July, 2017

 

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન સમિત અને વેપારીઓ દ્વારા ઉત્તર ગુજરાતના પૂર અસરગ્રસ્તો માટે અંદાજીત ૧૦ ટન વજનની રાહત સામગ્રી મોકલાઇ

EDITORIAL DESK – DAHOD પૂરમાં અસર પામેલ મુંગા પશુઓ માટે અત્યાર સુધી ૮૮ ટ્રકોમાં ૨૭૫૭૫૫ કિલોગ્રામ ઘાસ રવાના કરાયુ છે : કલેક્ટર જે.રંજીથકુમાર કલેક્ટર જે.રંજીથકુમાર સહિત મહાનુભાવોએ વિનાશક પૂર અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલ રાહત સામગ્રીના વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં તાજેતરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં પાટણ-ડીસા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની વિનાશક પરિસ્થિતિ સર્જાઇ હતી. લોકોએ પોતાના ઘરો, અનાજ ઘરવખરી સહિત તમામ સામગ્રી વરસાદના કારણે ગુમાવી છે. નાશ પામેલ છે. ત્યારે આ કુદરતી ક્રોપમાં અસરગ્રસ્ત પામેલ ભાઇ-બંધુઓની વ્હારે જવાની આપણીRead More


MrutyuNondh of Gordhandaas M. Parikh (Oldest Dahodian Photographer)

*દાહોદના આરંભિક ફોટોગ્રાફરો પૈકીના એક શ્રી ગોરધનદાસ મગનલાલ પરીખનું તા:28-7-’17 ના રોજ 97 વર્ષની વયે અવસાન થયું છે. ભારતને આઝાદી મળી ત્યારથી લઈને દાહોદ ખાતે વખતોવખત પ્રાપ્ત થતી સુવિધાઓ અને મહાનુભાવોના આગમન વેળા સરકારી ફોટોગ્રાફર તરીકે તેઓ હાજર રહેતા. શ્રી સુકેશભાઈ પરીખના પિતાશ્રી અને દાહોદની અનેક મહત્વની ઘટનાઓના તાજના સાક્ષી એવા ગોરધનદાસ પરીખના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદથી રાહત સામગ્રી ભરેલી ગાડી બનાસકાંઠા જવાના રવાના

KEYUR PARMAR – DAHOD દાહોદથી રાહત સામગ્રી ભરેલી ગાડી બનાસકાંઠા જવાના રવાના. વરસાદથી બનાસકાંઠામાં તારાજી સર્જાતા ધનેરામાં મોટી હોનારત થઇ. અત્યાર સૂધી 100 જેટલા લોકો ના મૃત્યુ થયા. ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા. હાલ ઘરોમાં ખેતરમાં 15 ફુટ રેતી ભેગી થયેલ છે. લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ રુપિયા 500 કરોડનું પૂર રાહત પેકેજ જાહેર કર્યું અને મૃતકના પરિવાર ને 2લાખની સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતના ગામે ગામથી રાહત સામગ્રી અને ખાવા પીવાનો સામાન મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગ રૂપે આજે દાહોદ નગરપાલિકાથી પણ ફૂડ પેકેટRead More


દાહોદ નગર પાલિકા તંત્રના બોર્ડની વિવિધ ચેરમેનની વરણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેરનું દાહોદનાં ગોવિંદનગરમા આવેલ અટલ લાઈબ્રેરી ખાતે નગરપાલિકાના બોર્ડની એક મિટીંગ યોજવામાં આવી જેમાં વિવિધ ખાતાકીય ચેરમેનોની વરણી કરવામાં આવી જે આ પ્રમાણે છે : કારોબારી: પ્રશાંત દેસાઈ, બાંધકામ: મુકેશ ખંડેલવાલ, નગર રચના & વિકાસ: ભાવનાબેન વ્યાસ, પાણી પુરવઠા: અભિષેક મેડા, આરોગ્ય: લખન રાજગોર, દીવાબત્તી: પ્રીતિબેન સોલંકી, બાગબગીચા: રીનાબેન પંચાલ, સમાજ કલ્યાણ: કલ્પનાબેન ભગત, લાયબ્રેરી: કુનાલ બામણિયા, શોપ & એસ્થાબ્લિસ્ટમેન્ટ: લતાબેન સોલંકી, એસ્ટાબ્લિસ્ટમેન્ટ: કાઈદ ચુનાવાલા, ફાયર: સલમાબેન આંબાવાલા, લિગલ: બિરજુ ભગત, રમતગમત: નૃપેન્દ્ર દોષી તથા પક્ષના નેતા: વિનોદ રાજગોર આ મિટીંગમાંRead More


દાહોદ જિલ્લામાં સંભવિત અતિભારે વરસાદમાં આપત્તિ વ્યવસ્થાપન માટેના આયોજન-ચર્ચા સમીક્ષા બેઠક યોજાઇ

EDITORIAL DESK – DAHOD સતત વરસાદ પછીની પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગને સતત સર્તક રહેવા તાકીદ, તાલુકા અને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ સતત કાર્યરત રહે. : જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ સોનલ મિશ્રા દાહોદ જિલ્લામાં વર્ષ-૨૦૧૭ માં ભારેથી અતિભારે વરસાદ સંભવિત આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન અંગેની-ચર્ચા સમીક્ષા બેઠક દાહોદ જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત વાહન વ્યવહાર નિગમના વહીવટી સંચાલક શ્રીમતિ સોનલ મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ સોનલ મિશ્રાએ દાહોદ જિલ્લામાં ચોમાસાની ઋતુ-૨૦૧૭ અંતર્ગત રાજયમાં ભારેથી અતિભારે વરસાદ સંબધિત આગાહીને પગલે અને સતતRead More


