18700 કિમી લાંબી લાઇનથી ઘરે ઘરે મળે છે વીજળી

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદથી કન્યાકુમારી 10 વખત જઇ આવીએ એટલી લાંબી વીજ લાઇન
  • દાહોદમાં MGVCLની સફર 27 ફીડરથી શરૂ થઇ હતી તે આજે 150 ફીડરો સુધી પહોંચી ગઇ છે

દાહોદ જિલ્લામાં 4 સબ સ્ટેશન સાથે શરૂ થયેલી વીજસેવાની સફર આજે 18 સબ સ્ટેશન સુધી પહોંચી છે. જીઇબી પૂર્વે દાહોદ નગર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અમલગમેટેડ નામની ખાનગી કંપની દ્વારા વીજળી આપવામાં આવતી હતી. દાહોદમાં આ કંપનીની ઓફિસ એમજી રોડ ઉપર હતી. તે બાદ જીઇબીનું મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રૂપાંતર થયું. MGVCLના કાર્યપાલક ઇજનેર સંજય વર્માએ કહ્યું કે, દાહોદમાં વીજ સેવાની ત્રણ દાયકાની સફર જોવામાં આવે તો વર્ષ 1986માં એક ડિવિઝન ઓફિસ હતી, હવે લીમડીમાં ડિવિઝન ઓફિસ બનાવવાની દરખાસ્ત વીજ કંપની દ્વારા રાજ્ય સરકારને મોકલી છે.

ત્રીસ વર્ષ પહેલા 6 સબ ડિવિઝનની સામે અત્યારે કુલ 10 સબ ડિવિઝન કાર્યરત કરી દેવાયા છે. પહેલા એક પણ સર્કલ ઓફિસ નહોતી, તેની સામે અત્યારે એક સર્કલ ઓફિસ પણ છે. વર્ષ 1986માં 3233 કિલોમિટર વીજ લાઇન દાહોદ જિલ્લામાં હતી, તેની સામે હાલ 18700 કિલોમિટર વીજ લાઇન પથરાયેલી છે. તેની બીજા શબ્દોમાં કહીએ તો દાહોદથી કન્યા કુમારી સુધી 10 વખત જઇ આવીએ એટલી લાંબી લાઇન વીજ કંપની દ્વારા પાથરી છે.ફિડરની વાત કરવામાં આવે તો ત્રણ દાયકા પહેલા માત્ર 27 ફિડરો હતો, તેની સાપેક્ષે આજે 150 ફિડર કાર્યરત છે. જ્યારે, 559 ગામોની સામે હાલમાં 692 ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. તમામ પેટા પરા વિસ્તારોમાં પણ વીજળી પહોંચી છે. એટલું જ નહીં, રતન મહાલના ડુંગર પરના ગામો પીપરગોટા, અલિન્દ્રા અને ભૂવેરો જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ વીજળીકરણ થયું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: