14 વર્ષથી વોન્ટેડ સમજીને પકડ્યો, સાત વર્ષ પહેલાં જ પકડાયેલો ખુલ્યું

મોટા નટવામાં RR સેલે ભાંગરો વાટ્યો નામ કમી નહીં થતાં અટક કરાઇ ન હતી

 • Dahod - 14 વર્ષથી વોન્ટેડ સમજીને પકડ્યો, સાત વર્ષ પહેલાં જ પકડાયેલો ખુલ્યું

  ફતેપુરા તાલુકાના મોટા નટવામાં કોમ્બિંગ કરીને RR સેલે ધાડના પાંચ ગુનામાં શામેલ ગણીને એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ યુવકને ફતેપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જોકે, તપાસ બાદ આ યુવક પાંચેય ગુનામાં સાત વર્ષ પહેલાં જ હાજર થઇ ગયો હોવાનું ખુલતાં અંતે તેને છોડી મુકવામાં આવ્યો હતો. ગુનાઓમાં હાજર થયેલાને વોન્ટેડ સમજી પકડી લવાતાં RR સેલ પાસેની વોન્ટેડ યાદી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

  સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામમાં રહેતા મનુ ધનજી ડોડીયા ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં પાંચ ધાડના ગુનામાં શામેલ હતો. વર્ષ 2002માં ત્રણ અને વર્ષ 2003અને 2005માં એક-એક ગુનો આચર્યો હતો. પોલીસથી નાસતો-ફરતો મનુ વર્ષ 2011માં આ ફતેપુરા પોલીસ મથકે હાજર થઇ જતાં તેની આ પાંચેય ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે જામીન મુક્ત પણ થઇ ગયો હતો. ફતેપુરા પંથકમાં વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ગયેલી ગોધરા RR સેલના હે.કો. હિરેન્દ્રસિંહ તેમની પાસેની યાદીના આધારે મોટા નટવા ગામે પહોંચી ગયા હતાં.

  લીસ્ટમાં નામ હોવાને કારણે મનુભાઇને તેમના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. મનુને ફતેપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો ત્યારે ફતેપુરાના પીએસઆઇ એ.એમ રાઠવાએ રજિસ્ટર તપાસતાં મનુ આ પાંચેય ગુનાઓમાં વર્ષ 2011માં જ હાજર થઇ ગયો હોવાનું જોવા મળ્યું હતું. કોઇ ગુનો જ ન હોવાને કારણે અંતે મનુભાઇને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

  અટક કરેલો હોઇ છોડી મૂક્યો

  રાત્રે RR સેલે મોટા નટવાના યુવકને લુંટનો આરોપી કહીને સોંપ્યો હતો. સવારે રજિસ્ટરતપાસતાં તેને 2011માં જ અટક કરીને કોર્ટમાં રજૂ કર્યો હોવાનું જણાયું હતું. જેથી અમે તેને છોડી મુક્યો હતો.એ.એમ રાઠવા, પીએસઆઇ, ફતેપુરા

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: