Sunday, July 19th, 2015

 

8th RathYatra of Dahod (News & Photos)

અષાઢી સુદ બીજ તા:18-07-2015 ના રોજ ભારતભરમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામની ત્રિપુટીને નગરચર્યા કાજે નગરમાં ફેરવવામાં આવે છે. તેમ દાહોદ ખાતે પણ સતત 8 મા વર્ષે રથયાત્રાનું સુંદર આયોજન થયું હતું. રથયાત્રા સમિતિના કન્વીનર શ્રી કમલેશ રાઠીના માર્ગદર્શનમાં સંપન્ન થયેલ રથયાત્રાના આરંભે હનુમાન બજાર મંદિર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી વજેસિંહ પણદા, જીલ્લા સમાહર્તા શ્રી સતિષ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી મયંકસિંહ ચાવડા, નગરપ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીર લાલપુરવાલા સહિતના અનેક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ચાંદીની સાવરણીથી ‘પહિંદ’ નીRead More