દાહોદના ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટીમાં રહેતા વેટરનરી ડોક્ટર ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું : ડોકટરનો આબાદ બચાવ

RPARMAR – DAHOD દાહોદના ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટીમાં રહેતા વેટરનરી ડોક્ટર ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું : ડોકટરનો આબાદ બચાવ દાહોદના ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટીમાં રહેતા વેટરનરી ડોક્ટર ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું ડોકટરનો આબાદ બચાવ થયો. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં ગોદી રોડ પર આવેલ સાઇંધામ સોસાયટી ખાતે રહેતા સંતરામપુરમાં વેટરનરી ડોક્ટર તરીકે નોકરી કરતાં કિરણભાઈ નિસરતા ઉપર ૩ અજાણ્યા સખ્શો દ્વારા વરસાદી માહોલમાં ઘરમાં દ્વારા ઘૂસી જઈ ફાયરીંગ કર્યું હતું જ્યારે તેમનો આબાદ બચાવ થયોRead More


દાહોદ જિલ્લામાં મૂશળધાર વરસાદનાં કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા : મકાઈના પાકને નુકસાન

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ગામમાં તથા સમગ્ર જિલ્લામાં મૂશળધાર વરસાદનાં કારણે નદી, તળાવ તથા ડેમ ઓવરફલો થઈ ગયાં છે. આના કારણે જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી શાળાઓમાં આજ રોજ રજા જાહેર કરવામાં આવી હતી. લીમખેડા તાલુકામાં આવેલ કબૂતરની ડેમ, ઝાલોદ તાલુકામાં માછણનાળા ડેમ, ઓવરફલો થઈ ગયાં છે. બીજી બાજુ રસ્તા ઉપર વૃક્ષો ધારાશાહી થઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ગરબાડા તાલુકાના નેલસુર વજેલાવના રસ્તા પણ ટૂટી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જ્યારે મકાઈના પાકને દરેક જગ્યાએ નુકસાન થયું છે તથા ટ્રેનમાંRead More


નવરચિત શીંગવડ તાલુકા મથક ખાતે જિલ્લાનો ૬૮ મો વનમહોત્સવ ઉજવાયો

EDITORIAL DESK – DAHOD – રાજ્ય સરકારે દેશની આઝાદીની લડતમાં ૧૨૦૦ જેટલા આદિવાસી ભાઇઓના બલિદાનોની યાદમાં વિરાંજલી વનો ઉભા કરવામાં આવ્યાં છે.– દેશને હરિયાળો બનાવવા માટે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના સંકલ્પ સાથે કટિબધ્ધતા વ્યક્ત કરી છે. : કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ૬૮ મો વન મહોત્સવ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને નવરચિત શીંગવડ તાલુકાના મુખ્ય મથક શીંગવડ, જી.એલ.શેઠ હાઇસ્કુલ, શીંગવડ ખાતે આદિવાસી વાજિંત્રો ઢોલ શરણાઇ થાળી અને કુંડીની ગુંજ, ફટાકડાના ધુમ ધડાકા સાથે વિશાળ જનમેદની વચ્ચેRead More


દાહોદ ખાતે રાષ્ટ્ર સૃજન અભિયાનની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રધ્યુમનસિન્હા અને રાષ્ટ્રીય મહાસચિવ ઉષાબેન પટેલની નિશ્રામાં યોજાઇ

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે રાષ્ટ્રીય સૃજન અભિયાન સૃજન નયે ભારત કા ની એક સભા મળી હતી. આ સભામાં રાષ્ટ્રીય સૃજન અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રધ્યુમનકુમાર સિન્હા, રાષ્ટ્રીય મહાસચિવ ઉષાબેન પટેલ, મધ્ય ગુજરાત મીડિયા પ્રભારી નેહલ શાહ, દાહોદ જિલ્લા અધ્યક્ષ સી.વી.ઉપાધ્યાય, જિલ્લા મહાસચિવ શાંતિલાલ પી. પટેલ, દાહોદ જિલ્લા પ્રભારી રમેશભાઈ જોષી અને 50 જેટલા ભાઈ – બહેનો સાથે સભામાં રાષ્ટ્રીય સૃજનની ચર્ચા કરવામાં આવી. વધુમાં સિન્હા સાહેબે ઉમેર્યું કે રાષ્ટ્રીય સૃજન અભિયાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ અને સીધી દેખરેખ હેઠળ દરેક સરકારીRead More


દાહોદ જિલ્લામાં મતદાર ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મતદાર નોંધણી સમીક્ષા બેઠક રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

EDITORIAL DESK – DAHOD ઓબ્ઝર્વરશ્રીએ ઇ.પી.રેશીયો જાળવવા જરૂરી સૂચનો કર્યા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૧૭ અન્વયે દાહોદ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર અને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર સચિવશ્રી વી.પી.પટેલના અધ્યક્ષસ્થાને મતદાર નોંધણી અંગેની સમિક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વર વી.પી.પટેલે જણાવ્યું હતું કે નોંધાયેલા અમુક ફોર્મમાં જેન્ડર રેશીયો ઓછો હોવાના અને જેન્ડર રેશીયો દૂર કરવાના ઉપાયો વ્યાજબી કારણ દર્શાવી ફોર્મમાં જરૂરી ઇ.પી રેશિયો જળવાય તે માટે ઇ.આર.ઓ. અને એ.ઇ.આર. ઓ અને બી.એલ.ઓ દ્રારા જરૂરી કાર્યક્રમો યોજી જેન્ડર રેશીયો વધારવા માટે જરૂરી સૂચનોRead More