September, 2016

 

દાહોદ ચેકપોષ્ટ પર ગધેડાએ જીપ ને પલ્ટી ખવડાવી

  દાહોદના નાકા પાસે અકસ્માત , ગધેડું વચ્ચે આવતા જીપે પલ્ટી ખાધી . ચાલાક અને અન્ય લોકો ને ઇજા થઇ હતી પણ જાન હાનિ નથી થઇ.પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે તંત્ર  રખડતા આ ઢોર દાહોદમાં પણ બરોડા જેવા  હાદસા સર્જે તેની રાહ જુએ છે ?


2416 ”Voice of Dahod” is Now OnLine on www.dahod.com

આ સાથે આજનું તા:24-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર-મલેશિયા-થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ-1 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”ના સ્થાને સુખ્યાત રેશનલ લેખક શ્રી દિનેશ પાંચાલ લિખિત ખુબ જ સરસ વિચારસરણીના બિયારણ જેવો ”શરીર તારું સંભાળ રે” છે. તદ્દઉપરાંત દાહોદના નારીરત્ન સુશ્રી રાજેશ્વરીબેન (રાજુલા સિસ્ટર) દિલીપભાઈ શુકલએ તાજેતરમાં અર્બન હોસ્પિટલ પરિસરમાં કાર્યરત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની ફેરવેલ પાર્ટીમાં રજુ કરેલી ”એક સત્ય ઘટના” વાર્તા સ્વરૂપે પ્રસુતિ છે. આશા છે આપને આ સાપ્તાહિકRead More


દાહોદના સ્વામિ નારાયણ મંદિરે B.A.P.S. સંસ્થાના પ. પૂ. મહંત સ્વામિ મહારાજના ૮૪ માં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ઈન્દૌર હાઇવે પર આવેલ B.A.P.S. મંદિર ખાતે સ્વામિ નારાયણ સંસ્થાના સંસ્થાના પ. પૂ. મહંત સ્વામિ મહારાજનો ૮૪મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦૦ જેટલા માણસોએ હાજરી આપી હતી. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે વી.એન.રાઠવા (ડેપ્યુટી ડાયરેક્ટર) એગ્રીકલ્ચરલ તથા દાહોદ ટાઉન P.I. એમ.જી.ડામોરે હાજરી આપી હતી અને આ પ્રસંગે એમ.જી.ડામોર સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને તે પ્રવચન દ્વારા બાળકોએ વ્યશન ન કરવું, કોઇથી પણ જૂઠું બોલવું નહીં, નિયમીત રીતે પ્રાર્થના કરવી જોઈએ અને નિયમિત રીતે પરિવારિક એકતા માટે ઘરસભાRead More


કાકાના છોકરાએ પોતાના ભાઈની 6 વર્ષની બાળકી ઉપર દુસ્કર્મ આચર્યું

  KEYUR PARMAR BUREAU DAHOD           દેવગઢ બારીયા તાલુકાના બેડી ફળિયામાં રહેતા કિરીટભાઈ ઉર્ફે તીનભાઈ શનાભાઈ નાયક કે જે ખેતી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેના પરિવારમાં માતા પિતા સાથે પત્ની અને ત્રણ બાળકો પૈકી મોટો છોકરો 9 વર્ષનો છે અને તે પછી 6 વર્ષની નીતાબેન  અને તે પછી જોડિયા છોકરા પૈકી 1 છોકરો અને બીજી છોકરી છે અને તે પછી 4 માસના બાળક સાથે રહે છે. ગઈ તા.૨૪/૦૯/૨૦૧૬ ના રોજ હું અને મારા ઘરના સભ્યો ઘેરે હતા અને  મારા બાળકો સાંજના અંદાજેRead More


દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા રાબડાલ ચામુંડા માતાના મંદિરે અનાસ પ્રખંડનો સત્સંગ કાર્યક્રમ યોજાયો 

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નોઅનાસ પ્રખંડનો નો કાર્યક્રમ આજે બપોરે 7.00 કલ્લાકે રાબડાલ  ચામુંડા માતાના મંદિરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં  વિશ્વ હિન્દૂ પરિષદના વિભાગ સંગઠન મંત્રી રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી,  પ્રખંડ સહમંત્રી મિતેષ ચાવડા, ધવલ ચાવડા  તેમજ અન્ય 50 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.


દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા દાહોદ પ્રખંડ નો સત્સંગ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ ખાતે યોજાયો 

KEYUR PARMAR DAHOD દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નો દાહોદ પ્રખંડ નો કાર્યક્રમ આજે સાંજે 5.00 કલ્લાકે વૈજનાથ મહવદેવ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ માં વિશ્વહિંદુ પરિષદ ના વિભાગ સંગઠન મંત્રી  રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી તેમજ અન્ય 30 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.


દાહોદમાં વાવાઝોડા સાથે સાલંબેધાર વરસાદ : પાલિકાના ફાયર ફાઇટરો તથા એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના  મુખ્ય મથક દાહોદમાં આજરોજ સાંજના આશરે ૫:૦૦ કલાક થી લઈને રાત્રિના ૮:૦૦ કલાક સુધી ખુબ જ સાલંબેધાર વરસાદ અંદાજે ૩ થી ૪ ઇંચ વરસાદ પડ્યો જોવાનો અંદાજ છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નદી નાળા છલકાઈ ગયા હતા અને તેના પાણી રસ્તા ઉપર આવી ગયા હતા જેથી ટ્રાફિક ને અસર થઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ થી લઈ ને છેક ભગિની સમાજ સુધી ના રસ્તા પર પાણી ઘુંટણ સુધી આવે તેટલું પાણી ભરાઈ ગયા હતા અનેRead More


ખેલ મહાકુંભ – ૨૦૧૬ ની તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા “શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ” દાહોદ સંચાલિત “શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા”, લીલવાદેવા ખાતે યોજાઈ

KEYUR PARMAR BUREAU DAHOD આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ પાસે આવેલ શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લીલવાદેવા ખાતે ખેલમહાકુંભની તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઝાલોદ તાલુકાની C.R.C. કક્ષાએ કબડ્ડીની સ્પર્ધા જીતને આવેલ અલગ અલગ C.R.C. ની ટીમોએ તાલુકા કક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં “૧૪ વર્ષથી નીચે”, “૧૭ વર્ષ થી નીચે”, અને “૧૭ વર્ષથી ઉપર” એમ ત્રણેય કેટેગરીમાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો જેમાં ૧૪ વર્ષથી નીચેની કબડ્ડીની સ્પર્ધામાં ભાઈઓમાં કાળીમહુડી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે જીતી હતી અને દ્રિતીય ક્રમે તેતરિયા પ્રાથમિક શાળા વિજયી બન્યા હતા અને બહેનોમાં ૧૪Read More


MtutyuNondh of smt Sharmisthaben S. Parikh ( Stemp wala)

દાહોદના ગોવિંદનગર સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતા શ્રીમતિ શર્મિષ્ઠાબેન શિરીષચંદ્ર પરીખ (સ્ટેમ્પવાળા)નું આજ રોજ તા 21/9 /16 ના રોજ દુ:ખદ અવસાન થયું છે.  શ્રી શૈશવ પરીખ તથા શ્રીમતિ સોનલ (વડોદરા)ના  સ્વર્ગસ્થ માતૃશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.આભાર…..-ગોપી શેઠ (અમેરિકા) તથા સચિન દેસાઈ(દાહોદ)


દાહોદ વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ઘ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો 

KEYUR PARMAR – BUREAU DAHOD જમ્મુ અને કાશ્મીર રાજયમાં આવેલ ઉરીમાં સેનાના કેમ્પ ઉપર થયેલા અચાનક હુમલામાં દેશના જવાનો શહિદ થયા હતા તેનો આક્રોશ આખા ભારતમાં ઠેર ઠેર જોવા મળેલ છે અને તેના ભાગ રૂપે આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના નગર પાલિકા ચોક ખાતે સાંજના ૦૫:૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ ભાટીયા, જિલ્લા મંત્રી નેહલભાઈ શાહ, જિલ્લા સંયોજક નન્નુભાઇ માવી, દાહોદ પ્રખંડ પ્રમુખ હિમાંશુભાઈ પરમાર, સહ મંત્રી મિતેશભાઈ  ચાવડા, ધવલભાઈ, કમલેશભાઈ મકવાણા, નરેશભાઇ અને અન્ય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો નગર પાલિકાના ચોકમાં આશરે અડધાRead More