રેસ્ક્યૂ: દાહોદના ખરોદામાં વાડીમાંથી  સાડા નવ ફૂટ લાંબો અજગર મળી આવ્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોમાં જ અજગર દેખાયાની ત્રીજી ઘટના

દાહોદ તાલુકાના ખરોદા ગામે એક વાડીમાં સ્થાનિકોને અજગર જોવાતા આ અંગેની જાણ લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપને કરવામાં આવી હતી.ભારે જહેમત બાદ 9.5 ફૂટના અજગરનું રેસ્ક્યું કરી અનુકૂળ સ્થળ પર છોડી મૂકવામાં આવ્યો હતો. જિલ્લામા ગામડાંઓમા અજગર દેખાવાની આ ત્રીજી ઘટના થોડા દિવસમા જ બની છે.

દાહોદ તાલુકાના ખરોદા ગામે રહેતા હીરાભાઈ સોઇડાની વાડીમાં તેઓને અજગર દેખાયો હતો. આ અંગેની જાણ આસપાસ સહિત ગ્રામજનોને થતાં તમામ વાડી તરફ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપને કરવામાં આવતા લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા. ભારે જહેમત બાદ લાઈફ ફોર વાઇલ્ડના સભ્યો દ્વારા અજગરને રેસક્યું કરવામાં આવ્યો હતો.

અજગર અંદાજે 9.5. ફૂટ લાંબો અને અંદાજે 20 કિલો વજનનો હતો. લાઈફ ફોર વાઇલ્ડ દ્વારા આ અંગે નજીકના ફોરેસ્ટ ખાતાની અધિકારીઓને જાણ કરી આ રેસ્કયું કરાયેલ અજગરને અનુકૂળ સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.થોડા દિવસ પહેલા દેવગઢ બારીઆ તાલુકામા 11 ફુટ લાંબો અજગર ઝડપાયો હતો.ગરબાડા તાલુકામા પણ બે દિવસ અગાઉ જ અજગરનુ રેસ્ક્યુ કરાયો હતો.આમ થોડા જ દિવસમા જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા અજગર દેખાવાની આ ત્રીજી ઘટના નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: