March, 2016

 

દાહોદ S.B.I. એ સિવિલ હોસ્પીટલમાં વ્હીલચેર્સ અને સ્ટ્રેચરો દાનમાં આપ્યા

Himanshu Parmar – Dahod.   દાહોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબ્લીટી એક્ટીવીટીના ભાગ રૂપે 10 વ્હીલચેર અને 10 સ્ટ્રેચર્સની ખરીદી કરીને દાહોદ સ્ટેટ બેંકના મેનેજર જીતેશભાઈ ભટ્ટ, સ્પેશીયલ આસિસ્ટન્ટ ઉમંગભાઈ શાહ તથા નલવાયા એ બેંકના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહીને દાહોદ સિવિલ હોસ્પીટલમાં સિવિલ સર્જન આર. એમ. પટેલ તથા અન્ય સિવિલ ના ડોક્ટર તેમજ સ્ટાફ ની હાજરીમાં દાન તરીકે આપ્યા હતા.


દાહોદ જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા મોંઘવારી, પીવાના પાણી તેમજ ખેડૂતોના પાકના મુદ્દે જીલ્લા કલેકટરને આવેદન આપ્યું

Keyur Parmar – Dahod Bureau દાહોદ જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ તથા માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ, તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજ મેડા, રઘુ મછાર, ઈશ્વર પરમાર જીલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય કાર્યકરોની હાજરીમાં દાહોદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે દાહોદ જીલ્લામાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન ઘણો સળગતો છે લોકોને નદી, નાળા, કોતરમાંથી ગમેતેવું પાણી લાવીને પીવું પડી રહ્યું છે. જે જગ્યાએ હેન્ડપંપ બંધ હોય ત્યાં રીપેરીંગ કરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં નવા હેન્ડપંપ મુકવા તેમજ પાણીની અછતને અનુલક્ષીને ટેન્કરની વ્યવસ્થા કરવીRead More


લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા ઝોન સોશ્યલનું ભવ્ય આયોજન

Keyur Parmar – Dahod Bureau   દાહોદ શહેરમાં સેવાકાર્યોથી સતત ધમધમતી અને પોતાની એક આગવી ઓળખ ધરાવતી લાયન્સ ક્લબ ઓફ દાહોદના ઝોન ચેરમેન લા. આસીફ મલવાસી દ્વારા તારીખ ૨૬/૦૩/૨૦૧૬ ના રોજ ડીસ્ટ્રીકટ ગર્વનર લા. રાજેન્દ્ર ભટ્ટ ની ઉપસ્થિતિમાં રંગારંગ ઝોન સોશ્યલ – “હારમની – ૨૦૧૬” જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ દાહોદની સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન સોશ્યલમાં ડીસ્ટ્રીકટ ગવર્નર ઉપરાંત રીજીયન ચેરમેનશ્રીઓ, કેબીનેટ સદસ્યો, વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રીઓ: લા. ડો. ઉપેન દીવાનજી, લા. પરિમલ પટેલ, પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રીઓ: લા. કૃશાંગ રેવાર, લા.Read More


26th March, ’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, દાહોદ સહિત ભારતભરમાં માર્ચ એન્ડીંગનો પ્રારંભ થઇ ચુક્યો છે. આપ સહુને આગામી નાણાકીય વર્ષ સરસ મજાની સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી www.dahod.com , દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” તરફથી સહૃદય શુભકામનાઓ. આ સાથે તા:26 માર્ચ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. દાહોદની વિશ્વખ્યાત કચોરી વિષે ”ડોકિયું”માં કૈક ‘હટ કે’ માહિતિ છે તો ‘પ્રકીર્ણ’માં પક્ષી નિરીક્ષણ વિશેની રસપ્રદ માહિતી દર્શાવેલી છે. તો આપને જે બ્રેડ ખાઈએ છીએ તેની રસપ્રદ માહિતિના એક સરસ લેખનું સંકલન છે. ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચારRead More


દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા શાંતિથી યોજાઈ અને ત્યારબાદ પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓએ હોળીની ઉજવણી કરી

Keyur Parmar – Dahod Bureau દાહોદ નગર પાલિકાની બીજી સામાન્ય સભા સ્વામી વિવેકાનંદ સંકુલ પાસે આવેલ નવી લાયબ્રેરીમાં યોજાઈ જેમાં પાલિકાનું પુરાંત વાળું બજેટ દાહોદ ચીફ ઓફિસની અધ્યક્ષતામાં મંજુર કરવામાં આવ્યું હતું તેમજ અન્ય અગત્યના કામોને પણ બહાલી આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસના સભ્યોએ 8 થી 9 મુદ્દાઓ પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. જયારે બીજી બાજુ ગોદી રોડ ઉપર નવા હિંદુ સ્મશાન બનાવવા માટેની માંગણી કરાઈ હતી  આ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. અને ત્યારબાદ તમામ સભ્યો તેમજ કર્મચારીઓએ ભેગા મળીને આનંદ અને ઉત્સાહપૂર્વક નાચીકુદીને ધામધુમથી હોળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખRead More


