Sunday, March 1st, 2015

 

28-02-’15 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આપ સહુને આ સપ્તાહે આવતા હોળીના પાવન મનભાવન પર્વની ખુબ ખુબ રંગબેરંગી શુભકામનાઓ. સ્વભાવિક રીતે જ આજના તા:28-02-2015 ના ”વોઈસ ઓફ દાહોદ”ના અંકમાં દાહોદની હોળીની સરસ મજાની સફર કરાવતું ”ડોકિયું” છે તો હોળીના ટાણે રેલાતાં સંગીતની રોચક માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ” છે તો આપના નાણાના રોકાણની માહિતી આપતી આ ક્ષેત્રના તજજ્ઞ શ્રી સમીર દેસાઈ લિખિત કોલમ ‘ગેસ્ટ કોલમ’ છે. અને સાથે જ મોબાઈલના ઉપયોગ અંગે અંગુલી નિર્દેશ કરતું શ્રી હેમંતભાઈ સુથાર લિખિત ‘ફીલર’ પણ છે. દાહોદ ખાતે આજે શનિવારે આયોજિત ઢોલમેળા, વૈષ્ણવાચાર્યોનીRead More


Dahod BJP Celebration for Central Railway Budget’s Benefits to Dahod

દાહોદ નગર પાલિકા ખાતે દાહોદના પત્રકારો અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકર, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, નગરપ્રમુખ શ્રી રાજેશ સહેતાઈ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, શ્રી મહેશભાઈ ભુરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ તથા રેલ્વે બજેટમાં દાહોદને મળેલા વિવિધ લાભની ખુશાલી વ્યક્ત કરતા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને બાદમાં નગરપાલિકા હોલ ખાતે દાહોદને પ્રાપ્ત થનારા જે તે લાભની જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગની તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી માણીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


7th ”Dhol- Melo” of Dahod

દાહોદ ખાતે તા:28-02-’15 ના રોજ સતત 7 મા વર્ષે ઢોલમેળાનું સફળ આયોજન થયું હતું. ભારતીય અને ખાસ કરીને આપણી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના સંનિષ્ઠ પ્રયત્નો અંતર્ગત યોજાયેલ આ ઢોલ-મેળામાં આ વર્ષે પણ અનેક ઢોલ મંડળીઓ ઉમટી હતી. આશરે 190 જેટલી ઢોલ મંડળીઓએ દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઢોલ મેળામાં ભાગ લીધો હતો. દાહોદના અગ્રણી શ્રી નગરસિંહ પલાસની અધ્યક્ષતામાં યોજાતા આ ઢોલ મેળાના ઉદઘાટન ટાણે ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર અને દાહોદ પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી સહીત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ વિશિષ્ઠ આયોજનનેRead More