Saturday, February 11th, 2017

 

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કરાટે ચીફ કોચ રાકેશ ભાટિયા અને તેમના સિનિયર કરાટે ઇન્સ્ટ્રક્ટર દ્વારા કરાટેના નેશનલ રેફરી – જજ કુમિતે ની B – GRADE ની પરીક્ષા પાસ કરી જિલ્લાનું નામ રોશન કર્યું

  KEYUR PARMAR – DAHOD તારીખ ૧૦/૦૨/૨૦૧૭ ના રોજ વાડો રયુ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સાઉથ એશિયાના કરાટે ચીફ કોચ સિહાન કસીમ એસ. દાવના માર્ગદર્શન હેઠળ તેમના ૨૪ સિનિયર કરાટે ઇન્સ્ટ્રક્ટરની ફેફરી કુમિતે જજ – B – Grade ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા લેવા માટે કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયા (KAI) ના RC ચેરમેન સિહાન યોગેંદર ચૌહાણ કે જેઓ પોતે કરાટે રેફરી જજ કુમિતેમાં A – Grade છે અને તેઓએ તમામ ૨૪ કરાટે ઇન્સ્ટ્રક્ટરને કુમિતે રેફરી જજની B – Grade ની તાલીમ આપ પરીક્ષા લીધી હતી અને ઉપરોક્તRead More


જિલ્લા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા ગૌશાળા ચોકમાં મફત ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું 

KEYUR PARMAR – DAHOD આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના ગૌશાળા ચોકમાં જિલ્લા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા મફત ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર (હાઇપરટેન્શન) તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારના ૦૯:૦૦ કલાક થી બપોરના ૦૩:૩૦ કલાક સુધી કરવામાં આવ્યો હતો જેમાં ૩૦ વર્ષથી ઉપરની ઉમરના લોકોનો ચેકઅપ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ૧૮૫ દર્દીઓની તપાસ થઈ હતી તેમાથી ૩૬ દર્દી ડાયાબિટીસ પોઝીટીવ અને ૩૨ દર્દી હાઇપરટેન્શન ના માલૂમ પડેલ તેમણે વધુ તપાસ માટે દાહોદ સરકારી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા હતા. આ મફત ડાયાબિટીસ (સુગર)Read More


દાહોદની પોલીસે ગૌવંશ બચાવ્યા

   EDITORIAL DESK – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મોડી રાત્રીના આશરે 02:15 કલાકે ઘાંચીવાડાં વિસ્તારમાં આવેલ ફાતેમાં મસ્જિદની ગલીમાં સલમાન સલીમ અનુસ્વાલાના ઘર પાસેથી 7 ગૌવંશ ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હતા. જે દાહોદ પોલીસે બાતમીના આધારે રેડ કરતા આ ગૌવંશ મળી આવેલ જેના આધારે દાહોદ પોલીસે એનિમલ ક્રુઆલીટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી અને ગૌવંશને પાંજરાપોળ ખાતે મોકલી અપાવામાં આવી  હતા.