પીપલોદ ગામ રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા દીપડાનું ટ્રેનની અડફેટે મોત, દોઢ વર્ષના દીપડાના બે ટુકડા થઇ ગયા

  • પોલીસ અને વન વિભાગની ટીમો સ્થળ પર પહોંચી, દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો

દિવ્ય ભાસ્કર

Aug 11, 2020, 03:13 PM IST

દાહોદ. દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકના પીપલોદ ગામ પાસે સોમવારે રાત્રે ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે. ટ્રેનની અડફેટે દીપડાના 2 ટુકડા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

દીપડાની ઉંમર અંદાજે 17થી 18 માસની હતી
દીપડાના મોતના સમાચાર મળતા જ વન વિભાગની ટીમ 26 નંબરના ફાટક પાસે પહોંચી ગઇ હતી અને ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. વન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દીપડાની ઉંમર અંદાજે 17થી 18 માસની હતી અને રાત્રીના સમયે ફાટક પરથી પસાર થતી વખતે ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું હતું.

દાહોદના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાઓએ 20 હુમલા કર્યાં
ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાઓનો આતંક વધી ગયો છે. છેલ્લા દોઢ મહિનામાં દીપડાના હુમલાના 20 જેટલા બનાવ સામે આવ્યા છે. જેમાં 3 બાળકોના મોત થયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: