Tuesday, January 24th, 2017

 

દાહોદ ખાતે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” નું આયોજન

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર અને જોઇન રિવોલ્યુશન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ દાહોદ ખાતે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આવવા દાહોદ શહેર તથા તેની આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમના સ્પોન્સર “રાહુલ મોટર્સ, દાહોદ તરફ થી પણ આમંત્રણ આપવામાં આવે છે.


New ”Voice of Dahod”(21st January,’17) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આ સાથે તા:21-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત છે. આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસ અગાઉનો આ અંક હોઈ અત્રે દાહોદ ધારોકે સરકારશ્રીની આગામી જાહેરાત થકી સ્માર્ટ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરે તો આપણે અત્રે ”ડોકિયું”માં એ જ દર્શાવ્યું છે કે દાહોદને શી શી આવશ્યકતાઓ છે સાથે ”પ્રકીર્ણ”માં ગાયક મુકેશ વિશેની માહિતી છે. અત્રે દાહોદના ડો નાગર સાહેબ અને કલાકાર કિશોરભાઈ રાજહંસ, રાષ્ટ્રીય સ્તરે પોતપોતાના કાર્યક્ષેત્રે સક્રિય કામગીરી બદલ સન્માનિત થયા તે સહિતના વિવિધ સકારાત્મક સમાચાર છે. સાથે જ ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે.Read More