December, 2014

 

Voice of Dahod (27-12-’14) is now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, નમસ્કાર… આ સાથે તા:27-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે . રીયુનિયન અંગેનું ‘ડોકિયું’ અને રેશનાલિઝમ તથા સ્થૂળતા સંદર્ભેના ‘ફીલર’ છે. તો ડાયનાસોર અંગેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે. 27-12-2014-sample.jpg Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


MrutyuNondh of Jashvantlal Gokuldas Sheth (Gokul Society)

દાહોદની ગોકુલ સોસાયટીમાં રહેતા શ્રી જશવંતલાલ ગોકુલદાસ શેઠ (મેઘનગર વાળા) નું આજે તા: 28-12-2014 ના રોજ  અવસાન થયું છે. ભરૂચ સ્થિત શ્રી પ્રશાંત (પપ્પુ) શેઠના પિતાશ્રી જશવંતલાલ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New ”Voice of Dahod” (Dt: 20-12-’14) is Now Online on www.dahod.com

Click on below photo to directly go to Voice of Dahod. Thanks. 20-12-2014-Sample.jpg નમસ્કાર દાહોદવાસીઓ, આ સાથે પ્રસ્તુત છે તા:20-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ”. કડકડતા શિયાળાના આગમન અને નાતાલની ઉજવણીના મહાત્મ્ય અને થનગનાટની માહિતી ધરાવતું ‘ડોકિયું’ અને ખાદ્ય તેલોની રસપ્રદ માહિતી અને ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ વિશેના રસપ્રદ સંશોધન વિશેના ‘ફીલર’ છે. તો દાહોદથી લઇ ભારતભરમાં વ્યાપ્ત ગંદકી અંગેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવાRead More


MrutyuNondh of smt Rajalben Kothari ( W/o Shrenikbhai Kothari of ‘Prasaran’)

દાહોદના સાંધ્ય દૈનિક ”સાંધ્ય પ્રસારણ” ના તંત્રી- માલિકશ્રી શ્રેણિકભાઈ કોઠારીના ધર્મપત્ની અને શ્રી પ્રિયેશ કોઠારીના માતૃશ્રી શ્રીમતિ રાજલબેન શ્રેણિકભાઈ કોઠારીનું આજે તા: 20-12-2014 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ શ્રીમતિ રાજલબેન કોઠારીના આકસ્મિક અવસાનથી તેમના પરિવાર ઉપર આવી પડેલ આપત્તિ સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. નોંધ: સ્વર્ગસ્થનું બેસણું તા:22-12-’14 ને સોમવારે સાંજે તેમના નિવાસ સ્થાન પ્રસારણ નગર, ઇન્દોર હાઈવે ખાતે રાખવામાં આવ્યું છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   


MrutyuNondh of Babulal K.Kadkia ( Aggarbattiwala)

દાહોદના લક્ષ્મી અગરબત્તી પરિવારના શ્રી નરેશભાઈ તથા પંકજભાઈ કડકીયાના પિતાશ્રી બાબુલાલ કેશવલાલ કડકીયાનું આજે તા:19-12-2014 ના રોજ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com    


Hindu Smmelan held by VHP at Dahod

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડૉ પ્રવિણભાઈ તોગડિયા, વૈષ્ણવાચાર્ય પૂ. હરિરાયજી મહોદયશ્રી સહિતના અનેક મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં VHP ના સુવર્ણ જયંતિ અવસરે દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીની હાજરીમાં તા:18-12-’14 ના રોજ યોજાયેલ ”હિંદુ સંમેલન” ની વિવિધ તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી આપણે પણ અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


9 Dec. Celebration of DAMSES With Rajendra Shukla & RaamSharanDasji Maharaj, Part:2……..(Total part:6)

 દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન સંપન્ન થઇ હતી. આ અંતર્ગત સંસ્થાના સ્થાપના દિન કે જે ”પ્રતિબદ્ધતા દિન” તરીકે ઉજવાય છે તે દિવસે તા: 9-12-’14 ના રોજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શેઠના હસ્તે અર્બન ક્રીડાંગણ ખાતે દર વર્ષની માફક ધ્વજારોહણ થયા બાદ નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના પરિસરમાં સંસ્થાના ગત વર્ષોના ભવ્ય અતીતને તાદ્રશ્ય કરતા તસ્વીર પ્રદર્શનને અર્બન હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇન્દ્રવદનભાઈ શેઠના હસ્તે ખુલ્લું મુકાયું હતું.  બાદમાં રતિકાકા ઓપન થીએટર ખાતે ગુજરાતના સુખ્યાત ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લના અધ્યક્ષસ્થાનેRead More


9 Dec. ”Pratibadhdhta Din” Celebration at DAMSES ‘Shatabdi Mahotsav’ (Part:5)

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન સંપન્ન થઇ હતી. આ અંતર્ગત સંસ્થાના સ્થાપના દિન કે જે ”પ્રતિબદ્ધતા દિન” તરીકે ઉજવાય છે તે દિવસે તા: 9-12-’14 ના રોજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શેઠના હસ્તે અર્બન ક્રીડાંગણ ખાતે દર વર્ષની માફક ધ્વજારોહણ થયા બાદ નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના પરિસરમાં સંસ્થાના ગત વર્ષોના ભવ્ય અતીતને તાદ્રશ્ય કરતા તસ્વીર પ્રદર્શનને અર્બન હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇન્દ્રવદનભાઈ શેઠના હસ્તે ખુલ્લું મુકાયું હતું.  બાદમાં રતિકાકા ઓપન થીએટર ખાતે ગુજરાતના સુખ્યાત ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લના અધ્યક્ષસ્થાનેRead More


Dr Sharad Thakar’s Lature & Shaikshanik PariSamvad at DAMSES ‘Shatabdi Mahotsav’

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન ઉજવાયો હતો. આ અંતર્ગત તા: 8-12-’14 ના રોજ સંસ્થાના રતિકાકા ઓપન થીએટર ખાતે શૈક્ષણિક પરિસંવાદમાં શ્રી ઇન્દ્રવદન શેઠ અને શ્રી પંકજ શેઠે ઉપસ્થિત શિક્ષકોને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું.  બાદમાં ”ડોક્ટરની ડાયરી” અને ”રણમાં ખીલ્યું ગુલાબ” જેવી કોલમ્સથી સુખ્યાત લેખકશ્રી ડૉ શરદ ઠાકરના ‘સંવેદના’ વિષય આધારિત વક્તવ્યનું આયોજન થયુંRead More


DAMSES Cultural Programe & S.S.Girdharlal Award’s Photos (Part:3)

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન સંપન્ન થવા પામી હતી. આ અંતર્ગત તા: 07-12-’14 ના રોજ સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થાની જ વિવિધ શાળાઓના બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જે અંતર્ગત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, નગરપ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શેઠ, પ્રમુખશ્રી શોધનભાઈ શાહ,Read More