દાહોદ શહેરની  ગોકુલ સોસાયટીમાં હોળી તથા ધુળેટીના પર્વનું ધામધુમથી આયોજન કરાયું 

Keyur Parmar – Dahod Bureau દાહોદ શહેરના ગોકુલ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી તથા ધુળેટીની ઉજવણી કરવામાં આવી. ગોકુલ સોસાયટી તથા તેની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. ધુળેટીના દિવસે સવારથી જ ચા નાસ્તાથી માંડીને આખા દિવસના  કાર્યક્રમનું સફળ આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના તમામ  લોકોએ આ હોળી તથા ધુળેટીની ઉજવણીમાં ભાગ લઇ સાથસહકાર આપીને ખુબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.


દાહોદ શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી

Keyur Parmar – Dahod   દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગાંધી ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાહોદના તમામ વિસ્તારો તેમજ ફળિયાના લોકો ભેગા થઇ આ હોળીનું આયોજન કરે છે. આ હોળી ઉપર તેને પ્રગટાવતા પહેલા મહિલાઓ તેની પૂજા કરે છે. આ હોળીનું મહત્વ એટલે ખાસ કરીને છે કેમ કે દાહોદ નગરમાં એક સમયે આ એક જ હોળી પ્રગટાવવામાં આવતી હતી. આ હોળી પ્રગટતાની સાથે તેમાંથી મશાલ પ્રગટાવી જુદાજુદા વિસ્તારોના યુવાનો આ મશાલથી તેમના વિસ્તારની હોળી પ્રગટાવે છે. આ આ મુખ્ય હોળી પર તમને નાતજાતના  ભેદભાવRead More


દાહોદની ગોકુલ સોસાયટીમાં ફાગફૂલ ના રસિયાનું આયોજન થયું.

Himanshu Parmar – Dahod   ફાગણ આવે છે ત્યારે ફાગણ નો એક અનેરો મહિમા છે. તેમાં પણ ફાગણી પુનમના આગલા દિવસે દાહોદની ગોકુલ સોસાયટીના રહીશો દ્વારા હોળીના ફાગણના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસિયામાં દાહોદ દેસાઈવાડા હવેલીમાં કીર્તન કરાવતા ભાઈઓએ ખુબ જ ભાવ પૂર્વક અને ઉત્સાહથી બે કલાક સુધી રસિયાનું રસપાન કરાવ્યું આ સમય દરમિયાન નાના થી મોટી ઉમર સુધીના રસિયા પ્રેમીઓ મન મુકીને નાચ્યા હતા.


19th March, 2016 ”Voice Of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:19-03-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં આ સપ્તાહે આવતા હોળીના નિજાનંદી પર્વની મહત્તા દર્શાવતી ”ડોકિયું”, ”પ્રકીર્ણ”, ‘ગેસ્ટ કોલમ’ અને ”ગીતગુંજન” જેવી કોલમ્સ છે તો નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ” છે અને સાથે દાહોદના અન્ય સમાચાર પણ છે. આશા છે કે આપને તા:19-03-’16 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ! પરંતુ અત્રે માત્ર ટ્રેલર છે, આ અંકને પુરેપુરો વાંચવા કાજે આપે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય રહેશે. અને હા, આપના સૂચનો- પ્રતિભાવ અમને અમારા ઈમેઈલ આઈ.ડી. ઉપરRead More


दाहोद में मजदुर संघ द्वारा सातवे वेतन आयोग को लेकर रेल्वे स्टेशन के पास एक सभा का आयोजन हुआ

Divyesh Jain – Dahod   एक प्रेस विज्ञप्तिमें सचिन मिश्रा सचिव दाहोद ब्रांच (यातायात) ने बताया की सोमवार दिनांक २१/३/२०१६ को मजदुर संघ के महामंत्री व् एन.एफ.आई.आर के राष्ट्रीय उपाध्यक्ष जे. पी. माहुरकरने  एक आम सभा को दाहोद रेल्वे स्टेशन परिसरमें सम्बोधित किया उन्होंने सातवे वेतन आयोगकी निराशा जनक रिपोर्टके विषयमें बताया और सरकारने हमारी मांगोको नही माना तो ९ जून २०१६ को हड़ताल के लिए महाप्रबंधक को नोटिस दिया जाएगा एव् ११ जुलाई २०१६ से अनिश्चित कालीन रेल हड़ताल होगी                          Read More