September, 2016

 

New Voice of Dahod (Dt:17’16) is Now Online on www.dahod.com

આ સાથે આજનું તા:17-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે અને તેઓ પોતાનો જન્મદિવસ દાહોદ જિલ્લામાં ઉજવવાના છે ત્યારે તેમને જન્મદિવસની www.dahod.com તથા દાહોદ ગુગલ ગ્રુપ અને ‘વોઇસ ઓફ દાહોદ’ તરફથી શુભકામનાઓ… આ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. તદ્ઉપરાંત શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે તે નિમિત્તે રસપ્રદ એવું ”ડોકિયું” છે તો ”પ્રકીર્ણ” કોલમમાં ઉડતી રકાબી U.F.O. વિશેની વાત છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલRead More


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદના લીમખેડામાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લાઓ માટે સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓ નો શુભારંભ કર્યો 

KEYUR PARMAR BUREAU DHAHOD  આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં મોટા હાથીદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લાઓ માટે પીવાના પાણીની પાંચ યોજનાઓ જેમાં આદિજાતિ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વર્ષોથી માનવબળના ઉપયોગથી પાતાળમાથી પાણી સિંચતા આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારની પાણીની મુશ્કેલીવાળા વિસ્તારો માટે ખુબજ ખૂબ જ મહત્વની યોજનો અમલમાં મૂકવાનો નિર્ધાર કરેલ છે. ૧)    નર્મદા નદી આધારિત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામો તેમજ દેવગઢબારીયા અને છોટાઉદેપુર શહેરનો સમાવેશRead More


દાહોદ ખાતે અંદાજે 140 મંડળના અને લગભગ ૧૦૦૦ જેટલી નાની મોટી ગણપતિ બાપ્પાની મુર્તિનું ભવ્ય વિસર્જન

KEYUR PARMAR DAHODBUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મૂખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ. લોકો દશ દિવસથી ચાલી રહેલ ગણપતિ મહોત્સવ ના ભાગરુપે દાહોદના વિવિધ વિસ્તારોમા વિવિધ ગણેશ મંડળો દ્વારા વિધ્નહર્તા ગણપતિની સ્થાપ્ના કરી દસ દિવસ સુધી પુજા અર્ચના કરી આજ રોજ આનંદચૌદશના દિવસે હાથલારી થી લઈને બાઇક પર, ટેમ્પામાં, ટ્રેક્ટરમાં ધામધુમથી ગણપતિ બાપ્પાની ડી. જે. ના તાલે નાચી કૂદીને અને “ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ  તું જલ્દી આ” અને “એક  દો તીન ચાર, ગણપતિ કી જય જયકાર” ના નારા સાથે વિદાય આપી હતી. વધુમાં દેસાઈવાડા ખાતે આવેલRead More


દાહોદના ભોઇવાડ ખાતે શ્રીજીની મહાઆરતીમાં S.T. નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાલા, દયારામજી મહારાજ તેમજ ભાજપ જિલ્લા મહામંત્રી દીપેશભાઇએ આરતી ઉતારી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ શહેરના ભોઈવાડ વિસ્તારમાં ભોઇવાડ નવયુવક મંડળ દ્વારા આજ રોજ ગણપતિ બાપ્પાની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગુજરાત રાજ્ય S.T. નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, કંબોઇ હનુમાનજી મંદિરના મહંત દયારામજી મહારાજ અને દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી દીપેશભાઇએ હાજરી આપી હતી. આ મહાઆરતીમાં ભોઈવાડ નવયુવક મંડળના સભ્યો, આગેવાનો તેમ જ તેમના પરિવારજનોએ ભાવભક્તિ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. આ મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં ડો. ભાવેશ રાઠોડએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 


દાહોદ શહેરમાં ગણપતિ બાપ્પાના તહેવારમાં પારસી કોલોની, સોનીવાડ, રાવળીયાવાડ, ગૌશાળા ચોકની ઝાંખી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

  KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગણપતિ બાપ્પા 10 દિવસ માટે અલગ અલગ જગ્યાએ કુલ 140 ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં પારસી કોલોની, સોનીવાડ, ગૌશાળા ચોક, ધોબીવાડ, રાવળીયાવાડ રહ્યા હતા. બીજા અનેક મંડળોએ પણ ખૂબ સારી ઝાંખી કરી હતી તેમાં પડાવ ચોક, સહકાર નગર, એમ.જી.રોડ, નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, દરજી સોસાયટી, ગોવિંદ નગર, જલવિહાર સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડની ઝાંખીઓએ લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ લોકો દરેક ગણપતિ મંડળની ઝાંખીઓRead More


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ લીમખેડામાં વનબંધુઓ સાથે ઉજવશે પોતાનો જન્મદિવસ લીમખેડામાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ અધિકારીઓને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાએ માર્ગદર્શન આપ્યું. વડાપ્રધાનશ્રીના ૬૭માં જન્મદિને દાહોદ જિલ્લામાં ૬૭ કાર્યક્રમોનું આયોજન

KEYUR PARMAR BUREAU DAHOD દેશના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદી પોતાનો ૬૭મો જન્મદિવસ ઉગતા સૂરજની ભૂમિ એવા વનાંચલ પ્રદેશ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વનવાસી બંધુઓની વચ્ચે તા. ૧૭/૯/૨૦૧૬ ના રોજ ઉજવશે આ અવસરે દાહોદ જિલ્લામાં વડાપ્રધાનશ્રીને આવકારવા માટે વનબંધુઓમાં અનેરો ઉત્સાહ અને થનગણાટ જોવા મળી રહયો હોવાનું દાહોદ જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ જણાવ્યું છે. લીમખેડામાં યોજાનાર કાર્યક્રમના સ્થળની ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે મુલાકાત લઇ કાર્યક્રમનો અસરકારક આયોજન અને સફળ બનાવવા માટે જિલ્લા ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન  આપ્યું હતું. ગૃહ રાજયમંત્રી જાડેજાએ વડાપ્રધાનશ્રીના જન્મદિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર માટે પૂરતાRead More


દાહોદ ગણેશ વિશર્જન મુદ્દે દાહોદ ટાઉન પોલીસે શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ કરી

KEYUR PARMAR DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન અને સૂચના થી અને ટાઉન પી.આઈ. ડામોર સાહેબની દેખરેખ હેઠળ ગણેશ વિશર્જનને હવે ગણતરીના દિવસ બાકી હોવાથી દાહોદ શહેરમાં અમન અને શાંતિ થી ગણેશ વીશર્જન થાય તેના માટે લગભગ 200 થી 250 પોલીસ જવાનો સાથે દાહોદ શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી. આ ફ્લેગ માર્ચ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનેથી નીકળી પાણીની ટાંકી વાળા રસ્તે સ્ટેશન રોડ થઇ વિવેકાનંદ ચોક ગઈ ત્યાર બાદ પરત હુસેની મસ્જિદ વાળા રસ્તે થઇ દેસાઈવાડાRead More


વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કોર્ટ રોડ પર આવેલ રામજી  મંદિરે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના ખુબજ ધામધૂમથી કરવામાં આવી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે કોર્ટ રોડ પર ભગવાન સ્વામી નારાયણ મંદિરના સામે ભગવાન રામચંદ્રજીના મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના સહયોગથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ખુબ ધામધુમથી ભગવાન ગણપતિ બાપ્પાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી છે અને તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ખુબ જ ધામ ધુમથી ગણપતિ બાપ્પાની સવારી કાઢી દેસાઈવાળા સ્થિત તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.


MrutyuNondh of smt Kusumben Rashmikantbhai Shah

દાહોદના દેસાઈવાડ ખાતે રહેતા શ્રીમતિ કુસુમબેન રશ્મિકાંતભાઈ શાહનું આજે તા:13-09-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી રશ્મિકાંત સરના પત્ની અને શ્રી રમ્યાંક શાહના માતૃશ્રી કુસુમબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


10th Sep.”16 New Voice Of Dahod is Now Online on www.dahod.com

આ સાથે આજનું તા:10-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. તદ્ઉપરાંત ગણેશોત્સવ નિમિત્તે રસપ્રદ એવું ”ડોકિયું” છે તો ”પ્રકીર્ણ” કોલમમાં આપણી આસપાસની પ્રકૃતિ વિશેની વાત છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & SachinRead More