February, 2017

 

સ્ટેટ લેવલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં દાહોદ શહેરનો વસીમ ચશ્માવાલા ટોપ 5 માં આવી દાહોદ શહેરનું નામ રોશન કર્યું

KEYUR PARMAR – DAHOD BUREAU તા.26-02-2017ના રોજ અમદાવાદ ખાતે ઓલ ઓવર ગુજરાતમાંથી 100 થી વધુ બોડી બિલ્ડરોએ સ્ટેટ લેવલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ – 2017 માં ભાગ લીધો હતો. આ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં દાહોદ શહેરમાં રહેતા વસીમ ચશ્માવાલાએ પણ ભાગ લીધો હતો. દાહોદનો આ નવયુવાન ગુજરાતના ટોપ 5 બોડી બિલ્ડરોમાં સ્થાન પામ્યો હતો. અમારા રીપોર્ટર સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધા માટે વધુ મહેનત કરી ટોપનું સ્થાન મેળવવાનો પ્રયત્ન કરી દાહોદ શહેરનું નામ પુરા ગુજરાતમાં રોશન કરવાનો પ્રયત્ન કરીશ.


દાહોદ જીલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” મહારેલી

GIRISH PARMAR – JESAWADA દાહોદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જે. જે. પંડ્યા, અધિક આરોગ્ય અધિકારી, ડી.એમ.ઓ., તથા દાહોદ નગર પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, આ રેલીમાં ગરબાડા, લીમખેડા, ધાનપુર, ઝાલોદ અને દાહોદના તમામ બ્લોકના તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ તમામ તાલુકાનાં સુપરવાઈઝરો, પી.એચ.સી. સુપરવાઈઝરો તથા તમામ પી.એચ.સી.ના એમ.ઓ. તેમજ એફ.એચ.ડબલ્યુ. બહેનો અને એમ.પી.એચ.ડબલ્યુ. ભાઈઓ, આશાવર્કર બહેનો, દાહોદનો નર્સિંગ સ્કૂલનો સ્ટાફ તથા દાહોદની અન્ય શાળાઓના બાળકો દ્વારા આ રેલી ગોવિંદ નગરના ટોપી હોલથી શરૂ કરી અનાજ માર્કેટ યાર્ડ રોડ, પડાવ,Read More


ચાલુ ફરજ પર રજા લેવા ગયેલ કર્મચારીને રેલ્વે ઈજનેરે માર મારતા પોલીસ ફરિયાદ

KEYUR PARMAR – DAHOD BUREAU   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે એક રેલ્વે કર્મચારી મનિષકુમાર રામચંદ્ર રહે. ક્વા. નંબર ઈ.૧૬/૯ મંગલમહુડી રેલ્વે સ્ટેશન, ઉસરા, તા. લીમખેડા તા.૨૫/૦૨/૨૦૧૭ ના રોજ બપોરના સી – સાઇટ રેલ્વે ફાટક પાસે આવેલ સી.પી.ડબલ્યુ.આઇ.ની કચેરીમાં ચાલુ ફરજે ખાનગી રજા મૂકવા ગયેલ તે સમયે ફરજ પરના અધિકારી દેવરાજસિંહ (CPWI) સાઉથ દાહોદ મને રજા મૂકવા માટેનું કારણ પૂછેલ તો તે દરમીયાન મારી સર્વિસમા મે છ મહિનાથી મે એકપણ વાર રજા લીધેલ નથી અને મારા હકની રજા મેળવવામાં માટે ૧૫ દિવસની રજા મૂકવા માટે કહેલ તેRead More


સંત નિરંકારી મિશન બ્રાન્ચ, દાહોદ દ્વારા શહેરના બગીચા અને મુખ્ય રાજમાર્ગો ઉપર સફાઈ અભિયાન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD BUREAU             સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા માનવ સમાજ અને પર્યાવરણને ઉત્કૃષ્ઠ ભેંટ સદ્દ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ નિરંકારી મિશનના ચોથા સદ્દ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન હેઠળ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશના રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર,Read More


MrutyuNondh of Kanubhai H.Shah(Kawwal) at Hariray Society

*દાહોદની શ્રી હરિરાય મહાપ્રભુ સોસાયટી ખાતે રહેતા શ્રી કનૈયાલાલ હરિલાલ શાહ(કનુભાઈ કવ્વાલ) નું આજે 97 વર્ષની વયે અવસાન થયું છે. શ્રી કિશોરભાઈ, સ્વશ્રી હરીશભાઈ તથા અમેરિકા સ્થિત શ્રી પ્રફ્ફુલભાઈ શાહના પિતાશ્રી કનુભાઈ કવ્વાલના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ શહેરની દૌલતગંજ કન્યા શાળા પરિવાર તરફથી શાળાના કાયમી દાતા દીપકભાઈ શાહનું સમ્માનપત્ર આપી સ્વાગત કર્યું

HIMANSHU PARMAR – DAHOD     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ દોલતગંજ કન્યા શાળા પરિવાર તરફથી દીપકભાઈ શાહને સમ્માનપત્ર આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. દીપકભાઈ શાહ દૌલતગંજ કન્યા શાળાના કાયમી દાતા પણ છે. તેઓ શાળા પ્રત્યે કાર્યનિષ્ઠ અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ ધરાવે છે. શાળાને જ્યારે જરૂર પડે ત્યારે દાનની ધારા સતત વહાવ્યે રાખે છે. શાળામાં કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ હંમેશા હાજર થઈ જાય છે.        શાળાના બાળકોને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ યેનકેન પ્રકારે મદદરૂપ થાય છે. તેઓ હંમેશા કહેRead More


દાહોદ જિલ્લાની આંગણવાડીની બહેનોએ કરાર આધારિત નીતિનો વિરોધ કરી વિશાળ રેલી યોજી

HIMANSHU PARMAR – DAHOD  દાહોદ જિલ્લામાં કરાર આધારિત અંગણવાડીની બહેનોએ દાહોદ શહેરમાં એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી સ્ટેશન રોડ ઉપર થી ભગિની સમાજ સર્કલ થઇ માણેક ચોક થી દાહોદ પાલિકા ચોક ખાતે આવી અને ત્યાંથી દાહોદ ગડીના કિલ્લામાં પ્રાંત ઓફીસ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ આંગણવાડીની બહેનોએ પ્રાંત ઓફીસની બહાર  હાય રે.. મોદી..  હાય..  હાય.. ના નારા લગાવ્યા હતા અને દાહોદ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તેઓની લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. અને જો સરકાર ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય નહિ લે તો અમો વધુRead More


દાહોદની વિધિ દેસાઇએ એમ.બી.એ.માં સુવર્ણ ચંદ્રક મેળવી શહેરનું ગૌરવ વધાર્યું

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારમાં રહેતી કુ. વિધિ સંજીવકુમાર દેસાઇએ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેશ મેનેજમેંટ કોલેજમાઠી એમ.બી.એ.ની ડિગ્રી સતત દરેક ટર્મમાં શ્રેષ્ઠત્તમ પ્રદર્શન કરી મેળવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત સપ્તાહે આયોજિત પદવીદાન સમારોહમાં વિધિ દેસાઈને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ગત વર્ષોમાં બી.બી.એ (ઓનર્સ) ની ડિગ્રી પણ આવ જ શ્રેષ્ઠત્તમ પ્રદર્શન સાતે મેળવનાર કુ.વિધિ દેસાઇએ બાદમાં માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળવતા ગુજરાતના રાજયપાલ ઑ.પી.કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવાRead More


પ્રકૃતિ મિત્ર મંડળના યજમાન પદે રતનમહાલ ખાતે ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનો શુભારંભ

KEYUR PARMAR – DAHOD BUREAU છેલ્લા 33 વર્ષથી દાહોદ ખાતે પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે કાર્યાન્વિત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગુજરાતમાં પક્ષીઓ કાજે એકમાત્ર સંનિષ્ઠ એન.જી.ઓ. બર્ડ કન્ઝવેટર્સ સોસાયટી ઓફ ગુજરાત (BCSG) અને રતનમહાલ વન વિભાગના સહયોગથી તારીખ 10 થી 12 ફેબ્રુયારી દરમિયાન રતનમહાલ ખાતે રાજ્ય કક્ષાની ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જોવાં મળતા સામાન્ય અને દુર્લભ એવા તમામ પક્ષીઓથી સહુ વધુ પરિચિત થાય અને પક્ષી નિરીક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રે વર્તમાન યુગમાં સધાયેલી વિવિધ આધુનિક ટેકનિકોથી પક્ષીઓ કાજે ગુજરાતમાં પુનઃ વસવાટ યોગ્ય વાતાવરણ ઊભું કરી શકાય તે સંદર્ભેRead More


દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી દ્વારા સ્વછ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રથમ એવું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું

  HIMANSHU PARMAR DAHOD   દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજેનસી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ સંમેલન યોજાયું  દાહોદ જિલ્લામાં તાજેતરમાં નવા ચૂંટાયેલ સરપંચો સહિત તમામ સરપંચો ને સ્વચ્છ ભારત મિશન  તથા ગ્રામ વિકાસ ની  અન્ય યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ થી દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે ” સરપંચ સંમેલન ” નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જયંતીભાઈ કવાડીયા, પશુપાલન અને ગૌવંસૌવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ , જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંકર અમાલિયાર,Read More