદના છાપરીમાં આવેલ ગુરુકુલ વિદ્યાલયમાં વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની ઉપસ્થિતિમાં નવરાત્રી મોહત્સવ ધામધૂમથી ઉજવાયો

KEYUR PARMAR – DAHOD   નવલા નોરતામાં ચાલતીમાં આદ્યશક્તિની આરાધનાના ભાગરૂપે આજ રોજ તા.૨૩/૦૯/૨૦૧૭ શનિવારના રોજ દાહોદનાા છાપરીમાં આવેેેલ ગુરુકુલ શાળામાં નવરાત્રીનો મોહત્સવ ઉજવાયો. આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદના જિલ્લા મંત્રી નેહલ શાહ , ઉપાધ્યક્ષ ગૌરાંગ ભાટિયા, દુર્ગાવાહીનીના સંયોજીકા જ્યોતિકાબેન શ્રીમાળી, સહસંયોજીકા અમીષાબેન દેસાઈ તથા શાળાના ડાયરેક્ટર પૂજાબેન જૈન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું, ત્યાર બાદ હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રગટાવી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય ગુંજન ભાટીયાએ પરિવાર સહીત માતાજીની આરતી કરી હતી. આ મહાઆરતીમાં વાલીગણ તથા સ્ટાફના અન્ય કર્મચારીયોRead More


દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે 23મીએ ડો. ઋત્વિજ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ભાજપનો વિજય ટંકાર યુવા સંમેલન

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર ખાતે આવનાર તા. ૨૩/૦૯/૨૦૧૭ શનિવારના દિવસે સવારના ૧૧:૦૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ આવનાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દાહોદ ખાતે વિજય ટંકાર યુવા સંમેલન યોજાનાર હોવાથી મોટી સંખ્યામાં ભાજપના યુવા નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે તેવું દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા અમારા NewsTok24 ના રિપોર્ટરને જણાવવામાં આવ્યું હતું.


16 Sep.’17 “Voice of Dahod” is now online on www.dahod.com

નમસ્કાર, તા:16-09-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજકાલ ભારતમાં કુખ્યાત બનેલ બાબા-મહાત્માઓની વાતો વિશેનું ”ડોકિયું”, ”પ્રકીર્ણ”માં હ્રદય રોગ- ભાગ:2, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે આયોજિત કોન્ફરન્સ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 16 સપ્ટેમ્બર, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે.


આજ રોજ દાહોદ શહેરમાં કોંગ્રેસે યોજી જનઆક્રોશ રેલી

KEYUR PARMAR – DAHOD   કૉંગ્રેસએ દાહોદમાં યોજી જન આક્રોશ રેલી. આજે પોણા એક વાગે નીકળી અને બાઇક રેલી સિટીગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં પંજાબના યુવા નેતા અમરીંદરસિંહ રાજા બરાર, મધ્ય પ્રદેશના જીતુ પાટવારી, ગુજરાતના ઈંદ્રવિજયસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, દાહોદના ધારાસભ્ય વજુ પણદા , ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન, ઝાલોદના ધારાસભ્ય મિતેશ ગરાસિયા, પ્રભાબેન, સોમજી ડામોર, નિકુંજ મેડા અને મહેશ બબેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય રાજકીય મહાનુભાવોના વક્તવ્ય ખુબજ ટૂંકા કરાયા હતા. જીતુ પાટવારી એ કહ્યું કે યુવાઓ અને ખેડૂત માટે આ સરકારે કંઇજ નથી કર્યું અને કરશે પણ નહીRead More


નેશનલ હેલ્થ મિશન ગુજરાત સરકારના ૧૧માસના કરાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજથી હડતાલ પર

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેલ્થ મિશન ગુજરાત સરકારના ૧૧ માસના કારાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓની એક મિટિંગ સવારના ૧૧:૦૦ કલાક થી ૦૧:૦૦ કલાક સુધી મળી હતી. આ મિટિંગ બાદ દરેક કરાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે D.D.O. તથા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ દરેક કર્મચારી આજ રોજ તા.૧૮/૦૯/૨૦૧૭ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા.